ETV Bharat / sports

કોહલીએ લીધો 'વિરાટ' નિર્ણય, વિશ્વ કપ બાદ ટી-20 ફોર્મેટની કેપ્ટનશિપ છોડવાનું કર્યું એલાન

author img

By

Published : Sep 16, 2021, 9:01 PM IST

વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને જાહેર કર્યું છે કે તે ટી-વર્લ્ડ કપ બાદ ભારતીય ટી-20 ક્રિકેટ ટીમની કેપ્ટનશિપ છોડશે. આ માટે તેણે વર્કલોડનું કારણ આપ્યું છે.

કોહલીએ વિશ્વ કપ બાદ ટી-20 ફોર્મેટની કેપ્ટનશિપ છોડવાનું કર્યું એલાન
કોહલીએ વિશ્વ કપ બાદ ટી-20 ફોર્મેટની કેપ્ટનશિપ છોડવાનું કર્યું એલાન

  • ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીની જાહેરાત
  • વર્લ્ડકપ બાજ છોડશે ભારતીય ટી-20 ટીમની કેપ્ટનશિપ
  • વનડે અને ટેસ્ટના કપ્તાન તરીકે જવાબદારી નિભાવતો રહેશે

હૈદરાબાદ: વિરાટ કોહલીએ 95 વનડે મેચોમાં કેપ્ટનશિપ કરી છે. 65માં ટીમ જીતી છે, જ્યારે 27માં હારનો સામનો કરવો પડ્યો છે. જીતની વાત કરીએ તો તેની ટકાવારી 70.43 છે. ટી-20 મુકાબલાની વાત કરીએ તો કેપ્ટન કોહલીની કેપ્ટનશિપમાં ભારતે અત્યાર સુધી 45 મેચ રમી છે.

છેલ્લા 2 વર્ષથી પણ વધુ સમયથી કોહલીએ સદી ફટકારી નથી

ઉલ્લેખનીય છે કે ટી-20 વર્લ્ડ કપ બાદ વિરાટ કોહલી કેપ્ટનશિપ છોડી દેશે, ત્યારબાદ ઑપનિંગ બેટ્સમેન રોહિત શર્મા કેપ્ટન બને તેવી સંભાવના છે. છેલ્લા લાંબા સમયથી વિરાટ કોહલીનું બેટ શાંત છે, ત્યારબાદ સતત તેની કેપ્ટનશિપ પર પ્રશ્નો ઊઠી રહ્યા હતા.

વનડે અને ટેસ્ટમાં કરતો રહેશે કપ્તાની

કોહલીએ છેલ્લે 2019માં ટેસ્ટ અને એકદિવસીય મેચમાં સદી ફટકારી હતી. વિરાટ કોહલીએ ટ્વીટ કરીને ટી-20 વર્લ્ડ કપ બાદ કેપ્ટનશિપ છોડવાની જાહેરાત કરે છે. જો કે વનડે અને ટેસ્ટમાં તે કેપ્ટનશિપ કરતો રહેશે.

ટી-20 કેપ્ટનશિપ દરમિયાન સાથ આપનારાઓનો આભાર માન્યો

કોહલીએ જણાવ્યું કે, તે આ વર્ષે ઑક્ટોબર-નવેમ્બરમાં થનારા ટી-20 વિશ્વ કપ બાદ ટી-20ની કેપ્ટનશિપ છોડી દેશે. ટ્વીટ દ્વારા કોહલીએ પોતાની કેપ્ટનશિપની સફર દરમિયાન સાથ આપનારા તમામનો આભાર માન્યો છે.

વધુ વાંચો: IPLનું સુરક્ષિત આયોજન કરવા BCCIએ 100 સભ્યોની મેડીકલ ટીમ બનાવી

વધુ વાંચો: પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે ક્રિસ ગેઈલ પર આપ્યું નિવેદન, ગેઈલ જેવા ખેલાડીને ઓપનિંગમાં મોકલવો જોઈએ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.