ETV Bharat / sports

US Open Final 2023: જોકોવિચે મેદવેદેવને હરાવીને તેનું 24મું ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 11, 2023, 10:33 AM IST

Etv BharatUS Open Final 2023
Etv BharatUS Open Final 2023

નોવાક જોકોવિચે ડેનિલ મેદવેદેવને રોમાચક મેચમાં 6-3, 7-6(5), 6-3થી હરાવ્યો હતો. જોકોવિચે 22 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવાના રાફેલ નડાલના રેકોર્ડને તોડી નાખ્યો છે.

ન્યૂયોર્કઃ નોવાક જોકોવિચે ફાઇનલમાં ડેનિલ મેડવેડેવને હરાવીને તેનું ચોથું યુએસ ઓપન મેન્સ સિંગલ ટાઇટલ જીત્યું હતું. સર્બિયન ખેલાડીએ પ્રથમ સેટમાં 6-3થી આસાનીથી હરાવી જીત મેળવી હતી. બીજા સેટમાં મેડવેડેવે વાપસી કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ટાઈ-બ્રેકરમાં હારી ગયો કારણ કે સર્બ 7-6(5) થી જીતી ગયો. ત્યારપછી ત્રીજા સેટમાં જોકોવિચે પ્રથમ બે સેટને મજબૂત બનાવીને 6-3થી જીત મેળવી હતી.

રાફેલ નડાલના રેકોર્ડને તોડી નાખ્યોઃ જોકોવિચ ચોથું યુએસ ઓપન ટાઇટલ જીતી લીધું છે. આ વર્ષની શરૂઆતમાં જોકોવિચે 22 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવાના રાફેલ નડાલના રેકોર્ડને તોડી નાખ્યો હતો. જોકોવિચને જૂલાઈમાં વિમ્બલ્ડનની ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, તેણે 2023માં 4માંથી 3 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે.

એકમાત્ર પુરુષ ટેનિસ ખેલાડીઃ આ મેચમાં સર્બિયન ખેલાડી નોવાક જોકોવિચે શાનદાર જીત નોંધાવી હતી અને ડેનિલ મેદવેદેવને 6-3, 7-6 (7/5) 6-3થી હરાવીને ગ્રાન્ડ સ્લેમ જીત્યો હતો. આ સાથે તે 24 ગ્રાન્ડ સ્લેમ જીતનાર એકમાત્ર પુરુષ ટેનિસ ખેલાડી બની ગયો છે. નોવાક જોકોવિચ એ મહિલા ટેનિસ ખેલાડી માર્ગારેટ કોર્ટની બરાબરી પર છે, જેને 24 ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે.

જોકોવિચે 36મી ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ રમી: નોવાક જોકોવિચે યુએસ ઓપન 2023 દ્વારા તેની 36મી ગ્રાન્ડ સ્લેમ ફાઈનલ રમી હતી. જોકોવિચે 36માંથી 24 વખત ટાઇટલ જીત્યા છે. 10 વખત ઓસ્ટ્રેલિયન ઓપન, 7 વખત વિમ્બલ્ડન, 3 વખત ફ્રેન્ચ ઓપન અને 4 વખત યુએસ ઓપન જીતી છે. આ વખતે જોકોવિચે યુએસ ઓપનનું ચોથું ટાઇટલ જીત્યું હતુ.

આ પહેલા જોકોવિચે વિમ્બલ્ડન 2023માં: સર્બિયાના સ્ટાર ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે સિનસિનાટી ઓપનની ફાઇનલમાં વિશ્વના નંબર વન ખેલાડી કાર્લોસ અલ્કારાઝને હરાવીને ટાઇટલ જીત્યું હતું.

આ પણ વાંચોઃ

  1. IND vs PAK Asia Cup Super 4 : આજે રિઝર્વ ડે પર પણ ભારત-પાકિસ્તાનની મેચ રદ્દ થશે તો શું થશે?
  2. The Ranji Trophy: ભારતના સૌથી પહેલા ક્રિકેટર જામનગરના રાજવી જામ રણજીતસિંહની આજે 151મી જન્મજયંતિ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.