ETV Bharat / state

રિવરફ્રન્ટ પર 1100 હિન્દુ-મુસ્લિમ યુગલનાં સમૂહલગ્ન, 15 પંડિત, 10 મૌલાનાએ કરી લગ્નવિધિ

author img

By

Published : Feb 9, 2020, 9:41 AM IST

અમદાવાદમાં ઈસા ફાઉન્ડેશન એજ્યુકેશન ઇન્ડિયા પબ્લિક ટ્રસ્ટ દ્વારા સર્વધર્મ સમૂહલગ્નનું આયોજન કરાયું હતું. જેમાં 1100 યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતાં.

mass-wedding
mass-wedding

અમદાવાદ: પાલડીમાં રિવરફ્રન્ટ પર આવેલા ઇવેન્ટ સેન્ટર પર ઈસા ફાઉન્ડેશન એજ્યુકેશન ઇન્ડિયા પબ્લિક ટ્રસ્ટે સર્વધર્મ સમૂહલગ્નનું આયોજન કર્યું હતું, જેમાં હિન્દુ અને મુસ્લિમ સમાજનાં 1100 યુગલો લગ્નગ્રંથિથી જોડાયાં હતાં. જેમાં 15 પંડિત અને 10 મૌલાનાએ લગ્નની વિધિ કરાવી હતી. આ સમૂહલગ્નના ભોજન સમારંભમાં દાળ, ભાત અને મિષ્ટાન્ન એમ ત્રણ વાનગી પીરસવામાં આવી હતી.

રિવરફ્રન્ટ પર હિન્દુ-મુસ્લિમ સમાજનાં 1100 યુગલનાં સમૂહલગ્ન યોજાયા

ગત વર્ષે પણ ઈસા ફાઉન્ડેશન એજ્યકેશન ઈન્ડિયા પબ્લિક ટ્રસ્ટનો સમૂહલગ્ન યોજાયો હતો. જ્યારે આ વખતે શનિવારે ટ્રસ્ટનો 8મો સર્વધર્મ સમૂહ લગ્નોત્સવ યોજાયો. આ સમૂહ લગ્નોત્સવમાં 1 લાખ રૂપિયાની વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા છેલ્લાં 6 વર્ષથી આ પ્રકારના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે. ટ્રસ્ટના પ્રમુખ મૌલાના હબીબ અહમદે જણાવ્યું કે, ગત વર્ષે હિન્દુ અને મુસ્લિમ સમાજનાં 501 યુગલનાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.

Intro:Body:

Gujarat: 1100 couples, including both Hindu and Muslim couples, tied the knot at a mass wedding ceremony, organised in Ahmedabad yesterday. The mass wedding was organised by a Public Trust. The couples were also given gifts after their wedding.



રિવરફ્રન્ટ પર હિન્દુ-મુસ્લિમ સમાજનાં 1100 યુગલનાં સમૂહલગ્ન, 15 પંડિત અને 10 મૌલાનાએ લગ્નવિધિ કરી



અમદાવાદ: પાલડીમાં રિવરફ્રન્ટ પર આવેલા ઇવેન્ટ સેન્ટર પર ઈસા ફાઉન્ડેશન એજ્યુકેશન ઇન્ડિયા પબ્લિક ટ્રસ્ટે સર્વધર્મ સમૂહલગ્નનું આયોજન કર્યું હતું, જેમાં હિન્દુ, મુસ્લિમ સમાજનાં 1100 યુગલો લગ્નગ્રંથિથી જોડાયાં હતાં. 15 પંડિતો અને 10 મૌલાનાએ લગ્નની વિધિ કરાવી હતી. સમૂહલગ્નના ભોજન સમારંભમાં દાળ, ભાત અને મિષ્ટાન્ન એમ ત્રણ વાનગી પીરસવામાં આવી હતી. ગયા વર્ષે પણ ઈસા ફાઉન્ડેશન એજ્યુ. ઈન્ડિયા પબ્લિક ટ્રસ્ટનો સમૂહલગ્ન યોજાયો હતો. જ્યારે શનિવારે ટ્રસ્ટનો 8મો સર્વધર્મ સમૂહ લગ્નોત્સવ યોજાયો. આ સમૂહ લગ્નોત્સવમાં 1 લાખ રૂપિયાની વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી. ટ્રસ્ટ દ્વારા છેલ્લાં 6 વર્ષથી આ પ્રકારના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવે છે. ટ્રસ્ટના પ્રમુખ મૌલાના હબીબ અહમદે જણાવ્યું કે, ગત વર્ષે હિન્દુ, મુસ્લિમ સમાજનાં 501 યુગલનાં સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.