ETV Bharat / state

Corona Case In Ahmedabad : અમદાવાદમાં કોરોનાના 66 કેસ નોંધયા છતા AMC પાસે વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ નથી

author img

By

Published : Apr 4, 2023, 7:13 PM IST

અમદાવાદ શહેરમાં કોરોનાના કુલ 66 કેસ નોંધાયા છે જેમાં સૌથી વધુ થલતેજ નવરંગપુરા વર્ડમાંથી સામે આવ્યા છે. જ્યારે રોજના 35 જેટલા દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી રહ્યા છે. ત્યારે બીજી બાજુ અમદાવાદ જથ્થો પણ ઉપલબ્ધ નથી. સરકાર પાસે વેકસીનનો જથ્થો માંગવામાં આવ્યો છે.
Corona Case In Ahmedabad : અમદાવાદમાં કોરોનાના 66 કેસ નોંધયા છતા AMC પાસે વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ નથી
Corona Case In Ahmedabad : અમદાવાદમાં કોરોનાના 66 કેસ નોંધયા છતા AMC પાસે વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ નથી

અમદાવાદ : દેશમાં હવે કોરોના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે, ત્યારે અમદાવાદમાં પણ કોરોના કેસની કુલ સંખ્યા 766 પહોંચી છે. ત્યારે ગદરોજ અમદાવાદમાં કુલ 66 કેસ નોંધાયા હતા જેમાં સૌથી વધુ પશ્ચિમ ઝોનમાંથી કેસ સામે આવ્યા છે જેના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ ટેસ્ટિંગ વધારી દેવામાં આવ્યું છે.

Corona Case In Ahmedabad : અમદાવાદમાં કોરોનાના 66 કેસ નોંધયા છતા AMC પાસે વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ નથી

એક્ટિવ કેસમાં વધારો : Amc હેલ્થ અધિકારી ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે, ગતરોજ સુધી અમદાવાદ શહેરમાં કોરોનાના 66 કેસ નોંધાયા હતા. જેની સાથે કુલ એક્ટિવ કેસની સંખ્યા 766 પર પહોંચી છે. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ કેસ બોડકદેવ, થલતેજ, નવરંગપુરા વોર્ડમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે. જેમાં દૈનિક 35 જેટલા દર્દીને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોરર્પોરેશન હેઠળ આવેલ PHC અને SCS કેન્દ્રમાં હાલ દૈનિક 2000 જેટલા દર્દીનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. જો હજુ પણ કેસમાં વધારો થશે તો ટેસ્ટીગની સંખ્યામાં પણ વધારો કરવામાં આવશે. વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિનાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે વેક્સિન જથ્થો ઉપલબ્ધ નથી. ગુજરાત સરકાર પાસે પણ વેક્સિનનો જથ્થો મંગાવવામાં આવ્યો છે. જે આગામી સમયમાં જથ્થો પ્રાપ્ત થશે હાલમાં અમદાવાદની બે ખાનગી હોસ્પિટલ પાસે જ વેક્સિન છે બાકી કોઈ હોસ્પિટલમાં પણ વેક્સિન ઉપલબ્ધ નથી.

આ પણ વાંચો : Gandhinagar CMO: કોરોનાના કેસ વધતા બેઠકનો ધમધમાટ શરૂ, મોકડ્રીલ કરવા મુખ્યપ્રધાનના આદેશ

પશ્ચિમ ઝોન સૌથી વધુ 193 કેસ : દરેક ઝોન મુજબ કોરોના કેસની વાત કરવામાં આવે તો મધ્યઝોનમાં 33, પશ્ચિમ ઝોનમાં 193, ઉત્તર પશ્ચિમઝોનમાં 165, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 168, ઉત્તર ઝોનમાં 46, પૂર્વઝોનમાં 72, દક્ષિણ ઝોન 89 એમ કુલ મળીને હાલમાં 766 કુલ કેસ એક્ટિવ જોવા મળી રહ્યા છે. જેમાં આજ કુલ 115 દર્દીને આજ ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. માર્ચ મહિમા પાણીજન્ય કેસ પણ સામે આવ્યા હતા જેમાં ઝાડા ઉલ્ટીના 504 કેસ, કમળાના 126 કેસ, ટાઈફોઈડના 267 કેસ, કોલેરા 02, જ્યારે મચ્છરજન્ય કેસની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયા 07 કેસ, ઝેરી મેલેરિયા 01 કેસ, ડેન્ગ્યુના 34 કેસ જ્યારે ચિકનગુનિયાના 06 કેસ નોંધયા છે. જેમાં માર્ચ મહિમા કુલ 89,238 જેટલા લોહીના સેમ્પલ અને 3533 જેટલા સિરમના સેમ્પ લેવામાં આવ્યા છે.

આ પણ વાંચો : Corona In India: ભારતમાં કોરોનાનો કહેર, 3 હજારથી વધુ કેસ નોંધાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.