ETV Bharat / sports

ટૉક્યો ઑલિમ્પિક્સમાં વિદેશી દર્શકોને નહીં મળે એન્ટ્રી: રિપોર્ટ

author img

By

Published : Mar 10, 2021, 7:57 AM IST

જાપાન સરકારે તારણ કાઢ્યું છે કે, જાપાનના લોકોની ચિંતાઓને ધ્યાનમાં રાખીને ટૉક્યો ઑલિમ્પિક્સ દરમિયાન વિદેશી દર્શકોને દેશમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

ટૉક્યો ઑલિમ્પિક્સમાં વિદેશી દર્શકોને નહીં મળે એન્ટ્રી
ટૉક્યો ઑલિમ્પિક્સમાં વિદેશી દર્શકોને નહીં મળે એન્ટ્રી

  • ટૉક્યો ઑલિમ્પિક્સ અને પૈરા ઑલિમ્પિક્સ વિદેશી પ્રેક્ષકો વગર યોજાશે
  • ટૉક્યો ઑલિમ્પિક્સ ગયા વર્ષે કોરોનોને કારણે સ્થગિત કરવામાં આવ્યો હતો
  • ટોર્ચ રિલેના ઉદ્ઘાટનમાં કોઈ પણ પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં આવશે નહીં

ટૉક્યો: કોરોનાની મહામારીને રોકવા માટે, આગામી ટૉક્યો ઑલિમ્પિક્સ અને પૈરા ઑલિમ્પિક્સ વિદેશી પ્રેક્ષકો વગર યોજવામાં આવશે. જાપાનની એક મીડિયા ઍજન્સીએ મંગળવારે આ માહિતી આપી હતી. ટૉક્યો ઑલિમ્પિક્સ ગયા વર્ષે કોરોનો વાયરસની મહામારીને કારણે સ્થગિત કરવામાં આવ્યો હતો. હવે તે 23 જુલાઇથી 8 ઑગસ્ટ દરમિયાન યોજાનાર છે. જ્યારે, 24 ઓગસ્ટથી 5 સપ્ટેમ્બર દરમિયાન પૈરા ઑલિમ્પિક્સ રમવામાં આવશે.

આ પણ વાંચો: ઑલિમ્પિક્સ 2024: સારા પ્રદર્શન માટે ભારતે શું કરવું જોઈએ?

કોરોનાના નવા ટ્રેન્ડ અને વધતા સંક્રમણથી લોકો ચિંતિત

આ વર્ષની શરૂઆતમાં, જાપાન સરકારે નિર્ણય કર્યો હતો કે, વિદેશી પ્રેક્ષકોને આ મેગા ઈવેન્ટમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જાપાન સરકારે તારણ કાઢ્યું છે કે, જાપાનના લોકોની ચિંતાઓને ધ્યાનમાં રાખીને, વિદેશી મુલાકાતીઓને દેશમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. જાપાનની મીડિયા એજન્સીએ એક સરકારી અધિકારીને ટાંકીને જણાવ્યું છે કે, વિશ્વભરમાં કોરોનાના નવા ટ્રેન્ડ અને સંક્રમણની વધતી સંખ્યાને કારણે દેશવાસીઓ ચિંતિત છે અને આવી સ્થિતિમાં સરકાર માટે વિદેશી પ્રેક્ષકોને આવકારવું મુશ્કેલ બનશે. આ સિવાય, ટોર્ચ રિલેના ઉદ્ઘાટનમાં કોઈ પણ પ્રેક્ષકોને પ્રવેશ આપવામાં આવશે નહીં. આ સમારોહ 25 માર્ચે ફૂકુશીમાના રાષ્ટ્રીય ફૂટબોલ તાલીમ કેન્દ્રમાં યોજાશે.

આ પણ વાંચો: ISL: ફાઇનલની માટે ATKMB અને નૉર્થઇસ્ટ યુનાઇટેડની જીત પર નજર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.