ETV Bharat / sports

બુંડેસલીગામાં વોલ્ફસબર્ગે બર્ડર બ્રેમેનને 1-0થી હરાવ્યું

author img

By

Published : Jun 8, 2020, 8:56 PM IST

વોલ્ફસબર્ગે રવિવારે વર્ડર બ્રેમેન વિરૂદ્ધ 1-0થી જીત મેળવી છે. વોલ્ફસબર્ગની ટીમ આ જીતની સાથે જ છઠા સ્થાને પહોંચી ગઇ છે અને જો તે આ સ્થાન જાળવી રાખશે તો તે યૂરોપ લીગમાં જગ્યા બનાવી લેશે.

બુંડેસલીગામાં વોલ્ફસબર્ગે બર્ડર બ્રેમેનને 1-0 થી હરાવ્યું

જર્મીનીઃ વોલ્ફસબર્ગે રવિવારે વર્ડર બ્રેમેન વિરૂદ્ધ 1-0ની જીત સાથે જ તે યૂરોપા લીગ ફુટબોલમાં ક્વોલીફાય માટે આગળ વધી રહી છે. ત્યારે આ હારની સાથે જ વર્ડરની ટીમ પર બુંડેસલીગામાંથી રેલીગેટ થવાનો ખતરો મંડરાઇ રહ્યોં છે.

અમેરિકામાં જાતીવાદ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શનને જોતા મેચ પહેલા બન્ને ટીમના ખેલાડીઓએ ઘુટણીયે બેસીને વિરોધ નોધાવ્યો હતો. મેચ એક સમયે એક પણ ગોલ વગર ડ્રો તરફ આગળ વધી રહ્યો હતો. પરંતું 82મી મિનિટે વોટ વેગહોસ્ટે ગોલ કરતા વોલ્ફસબર્ગની ટીમને 1-0થી લીડ અપાવી હતી. જે નિર્ણાયક સ્કોર સાબીત થયો હતો.

આ હારની સાથે જ વર્ડરની ટીમ 17માં સ્થાને પહોંચી ગઇ છે અને તેના પર રેલીગેશનનો ખતરો મંડરાઇ રહ્યોં છે. 2009માં ખીતાબ જીતનારી વર્ડરની ટીમ બુંડેસલીગામાં ફક્ત બીજી વખત રેલીગેટ થશે. જ્યારે વોલ્ફસબર્ગની ટીમ આ જીતની સાથે જ છઠા સ્થાને પહોંચી ગઇ છે અને જો તે આ સ્થાન જાળવી રાખશે તો તે યૂરોપા લીગમાં જગ્યા બનાવી લેશે.

આ લીગમાં સંક્રમણના ખતરાને ઓછો કરવા માટે ખેલાડીઓ તેમજ કર્મચારીઓનું નિયમિત પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. ખેલાડીઓ સહિત તમામને માસ્ક પહેરવો ફરજિયાત કરાયો છે. મેચ શરૂ હોય ત્યારે જ તેમને માસ્ક પહેરવામાં છૂટ આપવામાં આવી છે. તેમજ ખેલાડીઓને જ્યારે ગોલ થાય ત્યારે એક સાથે મળીને જશ્ન બનાવવાની પણ મનાઇ કરવામાં આવી છે.

જૂનથી ઇંગ્લિશ પ્રીમિયર લીગ અને સ્પેનિશ લા લીગા પણ શરૂ થવાની આશા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.