ETV Bharat / state

Suicide Case in Ahmedabad : પ્રેમલગ્નનો કરૂણ અંજામ, ઘર કંકાશના કારણે પાંચ વર્ષના માસૂમ સાથે મૃત્યુને કર્યું વહાલું

author img

By

Published : Jan 18, 2022, 10:12 AM IST

Suicide Case in Ahmedabad : પ્રેમલગ્નનો કરૂણ અંજામ, ઘર કંકાશના કારણે પાંચ વર્ષના માસૂમ સાથે મૃત્યુને કર્યું વહાલું
Suicide Case in Ahmedabad : પ્રેમલગ્નનો કરૂણ અંજામ, ઘર કંકાશના કારણે પાંચ વર્ષના માસૂમ સાથે મૃત્યુને કર્યું વહાલું

અમદાવાદમાં રિવરફ્રન્ટ પર આત્મહત્યાની (Suicide Case in Ahmedabad) ઘટના સામે આવી છે. ઘર કંકાશના કારણે પરિણીતાએ પોતાના પાંચ વર્ષના માસૂમ સાથે મુત્યુની છલાંગ લગાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. આ બાબતે પોલીસને જાણ થતાં વધુ (Ahmedabad Crime Case) તપાસ હાથ ધરી છે.

અમદાવાદઃ રિવરફ્રન્ટ પર આત્મહત્યાની (Suicide Case in Ahmedabad) ઘટના સામે આવી છે. ઘર કંકાશના કારણે પરિણીતાએ પોતાના પાંચ વર્ષના માસૂમ સાથે મુત્યુની છલાંગ લગાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી. આ મામલે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે પતિ સહિત સાસરિયાઓ સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી (Ahmedabad Crime Case) તપાસ હાથ ધરી છે.

5 માસના માસૂમ પુત્ર મહિલાએ આત્મહત્યાની છલાંગ લગાવી

મળતી માહિતી મુજબ અમરાઈવાડી વિસ્તારમાં રહેતી 26 વર્ષીય પરિણીતા પોતાના 5 માસના માસૂમ પુત્ર સાથે આત્મહત્યાની છલાંગ લગાવી (Woman Commits Suicide in Ahmedabad) છે. 16 તારીખના રોજ બપોરના સમયે ગૃહ ક્લેશથી કંટાળીને મહિલાએ પોતાના દીકરા સાથે નદીમાં ઝંપલાવ્યું હતું. જ્યાં ફાયર વિભાગે માતા પુત્રના મૃતદેહને બહાર કાઢી પોલીસને જાણ કરી હતી.

મૃતક મહિલાના ભાઈએ ફરિયાદ નોંધાવી

આ મામલે મૃતક મહિલાના ભાઈએ ફરિયાદ નોંધાવતા જણાવ્યું કે, આશરે દોઢ વર્ષ પહેલાં મારી બહેને પ્રેમલગ્ન કર્યા હતા. તે સમયે મુતકના પરિવારજનોએ પ્રેમલગ્ન કરવાની ના પાડી હતી. છોકરોને દારૂ પીવાની ટેવ ધરાવતો અને ઓછું ભેણેલો હોવાથી લગ્નની ના પાડી હતી. જો કે પરિવારની મરજીની વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હોવાથી પરિવારજનોએ સંબધ તોડી નાખ્યા હતા. પરંતુ ગઈકાલે પોલીસે પરિવારજનોને જાણ કરતાં મૃતકના પતિ તેમજ સાસુ-સસરા વિરુદ્ધ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં (Riverfront West Police Station) ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Suicide Case in Surat : સચીન GIDC વિસ્તારમાં પિતાએ બાળકીને ઠપકો આપતા બાળકીએ કરી આત્મહત્યા

આ પણ વાંચોઃ Suicide case in Surat: સુરતમાં વિદ્યાર્થીનીએ ઝેરી દવા પીને આત્મહત્યા કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.