ETV Bharat / state

લગ્ન પહેલા માતા બનતા મહિલાએ બાળકને તરછોડ્યું

author img

By

Published : Oct 16, 2021, 3:02 PM IST

થોડા સમય પેલા ગાંધીનગરના પેથાપુરમાં એક 8-10 માસનુ બાળકને ફુટપાથ પર રઝળતુના સમાચાર સામે આવ્યા હતા. ત્યારે હવે ગાંધીનગરના પેથાપુરમાં બનેલી ઘટનાનું (Shivans incident in Gandhinagar) અમદાવાદમાં પુનરાવર્તન થયું છે. જેમાં ગાંધીનગરની ગૌશાળા (Gaushala of Gandhinagar)બાદ હવે અમદાવાદમાંથી બે દિવસનું બાળક રઝળતુ મળી આવ્યું છે. જેમાં માતા બે દિવસના બાળકને મૂકી ફરાર થઈ ગઈ છે. બાળકની માતા મિઝોરમથી હોવાનો ખુલાસો થયો છે

લગ્ન પહેલા માતા બનતા મહિલાએ બાળકને તરછોડ્યું
લગ્ન પહેલા માતા બનતા મહિલાએ બાળકને તરછોડ્યું

  • ગાંધીનગરના શિવાંસ જેવી ઘટનાનું અમદાવાદમાં પુર્નાવર્તન
  • અમદાવાદ માંથી માતા બે દીવસથી બાળકને મૂકી ફરાર થઇ
  • સ્થાનિકોની સજાગતા, પોલીસે કાયદેસરની પ્રક્રિયા શરુ કરી

ગાંધીનગરઃ ગાંધીનગર(Gandhinagar)ના પેથાપુરમાં બનેલી ઘટનાનું અમદાવાદમાં પુનરાવર્તન (Shivans incident in Gandhinagar) થયું છે. જેમાં ગાંધીનગરની ગૌશાળા (Gaushala of Gandhinagar) બાદ હવે અમદાવાદમાંથી બે દિવસનું બાળક રઝળતુ મળી આવ્યું છે. જેમાં માતા બે દિવસના બાળકને મૂકી ફરાર થઈ ગઈ છે. જો કે પોલીસે કલાકોમાં જ માતાની ભાળ મેળવી લીધી છે ત્યારે સ્થાનિકોની સજાગતા અને પોલીસના(Vejalpur Police) પ્રયાસથી સફળતા મળી છે. બાળકની માતા મિઝોરમથી (Mizoram) હોવાનો ખુલાસો થયો છે. પોલીસે માતાને ભાળ મેળવી કાયદેસરની પ્રક્રિયા શરૂ કરી છે. કુમળા બાળકને તરછોડીને માતા ફરાર થઈ જતા અનેક સવાલો ઉઠ્યા છે.

લગ્ન પહેલા માતા બનતા મહિલાએ બાળકને તરછોડ્યું

આ પણ વાંચોઃ કચ્છના મોરા ગામમાં નિઃસંતાન 70 વર્ષનાં મહિલાએ લગ્નના 45 વર્ષ બાદ બાળકને આપ્યો જન્મ, બાળક અને માતા બંને સ્વસ્થ

પોતાના બાળકને છોડીને ફરાર થઈ રહી હતી માતા

ગાંધીનગરમાં તરછોડાયેલા ઘટનાને હજી અઠવાડિયુ પણ થયુ નથી, ત્યાં પાંચ દિવસમાં જ ફરી એવો જ ઘાટ સર્જાયો છે. જેમાં અમદાવાદના વેજલપુર(In Vejalpur, Ahmedabad)માં બાળક મૂકીને ફરાર(Running away leaving the baby)થઈ જવાની ઘટના બની છે. વેજલપુરના એક એપાર્ટમેન્ટ(Apartment)માં રહેતી મિઝોરમની મહિલા(Women of Mizoram) પોતાના બે દિવસના નવજાતને છોડીને ફરાર થઈ રહી હતી, ત્યારે જ સ્થાનિકોએ તેને પકડી પાડી હતી. મહિલા બાળકને મૂકીને ફરાર થઈ રહી હતી, ત્યારે રહીશોએ તેને દોડતી પકડી પાડી હતી અને પોલીસને સોંપી હતી. આમ, સ્થાનિકોની સજાગતાને કારણે આખરે એક નવજાત બાળક રઝળતા બચી ગયુ છે. જોકે, બાળક તરછોડનાર મહિલા મિઝોરમની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે મહિલા સામે કાયદેસરની પ્રક્રિયા શરૂ કરી છે.

આ પણ વાંચોઃ બાળક મોબાઇલ-લેપટોપ જેવા ગેજેટ્સનો ઉપયોગ કરી રહ્યું છે તો રાખો ખાસ ધ્યાન

જૈન દેરાસરથી મહિલા આવી હતી

તપાસમાં સામે આવ્યું કે મહિલા જૈન દેરાસરથી આવી હતી ત્યારે ઉપરના માળથી એક મહિલાને બીજી મહિલાએ નીચે ઉતરતી જોઈ હતી. ઉપરથી એક બાળકના રડવાનો પણ અવાજ આવતો હતો. ત્યારે ઉપરથી કોઈ મહિલાએ બૂમ પાડી કે, કોઈ બાળક મૂકી ગયુ છે તેવી બૂમ પડતા જ મહિલા ભાગી હતી, પણ નીચે લોકોએ તેને પકડી પાડી હતી. આ બાદ પોલીસને ફોન કરીને જાણ કરાઈ હતી. મહિલાની ભાષા ખબર પડતી ન હતી, તેમજ તેની પાસે કોઈ ઓળખત કોર્ડ પણ ન હતુ. ઉપરના માળ પર નાગાલેન્ડના વતની રહેતા હતા, આ મહિલા તેમની ત્યાં આવતી હતી. મહિલા એમ જ કહેતી હતી કે હું મિઝોરમની છું. ત્યારે મહિલાના પ્રેમી સુનિલનું આ બાળક છે. ત્યારે સુનિલે તેને 4 થી5 મહિના પહેલા છોડી દીધી હતી.

પોલીસે તપાસ શરૂ કરી

હાલમાં માતા અને બાળક સોલા સિવિલ હોસ્પિટલ(Sola Civil Hospital)માં દાખલ કરવામાં આવ્યા છે. ત્યારે આસપાસના સ્થાનિકોની સજાગતા અને પોલીસની કાર્યવાહીને કારણે માતાની ભાળ મળી ગઈ છે. પરંતુ શા માટે આ માતા બે દિવસના કુમળા બાળકને મૂકીને ભાગવા મજૂબર બની તે મામલે પોલીસ તપાસ શરૂ કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.