ETV Bharat / state

અમદાવાદ વસ્ત્રાલના મંદિર પાસે થયો દીપડાનો ભાસ, વન વિભાગે આપી ચેતવણી

author img

By

Published : Jan 18, 2021, 11:53 AM IST

જંગલ અને પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળતા પ્રાણીઓ હવે શહેર તરફ વળતા જોવા મળ્યા છે. ત્યારે થોડા સાય અગાઉ ગાંધીનગરમાં દીપડાએ આતંક મચાવ્યો હતો. તે બાદ હવે અમદાવાદમાં પણ દીપડો હોવાનો આભાસ થયો છે. જે બાદ વન વિભાગ હરકતમાં આવ્યું છે અને ચેતવણી આપી છે.

અમદાવાદ વસ્ત્રાલના મંદિર પાસે થયો દીપડાનો ભાસ, વન વિભાગે આપી ચેતવણી
અમદાવાદ વસ્ત્રાલના મંદિર પાસે થયો દીપડાનો ભાસ, વન વિભાગે આપી ચેતવણી

  • શહેરમાં દીપડાની દહેશત
  • વસ્ત્રાલમાં દીપડા હોવાનો ભાસ થયો
  • વન વિભાગે લોકોને આપી ચેતવણી

અમદાવાદ : જંગલ અને પ્રાણી સંગ્રહાલયમાં જોવા મળતા પ્રાણીઓ હવે શહેર તરફ વળતા જોવા મળ્યા છે. ત્યારે થોડા સાય અગાઉ ગાંધીનગરમાં દીપડાએ આતંક મચાવ્યો હતો. તે બાદ હવે અમદાવાદમાં પણ દીપડો હોવાનો આભાસ થયો છે. જે બાદ વન વિભાગ હરકતમાં આવ્યું છે અને ચેતવણી આપી છે.

રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી તરફથી જાહેર જનતાને સૂચના
રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી તરફથી જાહેર જનતાને સૂચના

વસ્ત્રાલમાં મંદિર પાસે દેખાયો હતો દીપડો

પ્રાપ્ત થતી માહિતી અનુસાર,અમદાવાદ વસ્ત્રાલમાં દીપડા દેખાયાની આશંકા સેવાઈ રહી છે. વસ્ત્રાલમાં આવેલા શક્તિ મંદિર પાસે રાત્રે ભૈયાજી રાજાજીના ખેતરમાં દીપડો દેખાયો હતો. વનવિભાગે આ અંગે તપાસ હાથ ધરી છે. વનવિભાગને તપાસમાં દીપડાના પગના નિશાન મળ્યા છે. જેથી વનવિભાગે લોકોને કામ વિના બહાર ન જવાની સૂચના આપી છે અને બેટરી અનેે લાકડી સાથે રાખવાની પણ સૂચના આપી છે.

અમદાવાદ વસ્ત્રાલ મંદિર
અમદાવાદ વસ્ત્રાલ મંદિર

ફોરેસ્ટ વિભાગે આપી ચેતવણી

રેન્જ ફોરેસ્ટ ઓફિસરની કચેરી તરફથી જાહેર જનતાને સૂચના આપવામાં આવી છે કે, 16 જાન્યુઆરી 2021ની રાત્રે વસ્ત્રાલની આસપાસ દીપડના પગના નિશાન જોવા મળ્યા હોવાથી પશુ પાલકો અને ગામ લોકોએ જાહેરમાં ઉંઘવું નહીં તથા રાત્રે અવર જવર કરવામાં ખાસ ધ્યાન રાખવું. તેમજ અગત્યના કામે બહાર જવાનું થાય તો તે સમયે બેટરી અનેે લાકડી જેવી વસ્તુ સાથે રાખવી તથા અવાજ થઈ શકે તેવી વસ્તુ સાથે રાખવી. જેથી જાનમાલને નુકસાન ન પહોંચે. દીપડાના સમચાર મળતા લોકોમાં દહેશત મચી ગઈ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.