ETV Bharat / sports

ભારતીય પુરુષ ટીમે લૉન બૉલ્સ 'ફોર'ની ફાઇનલમાં સિલ્વર મેડલ મેળવ્યો

author img

By

Published : Aug 6, 2022, 12:35 PM IST

ભારતીય પુરુષ ટીમે લૉન બૉલ્સ 'ફોર'ની ફાઇનલમાં મેડલ મેળવ્યો
ભારતીય પુરુષ ટીમે લૉન બૉલ્સ 'ફોર'ની ફાઇનલમાં મેડલ મેળવ્યો

કોમનવેલ્થ ગેમ્સ 2022 ઇવેન્ટમાં (Commonwealth Games 2022 event) ભારતીય પુરુષ ટીમે લૉન બૉલ્સ 'ફોર'ની ફાઇનલમાં પહોંચીને મેડલ (Indian men's team medal in the final) મેળવ્યો છે. સુનીલ બહાદુર (લીડ), નવનીત સિંઘ (દ્વિતીય), ચંદન કુમાર સિંઘ (ત્રીજો) અને દિનેશ કુમાર (સ્કિપ)ની ટીમે સેમિ-ફાઇનલની ખૂબ જ નજીક પ્રતિયોગિતામાં ઇંગ્લેન્ડને 13-12થી હરાવીને સિલ્વર મેડલ સુનિશ્ચિત કર્યો છે.

બર્મિંગહામ: CWG 2022માં ભારતીય પુરુષ ટીમે લૉન બૉલ્સ 'ફોર'ની ફાઇનલમાં પહોંચીને મેડલ મેળવ્યો હતો. શુક્રવારે કોમનવેલ્થ ગેમ્સ 2022 ઇવેન્ટમાં (Commonwealth Games 2022 event) લૉન બોલ ઇવેન્ટની સેમિફાઇનલમાં યજમાન ઇંગ્લેન્ડને (England) હરાવીને બીજો મેડલ મેળવ્યો (Indian men's team medal in the final) હતો. સુનીલ બહાદુર (લીડ), નવનીત સિંઘ (દ્વિતીય), ચંદન કુમાર સિંઘ (ત્રીજો) અને દિનેશ કુમાર (સ્કિપ)ની ટીમે સેમિ-ફાઇનલની ખૂબ જ નજીક પ્રતિયોગિતામાં ઇંગ્લેન્ડને 13-12થી હરાવીને સિલ્વર મેડલ સુનિશ્ચિત કર્યો છે.

આ પણ વાંચો : Vice President Election 2022 : જગદીપ ધનખડ અને માર્ગારેટ આલ્વા વચ્ચે સ્પર્ધા

ભારતની ટીમને પ્રથમ મેડલ : લવલી ચૌબે (મુખ્ય), પિંકી (દ્વિતીય), નયનમોની સૈકિયા (ત્રીજું) અને રૂપા રાની તિર્કી (સ્લિપ)ની ભારતની ટીમે મંગળવારે ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાને 17-10થી હરાવીને ઇવેન્ટનો પ્રથમ મેડલ જીત્યો (Indian women's team won the first medal) હતો.

સેમિફાઇનલમાં સિલ્વર મેડલ : હવે દેશ માટે મેડલ જીતવાનો ટર્ન પુરુષ ટીમનો હતો. સુનીલ બહાદુર (લીડ), નવનીત સિંઘ (દ્વિતીય), ચંદન કુમાર સિંઘ (ત્રીજો) અને દિનેશ કુમાર (સ્કિપ)ની ચોકડીએ ઈંગ્લેન્ડને 13-12થી ખૂબ જ નજીકથી હરાવ્યું હતું. સેમિફાઇનલ પ્રતિયોગિતામાં સિલ્વર મેડલ સુનિશ્ચિત કર્યો છે.

આ પણ વાંચો : CWG 2022: ઓસ્ટ્રેલિયા સામે ભારત હાર્યું, હવે બ્રોન્ઝ માટે આ દેશ સાથે રમશે મહિલા હૉકી ટીમ

ભારતીય જોડીની હાર : લવલી ચૌબે અને નયનમોની સેકિયાની ભારતીય મહિલા જોડી શુક્રવારે ક્વાર્ટર ફાઇનલમાં હાર્યા બાદ કોમનવેલ્થ ગેમ્સમાંથી (Commonwealth Games) બહાર થઈ ગઈ હતી. ભારતીય જોડીને ઈંગ્લેન્ડની સોફી ટોલચાર્ડ અને એમી ફારોહાની જોડીએ 18-14થી હાર આપી હતી.

ઈંગ્લેન્ડની જોડી વિજયી : ચૌબે અને સેકિયાએ બે તકો પર આગેવાની લીધી હતી. પહેલા ચાર રાઉન્ડ પછી 5-2 અને પછી નવ રાઉન્ડ પછી 8-6 થી બરોબરી કરી હતી, પરંતુ તેણે ઈંગ્લેન્ડની જોડીને વાપસીનો મોકો આપ્યો હતો. ઇંગ્લેન્ડે દસમા રાઉન્ડ પછી લીડ લીધી હતી અને તેમાં વધારો કરવાનું ચાલુ રાખ્યું હતું અને અંતે વિજયી બન્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.