ETV Bharat / sports

સુનીલ ગાવસ્કરે ભારતીય ક્રિકેટ ટીમને આપી મહત્ત્વની સલાહ

author img

By

Published : Oct 29, 2021, 10:21 AM IST

સુનીલ ગાવસ્કરે Team Indiaને આપી મહત્ત્વની સલાહ
સુનીલ ગાવસ્કરે Team Indiaને આપી મહત્ત્વની સલાહ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે ટીમ ઈન્ડિયાને મહત્ત્વની સલાહ આપી છે. તેમનો વિચાર છે કે, દુબઈમાં થનારી આ મેચમાં ટીમ ઈન્ડિયા પોતાની પ્લેઈંંગ ઈલેવનમાં થોડા ફેરફાર કરી શકે છે.

  • ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન સુનીલ ગાવસ્કરે ટીમ ઈન્ડિયાને આપી સલાહ
  • ટીમ ઈન્ડિયા પોતાની પ્લેઈંગ ઈલેવનમાં થોડા ફેરફાર કરી શકે છે
  • શરૂઆતી મેચમાં પંડ્યા અને ભૂવનેશ્વર બંને ફ્લોપ રહ્યા હતા

નવી દિલ્હીઃ દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે ખરાબ ફોર્મમાં ચાલી રહેલા હાર્દિક પંડ્યા અને ભૂવનેશ્વર કુમારની જગ્યાએ ટીમ ઈન્ડિયાના દુબઈમાં ન્યૂ ઝિલેન્ડ સામે થનારી ICC T20 વર્લ્ડ કપ સુપર 12 મેચ માટે 2 ખેલાડીઓની જગ્યા લીધી છે.

ભારતે સેમિફાઈનલમાં ક્વાલિફાય થવા દરેક મેચ જીતવી પડશે

ભારતે પોતાની ટી20 વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત પાકિસ્તાન સાથેની મેચ સાથે કરી હતી. હવે મેન ઈન બ્લૂને સેમિફાઈનલમાં ક્વાલિફાય કરવા માટે પોતાને મજબૂત કરવા માટે સુપર 12 તબક્કામાં દરેક મેચ જીતવી પડશે.

આ પણ વાંચો- IPL 2022: હરાજી પહેલા ટીમો કેટલા ખેલાડીઓને કરી શકે છે રિટેઈન, જાણો હરાજી અંગેના અવનવા નિયમો

સુનીલ ગાવસ્કરે આપી મહત્ત્વની સલાહ

સુનીલ ગાવસ્કરે ટીમ ઈન્ડિયાને સલાહ આપી છે કે, જો ઓલરાઉન્ડર બોલિંગ કરવા માટે ફિટ નથી તો તે હાર્દિકની ઉપર ઈશાન કિશનને પસંદ કરે. તેમણે ભૂવનેશ્વરની જગ્યાએ શાર્દુલ ઠાકુરને શામેલ કરવાની પણ સલાહ આપી છે.

આ પણ વાંચો- સૌરવ ગાંગુલીએ એટીકે મોહન બાગાન છોડી દીધું

ટીમમાં મોટા ફેરફારથી એવું જાણવા મળે કે તમે ગભરાઈ ગયા

ગાવસ્કરે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, જો હાર્દિક પંડ્યા તેના ખભાની ઈજાના કારણે બોલિંગ નથી કરી રહ્યા. તો તે પાકિસ્તાન સામે મેચમાં ઈશાન કિશન શાનદાર ફોર્મમાં છે. આ માટે હું નિશ્ચિતરૂપે તેમને પંડ્યાથી આગળ માનીશ અને કદાચ તમે ભૂવનેશ્વર કુમારના સ્થાન પર શાર્દુલ ઠાકુર માટે વિચારી શકો છો, પરંતુ જો તમે ખૂબ જ વધુ પરિવર્તન કરો છો. તો તમે વિપક્ષને બતાવો છો કે, તમે ગભરાઈ ગયા છો.

પંડ્યા અને ભૂવી શરૂઆતી મેચમાં ફ્લોપ સાબિત થયા

પંડ્યા અને ભૂવી બંનેએ પોતપોતાની શરૂઆતી મેચમાં બેટિંગ અને બોલિંગમાં ફ્લોપ રહ્યા હતા. પંડ્યાએ 7મા નંબર પર બેટિંગ કર્યા પછી 8 બોલમાં ફક્ત 11 રન બનાવ્યા હતા. જ્યારે ભૂવનેશ્વરે પોતાની 3 ઓવરમાં 25 રન આપીને વિકેટ લીધી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.