ETV Bharat / state

રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલને ભાવભરી શ્રદ્ધાંજલિ આપતો શોક પ્રસ્તાવ કેબિનેટમાં પસાર કરાયો

author img

By

Published : Oct 30, 2020, 10:16 AM IST

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને રાજ્ય પ્રધાનમંડળની મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અને વરિષ્ઠ કેશુભાઇ પટેલના અવસાન અંગે ઊંડા ખેદ અને દુ:ખની લાગણી વ્યકત કરવામાં આવી હતી. રાજ્ય પ્રધાનમંડળ પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલને ભાવસભર શ્રદ્ધાંજલિ આપતો શોક પ્રસ્તાવ આ બેઠકમાં પસાર કર્યો હતો.

keshubhai
ગુજરાતના મુખ્યપ્રધાન

  • પ્રધાનમંડળે બે મિનિટનું મૌન પાળી કેશુભાઇને આપી શ્રદ્ધાંજલિ
  • મુખ્યપ્રધાનના અધ્યક્ષસ્થાને યોજાઇ પ્રધાનમંડળની બેઠક
  • કેશુભાઈ પટેલનું 92 વર્ષની વયે થયું દુઃખદ અવસાન

અમદાવાદઃ ગુજરાતના ભૂતપૂર્વ CM અને રાજ્યના અગ્રણી રાજનેતા કેશુભાઈ પટેલનું સ્ટર્લિંગ હોસ્પિટલ અમદાવાદ ખાતે ગુરુવારે 92 વર્ષની વયે થયેલા દુઃખદ અવસાનની પ્રધાનમંડળે ઉંડા ખેદ સાથે નોંધ લીધી છે. કેશુભાઈ પટેલનો જન્મ 24મી જુલાઈ, 1928ના રોજ જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે થયો હતો. તેઓ માત્ર 17 વર્ષની ઉંમરે રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘમાં જોડાયા હતાં.

અમદાવાદ - રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલને ભાવભરી શ્રદ્ધાંજલિ આપતો શોક પ્રસ્તાવ કેબિનેટમાં પસાર કરાયો
ક્યારે શરૂ કરી જનસંઘની રાજનીતિતેઓએ ભારતીય જનસંઘથી રાજનીતિની શરૂઆત કરી હતી. 1977માં પ્રથમ વખત લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ 1977 થી 1980 સુધી રાજ્યના કૃષિપ્રધાન તરીકે તેમજ સન 1990માં નર્મદા, જળસંપત્તિ, વાહન વ્યવહાર અને બંદરો વિભાગના પ્રધાન તરીકે પણ સેવાઓ આપી હતી.
અમદાવાદ - રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઇ પટેલને ભાવભરી શ્રદ્ધાંજલિ આપતો શોક પ્રસ્તાવ કેબિનેટમાં પસાર કરાયો
કેશુભાઈ પટેલની રાજકીય કારકિર્દી ઈ.સ. 1979માં મોરબીમાં મચ્છુ હોનારતમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરી હતી. કેશુભાઈ પટેલ 1978 થી 1995 સુધી કાલાવાડ, ગોંડલ અને વિસાવદર વિધાનસભા મતક્ષેત્રમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલ હતા. 1980માં કેશુભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના સ્થાપક સભ્ય રહ્યા હતા. 1995માં પ્રથમવાર તેઓના નેતૃત્વમાં રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની હતી અને તેઓએ રાજ્યના 10માં મુખ્યપ્રધાન તરીકે સેવાઓ આપી હતી. 1998માં કેશુભાઈ બીજીવાર રાજ્યના મુખ્યપ્રધાન બન્યા હતાં. CM તરીકે રાજ્યના ખેડૂતો અને ગામડાઓના વિકાસ સાથે ગુજરાતના સર્વાંગી વિકાસ માટે ઘણી યોજનાઓ અને કાર્યક્રમો કર્યા હતાં. વર્ષ 2001માં આવેલ ભૂકંપ સમયે તેઓ દ્વારા ગુજરાતને અને ખાસ કચ્છ જિલ્લાને બેઠું કરવા કરેલ કામગીરી ખૂબ જ પ્રસંશનીય રહી હતી. તેઓ વર્ષ 2002માં રાજ્યસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતાં.સામાજિક અને રાજકારણ ક્ષેત્રે તેમનું યોગદાનકેશુભાઈ પટેલ હાલમાં સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે સેવાઓ આપી રહ્યાં હતાં. તેઓએ રાજકારણ અને સામાજિક ક્ષેત્રના દરેક તબક્કે લોકસેવાને જ પ્રાધાન્ય આપ્યું હતું. તેઓની રાજકીય કારકીર્દી સમગ્ર રાજ્ય માટે ગર્વ સમાન હતી.રાજ્યના પ્રધાનમંડળે મૌન પાળીને ભાવાંજલિ કરી અર્પણતેઓની ચિરવિદાયથી ગુજરાતના રાજકીય અને સામાજિક જીવનમાં ફેલાયેલી આ શૂન્યતાને પુરાવાનો કોઈ વિકલ્પ નથી. તેવા કેશુભાઈ પટેલના અવસાન અંગે રાજ્યના પ્રધાનમંડળ, ગુજરાતની જનતા અને સરકારે ઉંડા દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી હતી. આ બેઠકમાં કેશુભાઈ પટેલના આત્માને પરમ શાંતિ મળે એવી પ્રભુ પ્રાર્થના સાથે બે મિનિટનું મૌન પાળી સ્વર્ગસ્થને ભાવભરી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.