ETV Bharat / sports

રાફેલ નડાલે જીત્યો મુબાદલા વર્લ્ડ ટેનિસ ચેમ્પિયનશીપનો ખિતાબ

author img

By

Published : Dec 22, 2019, 11:29 PM IST

અબુ ધાબી
etv bharat

અબુ ધાબી : ગ્રીસના સ્ટેફાનોસ સિતસિપાસને હરાવી રાફેલ નડાલે મુબાદલા વર્લ્ડ ટેનિસ ચેમ્પિયનશીપ ખિતાબ જીત્યો છે.

વર્લ્ડ નંબર-1 સ્પેનના રાફેલ નડાલે પ્રથમ સેટમાં હાર બાદ 2 સેટમાં પરત ફરતા ગ્રીસના સ્ટેફાનોસ સિતસિપાસને હરાવી મુબદલા વર્લ્ડ ટેનિસ ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો છે.

વર્લ્ડ ટેનિસ ચેમ્પિયનશીપનો ખિતાબ
વર્લ્ડ ટેનિસ ચેમ્પિયનશીપનો ખિતાબ

નડાલે ફાઈનલમાં વર્લ્ડ નંબર-6 સિતસિપાસને 6-7 (3-7) 7-5 7-6 (7-3)થી હરાવી ખિતાબ પોતાને નામ કર્યો છે. 19 વખત ગ્રાન્ડ સ્લેમ વિજેતા નડાલનો આ રેકોર્ડ 5મો આબુ ધાબી ખિતાબ છે. નડાલે ગયા માસે એટીપી ફાઈનલમાં પણ સિતસિપાસને 6-7, 6-4, 7-5થી હાર આપી છે.

નડાલ અને સિતપાસ હવે આવતા મહિને રમાનાર વર્ષનો પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયા ઓપનમાં રમશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.