ETV Bharat / sports

Asian Champions Trophy 2023 : આજે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ, રાત્રે 8:30 વાગ્યે મેચ શરુ થશે

author img

By

Published : Aug 12, 2023, 1:08 PM IST

ભારતીય હોકી ટીમ આજે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ જીતવા માટે મલેશિયા સામે ટકરાશે. ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે. આજની મેચ જીતીને ચોથી વખત ટાઈટલ જીતવાના મૂડમાં છે.

Etv BharatAsian Champions Trophy 2023
Etv BharatAsian Champions Trophy 2023

ચેન્નાઈઃ ભારતીય હોકી ટીમ આજે ચેન્નાઈના રાધાકૃષ્ણન સ્ટેડિયમમાં રાત્રે 8:30 વાગ્યે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં મલેશિયા સામે ટકરાશે. ભારત આ ટૂર્નામેન્ટના ઈતિહાસમાં 5મી વખત ફાઈનલ મેચ રમવા જઈ રહ્યું છે. અત્યાર સુધી રમાયેલી ફાઈનલ મેચોમાં તેને એક વખત હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે તેને 2 વખત ચેમ્પિયન બનવાની તક મળી છે.

મલેશિયા પહેલીવાર ફાઈનલમાં: 2018માં ભારત-પાકિસ્તાનને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. બીજી તરફ મલેશિયાની ટીમની વાત કરીએ તો આ ટીમ પહેલીવાર એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં રમવા જઈ રહી છે. તેણે અગાઉની ચેમ્પિયન સાઉથ કોરિયાને સેમી ફાઇનલમાં 6-2થી હરાવીને ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે.

બંને ટીમોનું એકબીજા સામે પ્રદર્શનઃ ભારત અને મલેશિયા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 34 મેચ રમાઈ છે, જેમાં મોટાભાગની મેચો ભારતીય ટીમના પક્ષમાં રહી છે. 34 મેચોમાંથી ભારતીય ટીમ 23 મેચ જીતી શકી છે જ્યારે મલેશિયાની ટીમ માત્ર 7 મેચ જીતી શકી છે. તે જ સમયે, બંને ટીમો વચ્ચેની 4 મેચમાં કોઈ પરિણામ આવ્યું નથી.

ભારતીય ટીમ આ ટુર્નામેન્ટમાં અજેયઃ ભારતીય હોકી ટીમ આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી અજેય રહી છે. ભારતીય ટીમે આ ટુર્નામેન્ટમાં અત્યાર સુધી 5 મેચ જીતી છે અને 1 મેચ ડ્રો રમી છે. ગ્રુપ સ્ટેજમાં જાપાન સામે ભારતીય ટીમની એકમાત્ર મેચ ડ્રો રહી હતી. આ પછી ભારતે સેમિફાઇનલ મેચમાં જાપાનને 5-0થી હરાવી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

હરમનપ્રીતનું શાનદાર પ્રદર્શનઃ ભારતીય ટીમનો કેપ્ટન હરમનપ્રીત સિંહ હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. તે 6 મેચમાં કુલ 8 ગોલ કરીને ટોપ સ્કોરર છે. આ સિવાય ભારતીય ટીમે આ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 25 ગોલ કર્યા છે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમના અત્યાર સુધીમાં 15 ગોલ પેનલ્ટી કોર્નરથી થયા છે, જ્યારે 10 ગોલ ફિલ્ડ પ્લેયર્સ દ્વારા કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ

  1. India vs Japan: ભારતની હોકી ટીમ જાપાનને 5-0થી હરાવી ફાઇનલમાં પહોંચી, ફાઇનલમાં મલેશિયા સાથે ટકરાશે
  2. India And West Indies: આજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ ચોથી T 20 મેચ, ભારત માટે જીત જરુરી
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.