ETV Bharat / sports

Women's World Boxing Championship: સ્વીટી બૂરાએ ફાઇનલમાં ચીનની વાંગ લીનાને હરાવી ગોલ્ડ મેડલ જીત્યો

author img

By

Published : Mar 25, 2023, 10:24 PM IST

ભારતની સ્વીટી બૂરાએ વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. બુરા ચીનની વાંગ લીનાને 3-2થી હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બની છે.

saweety-boora-became-world-champion-by-defeating-chinas-wang-lina-in-world-boxing-championship-2023
saweety-boora-became-world-champion-by-defeating-chinas-wang-lina-in-world-boxing-championship-2023

નવી દિલ્હી: ભારતની અનુભવી બોક્સર સ્વીટી બુરાએ શનિવારે નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમાયેલી મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં ચીનની વાંગ લીનાને 3-2થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ મેચમાં બુરાએ પહેલા રાઉન્ડથી જ વાંગ લીના પર પ્રભુત્વ જમાવ્યું હતું અને તે શરૂઆતથી જ આક્રમક દેખાતી હતી.

ચીનની વાંગ લીનાને હરાવી: ભારતની દિગ્ગજ બોક્સર સ્વીટી બુરા 2014માં મહિલા વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતવાની નજીક પહોંચી હતી પરંતુ જીતી શકી ન હતી. હરિયાણાની આ બોક્સરે વિમેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપ 2023ની સેમિફાઇનલ મેચમાં 4-3થી જીત મેળવી હતી. અને હવે સ્વીટી બૂરા 81 કિગ્રા વર્ગમાં વર્લ્ડ ચેમ્પિયન બની છે. સ્વીટી બુરાએ 2018ની ચેમ્પિયન અને 2019ની બ્રોન્ઝ મેડલ વિજેતા ચીનની વાંગ લીનાને 3-2થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આ પણ વાંચો: BCCI on Bangladeshi players: BCCI આગામી IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓ પર પ્રતિબંધ લગાવી શકે!

હરિયાણામાં બોક્સિંગની તાલીમ: સ્વીટી બુરા હરિયાણા રાજ્યના હિસાર જિલ્લાની છે. 10 જાન્યુઆરી 1993ના રોજ ખેડૂત પરિવારમાં જન્મેલી સ્વીટી બૂરા રાજ્ય સ્તરની કબડ્ડી ખેલાડી રહી ચૂકી છે. 2009માં તેના પિતાની વાત સાંભળ્યા પછી સ્વીટીએ બોક્સિંગમાં તેની કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું. સ્વીટી બુરાના પિતા રાષ્ટ્રીય સ્તરની બાસ્કેટબોલ ખેલાડી રહી ચૂક્યા છે. સ્વીટીએ હરિયાણામાં જ બોક્સિંગની તાલીમ લીધી છે. ગત નવેમ્બરમાં જોર્ડનમાં યોજાયેલી એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં 81 કિગ્રા વજન વર્ગમાં રમતી સ્વીટી બુરાએ કઝાકિસ્તાનની બોક્સરને 5-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આ પણ વાંચો: IPL 2023 Captains: IPL 16માં કોણ નિભાવશે કેપ્ટનશીપ, જાણો કોણ છે તમારી ફેવરિટ ટીમનો કેપ્ટન?

ભારતીય બોક્સિંગ માટે ઐતિહાસિક દિવસ: ભારતની પ્રથમ યુવા બોક્સર નીતુ ઘંઘાસે 48 કિગ્રા વર્ગની અંતિમ મેચમાં મંગોલિયાની લુત્સેખાન એટલાન્ટસેટસેગને 5-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યારબાદ ભારતની અનુભવી બોક્સર સ્વીટી બુરાએ ચીનની વાંગ લીનાને હરાવી ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો. અન્ય બે ભારતીય બોક્સર નિખત ઝરીન અને લવલીના બોર્ગોહેનની ફાઈનલ મેચ રવિવારે રમાશે. ભારતના 125 કરોડ લોકોને આ બંને પાસેથી ગોલ્ડ મેડલ જીતવાની આશા છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે આ બંને સ્ટાર બોક્સર ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહે છે કે નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.