ETV Bharat / sports

Asian Games 2023 : એશિયન ગેમ્સમાં ભારતે 50 મીટર રાઈફલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 27, 2023, 11:06 AM IST

ચીનના હાંગઝોઉમાં ચાલી રહેલી એશિયન ગેમ્સમાં ભારતે ચોથા દિવસે પહેલો મેડલ જીત્યો છે. સિલ્વર મેડલ સમરા, આશી ચૌકસે અને માનિની ​​કૌશિકની ત્રિપુટીએ 50 મીટર રાઇફલ 3P ટીમ ઇવેન્ટમાં જીત્યો છે.

Etv BharatAsian Games 2023
Etv BharatAsian Games 2023

હાંગઝોઉઃ ચીનના હાંગઝોઉમાં ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન જારી રાખ્યું છે. એશિયન ગેમ્સના ત્રીજા દિવસે ભારતે 1 ગોલ્ડ મેડલ સહિત 3 મેડલ જીત્યા હતા. ભારતે 3 દિવસમાં કુલ 14 મેડલ જીત્યા હતા. હવે ચોથા દિવસનો પહેલો મેડલ ભારતના ખાતામાં જોડાઈ ગયો છે. ભારતે 27 સપ્ટેમ્બરે દિવસનો પ્રથમ સિલ્વર મેડલ જીત્યો હતો. આ સિલ્વર મેડલ સમરા, આશી ચૌકસે અને માનિની ​​કૌશિકની ત્રિપુટીએ 50 મીટર રાઇફલ 3P ટીમ ઇવેન્ટમાં જીત્યો હતો. ભારત માટે આ 15મો મેડલ છે. હવે ભારતના ખાતામાં ચાર દિવસના મેડલ સહિત કુલ 15 મેડલ છે.

ઘોડેસવારીમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો: ચોથા દિવસે, ભારતની સિફ્ટ સામરા અને આશી ચોકસીએ 50 મીટર રાઇફલ 3 પોઝિશન મહિલા વર્ગની ફાઇનલમાં ક્વોલિફાય કર્યું છે. સિફ્ટ ક્વોલિફિકેશનમાં બીજા ક્રમે અને આશી છઠ્ઠા ક્રમે રહી. એશિયન ગેમ્સ 2023ની ઘોડેસવારી સ્પર્ધામાં મંગળવારે ત્રીજા દિવસે ભારતે ગોલ્ડ મેડલ જીત્યો. ઘોડેસવારી ટીમે ડ્રેસેજ ઈવેન્ટમાં ટોપ કરીને ગોલ્ડ મેડલ જીતીને એશિયન ગેમ્સમાં ત્રીજો ગોલ્ડ મેડલ જીત્યો હતો. દિવ્યકીર્તિ સિંહ, હૃદય વિપુલ છેડ અને અનુષ અગ્રવાલે કુલ 209.205 ટકા સાથે ટોચનું સ્થાન મેળવ્યું હતું.

એશિયન ગેમ્સ 2023માં ગોલ્ડ: અન્ય ગોલ્ડ મેડલની વાત કરીએ તો 10 મીટર એર શૂટિંગમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ મળ્યો હતો. આ ગોલ્ડ મેડલ ભારત માટે દિવ્યાંશ પંવાર, રૂદ્રાક્ષ પાટીલ અને ઐશ્વર્યા તોમરની ત્રિપુટીએ જીત્યો હતો. આ ઉપરાંત ભારતે ચીનનો 1893.3નો રેકોર્ડ તોડીને નવો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો. એશિયન ગેમ્સ 2023માં અન્ય ગોલ્ડ મેડલની વાત કરીએ તો સોમવારે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને 19 રનથી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

  • 🥈🇮🇳 Team India Shines Bright 🇮🇳🥈

    Incredible marksmanship on display! 🎯👏

    Congratulations to our phenomenal trio, @SiftSamra, Manini Kaushik, and Ashi Chouksey, on their stellar performance in the 50m Rifle 3 Positions Women's Team event! 🥈👩🎯

    Very well done, girls!!… pic.twitter.com/wTC9e3XwVz

    — SAI Media (@Media_SAI) September 27, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ભારતીય હોકી ટીમે શાનદાર પ્રદર્શન કર્યુ: ગઈકાલે તન્વી ખન્ના, જોશના ચિનપ્પા અને અનાહત સિંહની ભારતની મહિલા સ્ક્વોશ ટીમે પાકિસ્તાનને 3-0થી હરાવ્યું હતું. અનાહતે પાકિસ્તાનની સાદિયા ગુલને 11-6, 11-6 અને 11-3થી હરાવીને 3-0થી જીત મેળવી હતી. અન્ય મેચમાં જોશના ચિનપ્પાએ પાકિસ્તાનના નૂર ઉલ હક સાદિયાને 3-0થી પરાજય આપ્યો હતો. જોશના ચિનપ્પાએ આ મેચ 11-2, 11-5 અને 11-7થી જીતી હતી. મંગળવારે રમાયેલી હોકી મેચમાં ભારતીય હોકી ટીમે શાનદાર પ્રદર્શન કરીને સિંગાપોરને હરાવ્યું હતું. ભારતીય હોકી ટીમે એશિયન ગેમ્સમાં બે જીત હાંસલ કરી છે. ભારતે પ્રથમ મેચમાં સિંગાપોરને 16-0 અને બીજી મેચમાં 16-1થી હરાવ્યું હતું.

આ પણ વાંચો:

  1. Asian women Cricket champion : રાષ્ટ્રગીત દરમિયાન મારી આંખોમાં આંસુ આવી ગયા હતા, નીરજને ગોલ્ડ મેડલ જીતતા જોયો- મંધાના
  2. Women's cricket at Asian Games: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રચ્યો ઈતિહાસ, ક્રિકેટમાં ભારતનો પહેલો ગોલ્ડ મેડલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.