ETV Bharat / state

અમદાવાદમાં કરોડોના ખર્ચે બનેલા રિવરફ્રન્ટમાં 69 કરોડનું કૌભાંડ

author img

By

Published : Aug 17, 2019, 10:00 AM IST

Updated : Aug 17, 2019, 7:40 PM IST

અમદાવાદઃ શહેરની શાન તરીકે ઓળખાતા રિવરફ્રન્ટનું 2018-19 નું ઓડિટ સામે આવ્યું છે. જેમાં 69 કરોડનો ગોટાળો થયો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. ત્યારે, આ ગોટાળાને લઈ પક્ષ અને વિપક્ષ નેતાઓ એકબીજા પર આક્ષેપબાજી કરતા જોવા મળ્યા હતા.

ફાઈલ ફોટો

વર્ષ 2018-19 ના ઓડિટમાં કરોડો રૂપિયા ક્યા કામમાં વાપરવામાં આવ્યા અને આઉટફિટમાં 69,31,11,476 રૂપિયાનો હિસાબ મળી રહ્યો નથી. સાબરમતી રિવરફ્રન્ટ કંપની કોર્પોરેશનની ગ્રાન્ટમાંથી ચાલે છે. ત્યારે પ્રજાના પૈસા ક્યાં ગયા તેનું ઓડિટ રિપોર્ટમાં નામો-નિશાન જોવા મળતુ નથી. ત્યારે વિપક્ષે ચીફ વિજિલન્સ તપાસ કરે તેવી ઊગ્ર માગ ઉઠી છે.

અમદાવાદમાં કરોડોના ખર્ચે બનેલા રિવરફ્રન્ટમાં 69 કરોડનું કૌભાંડ

રિવરફ્રન્ટનો સમગ્ર ગોટાળો સામે આવ્યા બાદ મેયર બીજલ પટેલ પૈસા ક્યાં ગયા તેની ચર્ચા કરવાને બદલે વિરોધ પક્ષ પર આક્ષેપબાજી કરી રહ્યા છે. મેયરે વિરોધ પક્ષના નેતા અને શર્માના આક્ષેપો પર જણાવ્યું કે, ઓડિટમાં ગોટાળાનો આક્ષેપ સાબિત કરવા માટે મિટિંગમાં હાજર રહેવું જરૂરી છે. વિપક્ષ નેતાએ હાજર રહીને ચર્ચા થવાની જરુર હતી અને શહેરમાં યોજાયેલ મિટિંગમાં ગેરહાજર રહીને આક્ષેપો કરવા તે યોગ્ય નથી.

Intro:બાઈટ 1: દિનેશ શર્મા, વિપક્ષ નેતા
બાઈટ 2: અમુલ ભટ્ટ ,સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન
બાઇટ 3: બીજલ બેન પટેલ ,મેયર

અમદાવાદ

બહારથી સુંદર દેખાતા રિવરફ્રન્ટના 2018 19 ના ઓડિટમાં કોલમ પુર સામે આવી છે જેમાં ૬૯ કરોડના ગોટાળા થયા હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે જ્યારે ગોટાળા સામે આવ્યા બાદ પક્ષ અને વિપક્ષની એકબીજા પર આક્ષેપબાજી જોવા મળી હતી

વર્ષ 2018 19 ના ઓડિટમાં કરોડો રૂપિયા કયા કામમાં વાપરવામાં આવ્યા તેનો હિસાબ મળી રહ્યો નથી અને આઉટફિટમાં 69,31,11,476 રૂપિયાનું કોઈ હિસાબ મળી રહ્યો નથી સાબરમતી રિવરફ્રન્ટ કંપની કોર્પોરેશનની ગ્રાન્ટમાંથી ચાલે છે પ્રજાના પૈસા ક્યાં ગયા તેનું ઓડિટ રિપોર્ટ માં કોઈ હિસાબ મળી રહ્યો નથી ત્યારે વિપક્ષી ચીફ વિજિલન્સ તપાસ કરે તેવી માંગ કરી છે



Body:સમગ્ર ગોટાળો સામે આવ્યા બાદ મેયર બીજલ પટેલ પૈસા ક્યાં ગયા તેની ચર્ચા કરવાને બદલે વિરોધ પક્ષ પર આક્ષેપબાજી કરી રહ્યા છે પટેલે વિરોધ પક્ષના નેતા અને શર્માના આક્ષેપો પર જણાવ્યું કે ઓડિટમાં ગોટાળાનો આક્ષેપ સાબિત કરવા માટે મિટિંગમાં હાજર રહેવું જરૂરી છે વિપક્ષ નેતા એ હાજર રહીને ચર્ચા કરવી જોઈતી હતી અને શહેરમાં મિટિંગમાં હાજર રહ્યા હતા ગેરહાજર રહીને આક્ષેપ કરવો એ અસ્થાને છે


Conclusion:
Last Updated : Aug 17, 2019, 7:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.