ETV Bharat / sports

T20 WC: ભારતનો સ્કોટલેન્ડ સામે ભવ્ય વિજય, બોલર્સ બન્યાં જીતનાં હિરો

author img

By

Published : Nov 5, 2021, 7:28 PM IST

Updated : Nov 5, 2021, 10:57 PM IST

Team India એ T20 વર્લ્ડ કપમાં તેની ચોથી મેચ આજે સુપર-12નાં ગ્રુપ 2માં ભારત અને સ્કોટલેન્ડ વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં ઈન્ડિયન કેપ્ટન વિરાટ કોહલીએ પોતાનાં બર્થ ડે પર ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી અને આ ફેસલો એકદમ સફળ સાબિત થયો હતો. પહેલા બેટિંગ કરતા ઈન્ડિયન બોલર્સની આક્રમક બોલિંગ સામે સ્કોટલેન્ડની ટીમ માત્ર 85 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મેચમાં જાડેજા અને શમીએ 3-3 વિકેટ ઝડપી ભારતને જીતની રાહ બતાવી હતી.

T20 WC: ભારતે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે
T20 WC: ભારતે ટોસ જીત્યો, પ્રથમ બોલિંગ કરશે

  • ભારતનો ભવ્ય વિજય
  • ભારતની શાનદાર વાપસી
  • રાહુલ - 50, રોહિત - 30 રન

ન્યુઝ ડેસ્ક : આજે ભારત અને સ્કોટલેન્ડની દુબઇ ખાતે યોજાઇ હતી. મેચમાં ભારત શરૂઆતથી જ સ્કોટલેન્ડ સામે હાવી બન્યું હતું. ભારતનાં બોલર્સે તરખાટ મચાવતાં પૂરી 20 ઓવર પણ સ્કોટલેન્ડનાં ખેલાડીઓને ન રમવા દિધી અને 85 નાં સ્કોર પર 10 વિકેટ ઝડપી લિધી હતી. જેમાં ભારત તરફથી જાડેજા અને શમી એ 3 3 વિકેટ, બુમરાહે 2 વિકેટ અને અશ્વિને 1 વિકેટ ઝડપી હતી.

  • ભારતીય બોલર્સનો દેખાવ
બોલર્સવિકેટ
જાડેજા3
શમી 3
બુમરાહ 2
અશ્વિન1

ભારતીય બેસ્ટમેનનો દેખાવ

બેસ્ટમેનરન
રાહુલ50
રોહિત30
વિરાટ02
શુર્યકુમાર 06

ભારતની ટીમ

ભારતીય પ્લેઇંગ 11 ટીમમાં કે.એલ. રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી, શુર્યકુમાર યાદવ, રિષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અશ્વિન, વરૂણ ચક્રવતી, મોહમદ શમી, અને બુમરાહ નો સમાવેશ કરાયો છે.

સ્કોટલેન્ડની ટીમ

સ્કોટલેન્ડ પ્લેઇંગ 11 ટીમમાં જ્યોર્જ મુન્સે, કાયલ કોએત્ઝર, મેથ્યુ ક્રોસ, રિચી બેરિંગ્ટન, કેલમ મેકલિયોડ, માઈકલ લીસ્ક, ક્રિસ ગ્રીવ્સ, માર્ક વોટ, અલાસ્ડેર ઈવાન્સ, સફયાન શરીફ, અને બ્રેડલી વ્હીલ નો સમાવેશ કરાયો છે.

Last Updated : Nov 5, 2021, 10:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.