ETV Bharat / sports

Japan Open 2023: ભારતનું વધાર્યુ ગૌરવ, લક્ષ્ય સેને જાપાન ઓપન 2023ની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો

author img

By

Published : Jul 28, 2023, 5:22 PM IST

Updated : Jul 28, 2023, 5:28 PM IST

Japan Open 2023
Japan Open 2023

ભારતના સ્ટાર બેડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેને શુક્રવારે જાપાન ઓપન 2023ની સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. બીજી તરફ, સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની મેન્સ ડબલ્સની જોડી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.

જાપાન: કેનેડા ઓપન 2023ના વિજેતા લક્ષ્ય સેને BWF વર્લ્ડ ટૂર પર તેની સતત ત્રીજી સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. પરંતુ ભારતને એક મોટો આંચકો લાગ્યો હતો કારણ કે, સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની ઇનફોર્મ મેન્સ ડબલ્સ જોડી શુક્રવારે ક્વાર્ટર ફાઇનલમાં હારી ગઈ છે.

પુરુષ ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં: 16 જુલાઈના રોજ યુએસ ઓપનની સેમિફાઈનલમાં ઓલ-ઈંગ્લેન્ડ 2023ની ચેમ્પિયન લી શી ફેંગ સામે હારી ગયેલા લક્ષ્યે જાપાનના કોકી વતનબે ને 2 કલાક અને 47 મિનિટના સંઘર્ષમાં 21-15, 21-19 સીધી ગેમમાં હરાવ્યો હતો. પુરુષ ડબલ્સની ક્વાર્ટર ફાઇનલમાં, ત્રીજા નંબરના ખેલાડી સાત્વિકસાઇરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટી 70 મિનિટના મુકાબલામાં ચાઇનીઝ તાઇપેઇના લી યાંગ અને વાંગ ચી-લિન સામે ત્રણ ગેમમાં 15-21, 25-23, 16-21થી હારી ગયા હતા.

ભારતીય ધ્વજને લહેરાવ્યો હતો: કેનેડા ઓપન જીતવા માટે 10 જુલાઈના રોજ ફાઇનલમાં ચીનના લી શી ફેંગને હરાવીને વિશ્વમાં નંબર 13 લક્ષ્ય સેને આ BWF વર્લ્ડ ટૂર સુપર 750 ઈવેન્ટમાં કોકી વતનબે સામે પ્રભાવશાળી પ્રદર્શન કરીને ભારતીય ધ્વજને લહેરાવ્યો હતો.

હજુ કયા મુકાબલા બાકી છે: કોમનવેલ્થ ગેમ્સના સુવર્ણ ચંદ્રક વિજેતાએ તેમનું પ્રભાવશાળી ફોર્મ ચાલુ રાખ્યું હતું અને ટોપના મુકાબલામાં સ્થાન મેળવવા માટે થાઈલેન્ડના કુનલાવત વિટિડસેર્ન અને ઈન્ડોનેશિયાના જોનાથન કિર્સ્ટી વચ્ચેની મેચના વિજેતા સાથે ટકરાશે. ભારતના અન્ય પુરૂષ સિંગલ્સ ખેલાડી એચ.એસ. પ્રણય, જે હજુ પણ દોડમાં છે, ક્વાર્ટર ફાઇનલમાં ટોચના ક્રમાંકિત અને ભૂતપૂર્વ વિશ્વ ચેમ્પિયન ડેનમાર્કના વિક્ટર એક્સેલસન સામે ટકરાશે.

આ પણ વાંચો:

ICC World Cup 2023 : આગામી દિવસોમાં વર્લ્ડ કપ 2023નો નવો કાર્યક્રમ જાહેર થશે, જય શાહનો ઈશારો

Bhuvneshwar Kumar Retirement : ભારતનો આ સ્ટાર બોલર ટૂંક સમયમાં ક્રિકેટમાંથી નિવૃત્તિ લેશે, જેના નામે છે અનોખો રેકોર્ડ

Last Updated :Jul 28, 2023, 5:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.