ETV Bharat / state

Ahmedabad Accident: માણેકબાગમાં રોંગ સાઈડમાં કાર ચલાવતી યુવતીએ બાઈકને ટક્કર મારી, યુવકનું મોત

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 31, 2023, 1:41 PM IST

અમદાવાદમાં માણેકબાગમાં વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રોંગ સાઈડમાં કાર ચલાવીને આવતી યુવતીએ બાઈકને ટક્કર મારતા એક યુવકનું મોત નીપજ્યું હતું.

રોંગ સાઈડમાં કાર ચલાવતી યુવતીએ બાઈકને ટક્કર મારી
રોંગ સાઈડમાં કાર ચલાવતી યુવતીએ બાઈકને ટક્કર મારી

રોંગ સાઈડમાં કાર ચલાવતી યુવતીએ બાઈકને ટક્કર મારી

અમદાવાદ: શહેરમાં એક પછી એક અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં રોંગ સાઈડથી ગાડી ચલાવવી, ગાડીની સ્પીડ વધારે હોવી, બેદરકારીથી ડ્રાઈવિંગ અને સિગ્નલનું પાલન ન કરવા જેવી ઘટનાઓ સામેલ છે. જેમાં અનેક લોકોના મોત પણ થઈ ચૂક્યા છે. ત્યારે શહેરના માણેકબાગમાં વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં રોંગ સાઈડમાં કાર ચલાવીને આવતી યુવતીએ બાઈકને ટક્કર મારતા એક યુવકનું મોત થયું હતું. જે બાદ યુવકના પરિવારજનોની અરજીને આધારે પોલીસ દ્વારા કાર ચાલક યુવતી સામે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

યુવકના માથામાં ગંભીર ઈજાઓ: ટ્રાફિક પીઆઈ કે પીના જણાવ્યા મુજબ, અમદાવાદના માણેકબાગ વિસ્તારમાં કુલદીપ નામનો યુવક પોતાનું બાઈક લઈને જઈ રહ્યા હતા. ત્યારે જ સામેથી રોંગ સાઈડમાં યુવતી કાર ચલાવીને આવી રહી હતી. તેણે બાઈકને ટક્કર મારી દીધી હતી. અકસ્માતમાં કુલદીપ નીચે પડી જતા તેને માથાના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી. આથી તેને સારવાર માટે જીવરાજ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી દીધો હતો.

અકસ્માત બાદ યુવતીએ ધમકાવવાનો પ્રયાસ કર્યો: મૃતક યુવકના પરિજનોનો આરોપ છે કે, કાર ચાલક યુવતીએ અકસ્માત બાદ પોતે આસિસ્ટન્ટ કમિશનરની દીકરી કહીને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. તો યુવતીને પણ અકસ્માતમાં ઈજા પહોંચતા તેને પણ જીવરાજ મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે. પોલીસે હાલમાં મહિલા કારચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ કરીને આ મામલે તપાસ શરૂ કરી છે.

  1. Celebrate 31st December: સાવધાન ! 31stની ઉજવણી ક્યાંક જેલમાં ન કરવી પડે, પોલીસ દ્વારા કડક ચેકિંગ
  2. મહારાષ્ટ્રમાં હેન્ડ ગ્લવ્સ બનાવતી ફેક્ટરીમાં ભિષણ આગ લાગતા છ કામદારોના થયા મોત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.