ETV Bharat / sports

હોકી ઇન્ડિયાએ મહિલા ટીમની કેપ્ટન રાણી રામપાલને ખેલરત્ન, હરમનપ્રીતને અર્જુન એવોર્ડ માટે નામાંકિત કર્યાં

author img

By

Published : Jun 2, 2020, 4:56 PM IST

હોકી ઇન્ડિયાએ ભારતીય હોલી મહિલા ટીમની કેપ્ટન રાણી રામપાલને પ્રતિષ્ઠિત ખેલ રત્ન એવોર્ડ માટે નામાંકિત કરી છે. આ સાથે જ વંદના કટારિયા, મોનિકા અને હરમનપ્રીત સિંઘના નામ અર્જુન એવોર્ડ માટે મોકલવામાં આવ્યાં છે. જ્યારે મેજર ધ્યાનચંદ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ટ માટે ભારતના ભૂતપૂર્વ ખેલાડી આર.પી.સિંઘ અને તુષાર ખંડકરનું નામ મોકલવામાં આવ્યું છે.

Indian women's hockey
હોકી ઇન્ડિયાએ મહિલા ટીમની કેપ્ટન રાણી રામપાલને ખેલરત્ન, હરમનપ્રીતને અર્જુન એવોર્ડ માટે નામાંકિત કર્યાં

નવી દિલ્હી: હોકી ઇન્ડિયાએ ભારતીય હોલી મહિલા ટીમની કેપ્ટન રાણી રામપાલને પ્રતિષ્ઠિત ખેલ રત્ન એવોર્ડ માટે નામાંકિત કરી છે. આ સાથે જ વંદના કટારિયા, મોનિકા અને હરમનપ્રીત સિંઘના નામ અર્જુન એવોર્ડ માટે મોકલવામાં આવ્યાં છે. જ્યારે મેજર ધ્યાનચંદ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ટ માટે ભારતના ભૂતપૂર્વ ખેલાડી આર.પી.સિંઘ અને તુષાર ખંડકરનું નામ મોકલવામાં આવ્યું છે.

હોકી ઈન્ડિયાએ કોચ બી.જે. કારિયપ્પા અને રમેશ પઠાણિયાના નામ દ્રોણાચાર્ય એવોર્ડ માટે મોકલ્યા છે. દેશના સર્વોચ્ચ રમત સન્માન રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ માટે 1 જાન્યુઆરી, 2016થી 31 ડિસેમ્બર 2019 સુધીનું પ્રદર્શનના આધારે હશે. આ અંગે રમત મંત્રાલયની એક સમિતિ વિજેતાઓની પસંદગી કરશે અને 29 ઓગસ્ટે રાષ્ટ્રીય રમત-ગમત દિવસ પર આ એવોર્ડ આપવામાં આવશે.

રાનીની કપ્તાની હેઠળ ભારતે 2017માં મહિલા એશિયા કપ જીત્યો હતો અને 2018માં એશિયન ગેમ્સમાં રજત પદક જીત્યો હતો. તેણે એફઆઇએચ ઓલિમ્પિક ક્વોલિફાયર 2019માં ભારત માટે વિજેતા ગોલ કર્યો હતો અને ટોક્યો ઓલિમ્પિક લાયકાત મેળવી હતી. ભારત રાનીની કેપ્ટનશીપ હેઠળ એફઆઈએચ રેન્કિંગમાં નવમા સ્થાને પહોંચી ગયું છે. વર્લ્ડ સ્પોર્ટ્સ એથ્લેટ્સનો એવોર્ડ મેળવનારી પ્રથમ ભારતીય મહિલા ખેલાડી રાનીને 2016માં અર્જુન અને 2020માં પદ્મશ્રીનું સન્માન મળી ચૂક્યું છે.

ભારત તરફથી 200થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમનાર વંદના અને 150થી વધુ આંતરરાષ્ટ્રીય મેચમાં ભાગ લેનાર મોનિકાને અર્જુન એવોર્ડ માટે નામાંકિત કરવામાં આવ્યાં છે. બંને હિરોશિમામાં એફઆઇએચ સિરીઝ ફાઇનલ્સ, ટોક્યો-2020 ઓલિમ્પિક ટેસ્ટ ટૂર્નામેન્ટ અને ભુવનેશ્વરમાં ઓલિમ્પિક ક્વોલિફાયર્સમાં ભારતના વિજય ખેલાડી રહ્યાં હતાં.

ભારતીય પુરુષ ટીમના ડ્રેગ ફ્લિકર હરમનપ્રીત સિંહનું નામ પણ અર્જુન એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે. તેણે ભુવનેશ્વરમાં એફઆઈએચ સીરીઝ ફાઈનલમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. 2020ની ઓલિમ્પિક ટેસ્ટ ટૂર્નામેન્ટમાં તેણે મનપ્રીત સિંહની જગ્યાએ કપ્તાની કરી હતી. હરમન ગત વર્ષે રશિયામાં ઓલિમ્પિક ક્વોલિફાયર જીતેલી ભારતીય ટીમનો પણ ભાગ હતો. ભૂતપૂર્વ ખેલાડી આર.પી.સિંઘ અને ખાંડકરનું નામ ભારતીય હોકીના યોગદાન માટે મેજર ધ્યાનચંદ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ માટે મોકલવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.