ETV Bharat / sports

Suryakumar Yadav T20I Rankings: સુર્યકુમાર યાદવ T20 રેન્કિંગમાં ટોચ પર યથાવત

author img

By

Published : Feb 2, 2023, 12:31 PM IST

સુર્યકુમાર યાદવ T20 રેન્કિંગમાં (Suryakumar Yadav T20I Rankings) ટોચ પર યથાવત છે. તેણે તેની કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ રેટિંગ પોઈન્ટ હાંસલ કર્યો છે. આ ખેલાડીને 910 રેટિંગ પોઈન્ટ મળ્યા છે. લખનઉ T20 બાદ સુર્યકુમારનો રેટિંગ પોઈન્ટ 908 પર પહોંચી ગયો હતો.

લખનઉ T20 બાદ સુર્યકુમારનો રેટિંગ પોઈન્ટ 908 પર પહોંચી ગયો
લખનઉ T20 બાદ સુર્યકુમારનો રેટિંગ પોઈન્ટ 908 પર પહોંચી ગયો

દુબઈ: ભારતના આક્રમક બેટ્સમેન સુર્યકુમાર યાદવ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) દ્વારા જાહેર કરવામાં આવેલી તાજેતરની T20 ઈન્ટરનેશનલ બેટિંગ રેન્કિંગમાં ટોચ પર છે. રાંચીમાં ન્યુઝીલેન્ડ સામે ચાલી રહેલી T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીની પ્રથમ મેચમાં 47 રનની ઇનિંગ તેમને 910 રેટિંગ પોઈન્ટ્સ પર લઈ ગઈ હતી. પરંતુ શ્રેણીની બીજી મેચમાં અણનમ 26 રન રમવા છતાં તેના પોઈન્ટ્સની સંખ્યા ઘટીને 908 થઈ ગઈ હતી.

908 રેટિંગ મેળવનાર ભારતનો પ્રથમ બેટ્સમેન: સુર્યકુમાર 908 રેટિંગ મેળવનાર ભારતનો પ્રથમ બેટ્સમેન છે. તેણે તાજેતરમાં એરોન ફિન્ચ (900), વિરાટ કોહલી (897) અને બાબર આઝમ (896) જેવા સ્ટાર ખેલાડીઓને પાછળ છોડી દીધા છે. ઉપરાંત, સુર્યા T20 રેન્કિંગમાં 900થી વધુ રેટિંગ મેળવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન પણ છે. લખનઉ T20 બાદ સુર્યકુમારનો રેટિંગ પોઈન્ટ 908 પર પહોંચી ગયો હતો.

લખનઉ T20 બાદ સુર્યકુમારનો રેટિંગ પોઈન્ટ 908 પર પહોંચી ગયો
લખનઉ T20 બાદ સુર્યકુમારનો રેટિંગ પોઈન્ટ 908 પર પહોંચી ગયો

આ પણ વાંચો: IND vs NZ ત્રીજી T20: ભારતે ન્યૂઝીલેન્ડને 168 રનથી હરાવ્યું, ત્રણ મેચની શ્રેણી 2-1થી જીતી

સુર્યકુમાર બીજા સ્થાને: સુર્યકુમાર ઈંગ્લેન્ડના બેટ્સમેન ડેવિડ મલનના પુરૂષ T20 ઈન્ટરનેશનલ બેટ્સમેનોમાં સર્વકાલીન શ્રેષ્ઠ રેટિંગ પોઈન્ટના રેકોર્ડની પણ ખૂબ નજીક છે. ડેવિડે 2020માં કેપટાઉનમાં 915 માર્ક્સ મેળવ્યા હતા. T20 ઈન્ટરનેશનલ બેટ્સમેનોમાં સૌથી વધુ રેટિંગ પોઈન્ટ્સની યાદીમાં સુર્યકુમાર બીજા સ્થાને છે.

આ પણ વાંચો: Anushka Virat Trekking : પાપા કોહલી ખભા પર બેસાડી દીકરીને ફરવા લઈ ગયા

ICCના વર્ષના સર્વશ્રેષ્ઠ T20 ક્રિકેટર: સુર્યકુમાર ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાં છ મેચમાં 239 રન બનાવ્યા બાદ T20 રેન્કિંગમાં ટોચ પર પહોંચ્યો હતો. આ પછી તેને ગયા મહિને ICCના વર્ષના સર્વશ્રેષ્ઠ T20 ક્રિકેટર તરીકે પણ પસંદ કરવામાં આવ્યો હતો. સુર્યકુમાર સિવાય અન્ય કોઈ ભારતીય બેટ્સમેન કે બોલર ટોપ 10માં સામેલ નથી. ઓલરાઉન્ડરોની યાદીમાં હાર્દિક પંડ્યા ત્રીજા સ્થાને છે. મોહમ્મદ સિરાજ ODI બોલરોની યાદીમાં ટોચ પર છે. બેટ્સમેનોની યાદીમાં શુભમન ગિલ છઠ્ઠા, વિરાટ કોહલી સાતમા અને રોહિત શર્મા નવમા સ્થાને છે.

ઉલ્લેખનીય છે કે ગઈ કાલે ન્યૂઝીલેન્ડ સામે મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 4 વિકેટે 234 રન બનાવ્યા હતા. ટીમ માટે શુભમન ગિલે 63 બોલમાં 126 રનની શાનદાર સદીની ઇનિંગ રમી હતી. ગિલ સિવાય રાહુલ ત્રિપાઠીએ 22 બોલમાં 44 અને હાર્દિક પંડ્યાએ 17 બોલમાં 30 રન બનાવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.