"આ મારી જ જીત છે" એમ કહીને મેરી કોમે લગાવ્યા IOC  પર આક્ષેપ

author img

By

Published : Jul 29, 2021, 11:02 PM IST

mary-kom
mary-kom ()

મેડલની દાવેદાર મેરી કોમ વિભાજીત નિર્ણયમાં તેની કોલમ્બિયન હરીફ સામે હારી ગઈ છે. પરંતુ અંતિમ પરિણામો જાહેર થતાં છ વખતની વર્લ્ડ ચેમ્પિયન સ્તબ્ધ થઈ ગઈ હતી. કારણ કે બે જજે ઇંગ્રિટની તરફેણમાં ચુકાદો આપ્યો હતો, જ્યારે બે જજ ભારતીય બોક્સરની તરફેણમાં હતા.

  • મેરી કોમ સાથે રીંગમાં થયો અન્યાય
  • 2016 રિયો ઓલિમ્પિક્સમાં ખોટા નિર્ણયો માટે બોક્સિંગની થઈ હતી ટીકા
  • હાર બાદ પણ મેરી કોમ ચાલુ રાખશે પોતાની રમત

ન્યૂઝ ડેસ્ક : છ વખતની વિશ્વ ચેમ્પિયન એમસી મેરી કોમે ગુરુવારે આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટી (IOC) ની બોક્સીંગ ટાસ્ક ફોર્સને તેના ફ્લાયવેટ (51 કિગ્રા) પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં નબળા નિર્ણયો માટે જવાબદાર ગણાવી હતી, જેમાં ત્રણમાંથી બે રાઉન્ડ જીત્યા હોવા છતાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. IOC દ્વારા કથિત કુશાસન અને નાણાકીય ગેરવહીવટ માટે ઇન્ટરનેશનલ બોક્સિંગ એસોસિએશન (AIBA) પર પ્રતિબંધ મુકાયા બાદ ટાસ્ક ફોર્સ ટોક્યોમાં બોક્સિંગ ઇવેન્ટનું આયોજન કરી રહ્યું છે.

આ પણ વાંચો- મારું મુખ્ય લક્ષ્ય મારા ઓલિમ્પિક મેડલનો રંગ બદલવાનું છે: મેરી કોમ

મેરી કોમે આપ્યું ફોન પર ઈન્ટર્વ્યુ

"હું આ નિર્ણયને જાણતી નથી અને સમજી શકતી નથી, કર્મચારીઓમાં શું ખોટું છે?" મેરી કોમે કોલમ્બિયાની ઇંગ્રિટ વેલેન્સિયાને પૂર્વ ક્વાર્ટર ફાઇનલમાં હાર મેળવ્યા બાદ ટોક્યોથી PTIને ફોન પર આપેલા ઇન્ટરવ્યુમાં પૂછ્યું હતું કે, IOC માં શું ગરબડ છે? મેરી કોમે કહ્યું, 'હું પણ ઓલિમ્પિક કર્મચારીઓમાંથી એક હતી. હું પણ એક યોગ્ય સ્પર્ધા સુનિશ્ચિત કરવા માટે સૂચનો આપી રહી હતી અને તેમનો સહયોગ કરતી હતી, પરંતુ તેમણે મારી સાથે અન્યાય કર્યો?'

હું જાણું છું આ મારી જીત છે: મેરી કોમ

તેણે કહ્યું, હું રીંગની અંદર પણ ખુશ હતી, જ્યારે હું બહાર છું ત્યારે પણ ખુશ છું. કારણ મારુ મન જાણે છે કે આ જીત મારી જ છે. જ્યારે તેઓ મને ડોપિંગ માટે લઈ ગયા ત્યારે પણ હું ખુશ હતી. જ્યારે મેં સોશિયલ મીડિયા પર જોયું અને મારા કોચ (છોટે લાલ યાદવે મને આ વાતનું પુનરાવર્તન કર્યું) ત્યારે મને સમજાયું કે હું હારી ગઇ છું. મેરી કોમે કહ્યું, મેં આ બોક્સરને અગાઉ બે વાર હરાવી છે. હું માની જ શકતી ન હતી કે રેફરીએ તેનો હાથ ઉંચો કર્યો છે. હું સાચુ કહુ છું કે, મને ખ્યાલ પણ નથી આવ્યો કે હું પરાજિત થઈ ગઈ છું. મને મારા પર ખૂબ જ વિશ્વાસ હતો.

બોક્સિંગ ટાસ્ક ફોર્સે આ વખતે વધુ પારદર્શક નિર્ણય લેવાનું વચન આપ્યું હતું

સૌથી ખરાબ બાબત એ છે કે, હું અંતિમ નિર્ણયની સમીક્ષા કે વિરોધ કરી શકતી નથી. સાચું કહું તો, મને ખાતરી છે કે આખી દુનિયાએ જોયું જ હશે કે તેમણે શું કર્યું, મારે સર્વસંમતિથી બીજો રાઉન્ડ જીતવો જોઈતો હતો, તો તે કેવી રીતે 3-2 હોઈ શકે? IOCની બોક્સિંગ ટાસ્ક ફોર્સે આ વખતે વધુ પારદર્શક નિર્ણય લેવાનું વચન આપ્યું હતું. કારણ કે, 2016 રિયો ઓલિમ્પિક્સમાં ખોટા નિર્ણયો માટે બોક્સિંગની ભારે ટીકા કરવામાં આવી હતી, ત્યારબાદ 36 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. મેરી કોમ બોક્સિંગ ટાસ્ક ફોર્સના 10 સભ્યના એથલેટ ગ્રુપનો ભાગ છે.

આ પણ વાંચો- આવનારી ઓલિમ્પિક મારા માટે છેલ્લી હોઇ શકેઃ મેરી કોમ

મેરી કોમનો ઓલિમ્પિક પ્રવાસ ટોક્યો સિઝનમાં જ સમાપ્ત થઈ ગયો

તે પેનલમાં એશિયન જૂથનું પ્રતિનિધિત્વ કરે છે, જેમાં યુક્રેનથી બે વખતના ઓલિમ્પિક અને વર્લ્ડ ગોલ્ડ મેડલ વિજેતા બોક્સર વસીલ લામાચેન્કો (યુરોપ) અને પાંચ વખતના વર્લ્ડ ચેમ્પિયન અને 2016ના ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા જુલિયો સીઝર લા ક્રુઝ (અમેરિકા) નો સમાવેશ થાય છે. મેરી કોમે કહ્યું, 'એક મિનિટ કે એક સેકન્ડમાં એથ્લેટ માટે બધું ખોવાઈ જાય છે, જે બન્યું તે દુર્ભાગ્યપૂર્ણ છે. જજના નિર્ણયથી હું નિરાશ છું. તેનો ઓલિમ્પિક પ્રવાસ ટોક્યો સિઝનમાં જ સમાપ્ત થઈ ગયો છે, પરંતુ તે રમતને અલવિદા કહેવાના મૂડમાં નથી. તેણે કહ્યું, 'હું આરામ કરીશ, પરિવાર સાથે સમય વિતાવીશ. પરંતુ હું રમત છોડી રહી નથી. જો કોઈ ટૂર્નામેન્ટ હોય, તો હું તેમા મારું નસીબ અજમાવીશ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.