ETV Bharat / state

પાક વીમામાં 90 ટકા સુધીનો ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

author img

By

Published : Dec 31, 2019, 6:12 PM IST

અમદાવાદઃ રાજ્યના બે ગામડા અમરગઢ અને દેવગઢમાં સરકાર દ્વારા ચૂકવામાં આવેલા પાક વીમામાં મોટી ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે, અમરગઢ અને દેવગઢમાંથી 80થી 90 ટકા જેટલી પાક વીમા રકમ ચુકવવાની હતી જેની સામે સરકારે માત્ર 1.48 ટકા પાક વીમો ચૂકવ્યો છે.

corruption in crop insurance congress allegation
પાક વીમામાં 90 ટકા સુધીનો ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સરકારી ફોર્મ્યુલા વડે કઈ રીતે પાક વીમાની ગણતરી કરવામાં આવે છે, તેના હિસાબે કેટલી રકમ થાય છે, અને સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવે છે, તે પણ દર્શાવવામાં આવ્યું હતું.

કોંગ્રેસનો આક્ષેપ છે કે, અમરગઢ ગામમાં 90 ટકા જેટલી રકમ પાક વીમા હેઠળ ચૂકવવાની હતી પરંતુ સરકાર દ્વારા માત્ર 1.48 ટકા જ રકમ ચૂકવવામાં આવી. સરકાર કૃષિ એપમાંથી નુકસાનના આંકડા નહીં, પરંતુ પંચાયતમાંથી આંકડા લે છે. સરકાર નિયમ મુજબ પુરતું વળતર પણ ચૂકવતી નથી.

રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી થઈ છે, ત્યારે સરકારની વીમા કંપનીઓ સાથે મીલીભગત હોવાનો કોંગ્રેસનો આક્ષેપ પણ કર્યો છે. ખેડૂતોને તેમના દ્વારા ચુકવવામાં આવેલા પ્રીમિયમના પૂરા પૈસા જેટલું પણ વળતર મળ્યું નથી.

પાક વીમામાં 90 ટકા સુધીનો ભ્રષ્ટાચાર થયો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ

સમગ્ર પાક વીમા કૌભાંડ રાફેલ કરતાં પણ મોટું હોવાની શક્યતા છે, આથી સરકાર પાક વીમાને લગતી તમામ આંકડાકીય માહિતી રજૂ કરે તેવી માગ કોંગ્રેસે કરી છે.

બંને ગામના ઉદાહરણથી રાજ્યના અછતગ્રસ્ત 16 તાલુકાઓના 96 ગામોમાં પણ આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની શંકા વ્યક્ત કરી હતી. કૃષિ પ્રધાને વિધાનસભાના સદનમાં અનેકવાર કોંગ્રેસ તરફે રજૂઆત કરવા છતાં પાક વીમાને લગતા તમામ આંકડા જાહેર કરાયા નથી. આગામી સમયમાં કોંગ્રેસ આ મુદ્દે હાઇકોર્ટમાં રિટ દાખલ કરી શકે તેવી શક્યતા છે.

Intro:રાજ્યના બે ગામડા - અમરગઢ અને દેવગઢમાં સરકાર દ્વારા ચૂકવામાં આવેલા પાક વિમમાં મોટી ગેરરીતિ અને કૌભાંડ થયું હોવાનું કોંગ્રેસ દ્વારા અક્ષિત કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસની માંગ કરી છે કે સરકાર પાક વીમાને લગતી તમામ આંકડાકીય માહિતી જો રજૂ કરશે તો આ ઘોટાડો રફાલ કરતાં પણ વધુ મોટું હોઈ શકે છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે આ બંને ગામડામાં 80 થી 90 ટકા જેટલી પાક વીમા રકમ ચુકવવાની હતી જેની સામે સરકારે માત્ર 1.48 ટકા પાક. વીમો ચૂકવ્યું છે...
Body:
કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં સરકારી ફોર્મ્યુલા વડે કઈ રીતે પાક વીમા ની ગણતરી કરવામાં આવે છે અને તેના હિસાબે કેટલી રકમ થાય છે અને સરકાર દ્વારા કેટલી રકમ ચૂકવવામાં આવી છે તે પણ દર્શાવવામાં આવ્યું હતું. કોંગ્રેસનો આક્ષેપ છે કે અમરગઢ ગામ માં ૯૦ ટકા જેટલી રકમ પાક વીમા હેઠળ ચૂકવવાની હતી પરંતુ સરકાર દ્વારા માત્ર 1.48 ટકા જ રકમ ચૂકવવામાં આવી. સરકાર કૃષિ એપ માંથી નુકસાનના આંકડા નહીં પરંતુ પંચાયતમાંથી આંકડા લે છે અને નિયમ મુજબ વળતર ચૂકવતી નથી. રાજ્યમાં કમોસમી વરસાદને લીધે ખેડૂતોની હાલત કફોડી છે ત્યારે સરકારની વીમા કંપનીઓ સાથે મીલીભગત હોવાનો કોંગ્રેસનો આક્ષેપ કર્યો હતો. ખેડૂતોને તેમના દ્વારા ચુકવવામાં આવેલા પ્રીમિયમ ના પૂરા પૈસા જેટલું પણ વળતર ચુકવવામાં આવ્યુ નથી.
Conclusion:બંને ગામના ઉદાહરણથી રાજ્યના અછતગ્રસ્ત16 તાલુકાઓના 96 ગામોમાં પણ આ પ્રકારનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની શંકા વ્યક્ત કરી હતી. કૃષિ મંત્રીને વિધાનસભાના સદનમાં અનેકવાર કોંગ્રેસ તરફે રજૂઆત કરવા છતાં વાપીમાં ને લગતા તમામ આંકડા જાહેર કરાતા નથી. આગામી સમયમાં કોંગ્રેસ આ મુદ્દે હાઇકોર્ટમાં રિટ દાખલ કરી શકે છે..

બાઈટ - અમિત ચાવડા, પ્રમુખ, પ્રદેશ કોંગ્રેસ કમિટી ગુજરાત
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.