ETV Bharat / sports

ગોલ્ડન બોયની વધુ એક 'ગોલ્ડ સિદ્ધિ', નીરજ ચોપરાએ કુઓર્ટાને ગેમ્સમાં મેળવ્યો ગોલ્ડ

author img

By

Published : Jun 19, 2022, 7:14 AM IST

ગોલ્ડન બોયથી પ્રખ્યાત ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ (Olympic champion javelin thrower Neeraj Chopra) ફિનલેન્ડમાં કુઓર્ટેન ગેમ્સમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ચોવીસ વર્ષના નીરજે 86.69 મીટરના પ્રયાસ સાથે મેડલ જીત્યો હતો. (Neeraj Chopra wins gold medal at Kuortane Games)

નીરજ ચોપરાએ કુઓર્ટાને ગેમ્સમાં મેળવ્યો ગોલ્ડ
નીરજ ચોપરાએ કુઓર્ટાને ગેમ્સમાં મેળવ્યો ગોલ્ડ

નવી દિલ્હી: ઓલિમ્પિક ચેમ્પિયન નીરજ ચોપરાએ (Olympic champion javelin thrower Neeraj Chopra) શનિવારે ફિનલેન્ડમાં કુઓર્ટેન ગેમ્સમાં ભાલા ફેંક સ્પર્ધામાં ચાર દિવસમાં બીજી વખત ગ્રેનાડાના વર્તમાન વિશ્વ ચેમ્પિયન એન્ડરસન પીટર્સને હરાવી સિઝનનો પ્રથમ ગોલ્ડ જીત્યો છે. ચોવીસ વર્ષના નીરજે 86.69 મીટરના પ્રયાસ સાથે મેડલ જીત્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઓલિમ્પિકમાં તેમણે ગોલ્ડ જીતીને દેશનું નામ રોશન કર્યું હતું. (Neeraj Chopra wins gold medal at Kuortane Games)

આ પણ વાંચો : ગોલ્ડન બોય નીરજ ચોપરાએ પોતાનો જ રેકોર્ડ તોડીને નવો કિર્તિમાન સ્થાપ્યો

પ્રથમ પ્રયાસમાં જ મોટી જીત : તેણે આ અંતર તેના પ્રથમ પ્રયાસમાં જ હાંસલ કર્યું હતું, જ્યારે તેનો બીજો અને ત્રીજો પ્રયાસ ફાઉલ થયો હતો. તે બાદ તેણે એક પણ પ્રયાસ કર્યો નહતો. 2012 ઓલિમ્પિક ચેમ્પિયન ત્રિનિદાદ અને ટોબેગોના કેશોર્ન વોલકોટ 86.64 મીટર સાથે બીજા સ્થાને જ્યારે પીટર્સ 84.75 મીટરના શ્રેષ્ઠ પ્રયાસ સાથે ત્રીજા સ્થાને રહ્યા હતા.

આ પણ વાંચો : Laureus World Sports Awards 2022: નીરજ ચોપરા 'લોરેસ વર્લ્ડ સ્પોર્ટ્સ એવોર્ડ્સ 2022' માટે નોમિનેટ

પાવો નુર્મી ગેમ્સમાં મેળવ્યો હતો સિલ્વર : નીરજે અગાઉ ફિનલેન્ડના તુર્કુમાં પાવો નુર્મી ગેમ્સમાં (Pavo Nurmi Games in Turku) 89.30 મીટરના પ્રયાસ સાથે સિલ્વર જીત્યો હતો. 30 જૂને સ્ટોકહોમમાં યોજાનારી ડાયમંડ લીગ (Diamond League in Stockholm) પહેલા આ જીત ચોક્કસપણે તેનો આત્મવિશ્વાસ વધારશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.