ETV Bharat / sports

Indecent Comment Against Saina Nehwal: સાઇના પર 'ડબલ મીનિંગ'વાળી કોમેન્ટ કરીને ભરાયો અભિનેતા, મહિલા આયોગ એક્શનમાં

author img

By

Published : Jan 10, 2022, 7:59 PM IST

અભિનેતા સિદ્ધાર્થે (siddharth rang de basanti actor) પ્રખ્યાત બેડમિન્ટન ખેલાડી સાઇના નેહવાલ (Indecent Comment Against Saina Nehwal) પર ડબલ મિનિંગવાળી કોમેન્ટ કરી હતી. વિવાદ એટલો વધી ગયો કે હવે રાષ્ટ્રીય મહિલા આયોગે (National Commission for Women) નોટિસ જાહેર કરી છે. સોશિયલ મીડિયા પર યુઝર્સે તેની ધરપકડની માંગ કરી છે.

Indecent Comment Against Saina Nehwal: સાઇના પર 'ડબલ મીનિંગ'વાળી કોમેન્ટ કરીને ભરાયો અભિનેતા, મહિલા આયોગ એક્શનમાં
Indecent Comment Against Saina Nehwal: સાઇના પર 'ડબલ મીનિંગ'વાળી કોમેન્ટ કરીને ભરાયો અભિનેતા, મહિલા આયોગ એક્શનમાં

હૈદરાબાદ: ફિલ્મ 'રંગ દે બસંતી' ફેમ એક્ટર સિદ્ધાર્થ (siddharth rang de basanti actor)ના એક ટ્વિટને કારણે મોટો વિવાદ ઊભો થયો છે. અભિનેતાએ પ્રખ્યાત બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ પર ટિપ્પણી (Indecent Comment Against Saina Nehwal) કરી હતી. તેમની આ ટિપ્પણીને લઇને લોકો સોશિયલ મીડિયા પર ગુસ્સે થયા છે. લોકોએ તેને ફ્લોપ એક્ટર પણ કહી દીધો. કેટલાકે તેની ધરપકડની માંગ પણ કરી છે.

સાઇના નેહવાલે PMની સુરક્ષામાં ચૂકના મામલે કર્યું હતું ટ્વીટ

ઉલ્લેખનીય છે કે સાઇના નેહવાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂક (pm security breach punjab)ને લઈને એક ટ્વિટ કર્યું હતું. જેમાં તેમણે લખ્યું હતું કે, 'કોઈપણ દેશ સુરક્ષિત હોવાનો દાવો કરી શકે નહીં જો તેના PMની સુરક્ષા સાથે ચેડા કરવામાં આવે. હું તે અરાજક તત્વો દ્વારા કરવામાં આવેલા આ કાયરતાપૂર્ણ હુમલાની સખત નિંદા કરું છું.'

સાઇનાએ Etv ભારત સાથેની વાતચીતમાં શું કહ્યું?

જ્યારે તમિલ અભિનેતાની પ્રતિક્રિયા પર ટિપ્પણી (Saina Nehwal's Reaction on Siddharth's Comment) કરવા માટે પૂછવામાં આવ્યું ત્યારે સાઇના નેહવાલે ETV ભારતને કહ્યું, "મને ખાતરી નથી કે તેનો અર્થ શું છે. તેઓ પોતાની જાતને વધુ સારા શબ્દોમાં વ્યક્ત કરી શકે છે, પરંતુ મને લાગે છે કે આ ટ્વિટર છે અને તમે આવા શબ્દો અને ટિપ્પણીઓથી નજરમાં રહો છો. જો સુરક્ષા એ ભારતના વડાપ્રધાનનો મુદ્દો છે તો મને ખાતરી નથી કે દેશમાં શું સલામત છે.

આ પણ વાંચો: મુંબઈ એરપોર્ટ પર વિમાન ખેંચનારા વાહનમા લાગી આગ

સાઇનાએ કહ્યું- મને ખબર નથી તેણે જે કહ્યું તેનો શું અર્થ થાય છે

સાઇનાએ સોમવારના સિદ્ધાર્થની કોમેન્ટ પર નિવેદન જાહેર કર્યું છે. બેડમિન્ટન ખેલાડીનું કહેવું છે કે, અભિનેતાએ સારા શબ્દોનો ઉપયોગ કર્યો નથી. સાઇનાએ કહ્યું, મને ખબર નથી કે તેનો શું અર્થ છે. હું એક અભિનેતા તરીકે સિદ્ધાર્થને પસંદ કરતી હતી, પરંતુ તેમની આ ટિપ્પણી સારી નહોતી. તેઓ સારા શબ્દોનો ઉપયોગ કરીને પોતાની વાત રજૂ કરી શકતા હતા, પરંતુ મને લાગે છે કે આ ટ્વિટર છે અને તમારે આવી ટિપ્પણી કરતી વખતે સાવચેત રહેવું જોઈએ. જો ભારતના વડાપ્રધાનની સુરક્ષાનો મુદ્દો હોય તો મને ખબર નથી કે દેશમાં શું સલામત છે.

મહિલા આયોગ કાર્યવાહી કરવા કહ્યું

સિદ્ધાર્થની આ કોમેન્ટ પર રાષ્ટ્રીય મહિલા આયોગ (National Commission for Women) એક્શનમાં આવ્યું છે. મહિલા આયોગ દ્વારા સિદ્ધાર્થને નોટિસ મોકલવામાં આવી છે અને IT એક્ટ હેઠળ તેની વિરુદ્ધ FIR નોંધવા માટે કહેવામાં આવ્યું છે. મહિલા આયોગે ટ્વિટરને આ ટ્વીટ હટાવવા અને વધુ કાર્યવાહી કરવા જણાવ્યું છે. રાષ્ટ્રીય મહિલા આયોગે મુંબઈ પોલીસ અને ટ્વિટર પાસે આ મામલે રિપોર્ટ માંગ્યો છે. બીજી તરફ લોકો સાઇના નહેવાલે પોતાની રમત થકી દેશને ગૌરવ અપાવ્યું છે તે યાદ કરાવી રહ્યા છે અને સાઇનાના સપોર્ટમાં ટ્વીટ કરી રહ્યા છે.

આ પણ વાંચો: શાં માટે કાશી વિશ્વનાથ મંદિરના કર્મચારીઓ માટે વડાપ્રધાને મોકલ્યા સ્પેશિયલ શૂઝ, જાણો કારણ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.