ETV Bharat / sports

સુરેશ રૈનાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતિ જાહેર કરી

author img

By

Published : Sep 6, 2022, 2:50 PM IST

Updated : Sep 6, 2022, 5:12 PM IST

ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર સુરેશ રૈનાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. હવે તેણે ક્રિકેટમાંથી સંપૂર્ણપણે નિવૃત્તિ લઈ લીધી છે. આ પહેલા સુરેશ રૈનાએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. પરંતુ તેણે ઉત્તર પ્રદેશ માટે સ્થાનિક ક્રિકેટ રમવાનું ચાલુ રાખ્યું. suresh raina retirement from all formats, 2020 International Cricket Retirement.

સુરેશ રૈનાની ક્રિકેટ કારકિર્દીનો અંત તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત
સુરેશ રૈનાની ક્રિકેટ કારકિર્દીનો અંત તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત

ભારતના પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાએ ક્રિકેટના તમામ ફોર્મેટમાં (suresh raina retirement from all formats) થી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. એટલે કે હવે સુરેશ રૈનાએ ક્રિકેટમાંથી સંપૂર્ણપણે નિવૃત્તિ લઈ લીધી છે. આનાથી તે વિદેશમાં યોજાનારી T20 લીગમાં રમવા માટે લાયક બન્યો છે. રૈનાએ પોતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને આ માહિતી આપી છે. સુરેશ રૈનાએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી (2020 International Cricket Retirement) નિવૃત્તિ લીધી હતી.

મેચ અર્શદીપ સિંહે આસિફ અલીનો કેચ છોડતા પાકિસ્તાને એક બોલથી મેચ જીતી લીધી

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ તેમણે ઉત્તર પ્રદેશ માટે ડોમેસ્ટિક મેચ રમવાનું ચાલુ રાખ્યું. તે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)માં પણ રમી રહ્યો હતો. જો કે, છેલ્લી IPL 2022 સિઝનમાં રૈનાને કોઈપણ ફ્રેન્ચાઈઝીએ ખરીદ્યો ન હતો.

નિવૃત્તિ જાહેર 35 વર્ષીય સુરેશ રૈનાએ ટ્વીટમાં લખ્યું, દેશ અને ઉત્તર પ્રદેશ રાજ્ય માટે ક્રિકેટ રમવું મારા માટે ગર્વની વાત છે. હવે હું ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરું છું. તેમજ હું બી.સી.સી.આઈ. UP ક્રિકેટ એસોસિએશન, IPL ટીમ CSK અને રાજીવ શુક્લાનો આભાર માનુ છું. મને સપોર્ટ કરવા બદલ મારા ચાહકોનો પણ આભાર.

એશિયા કપ Asia Cup 2022: પાકિસ્તાન ભારત પર પડ્યું ભારે, પાંચ વિકેટથી મેળવી જીત

રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, સુરેશ રૈના હવે વિદેશમાં કોઈ સંસ્થા તરફથી રમતા જોવા મળી શકે છે. તેણે યુપી ક્રિકેટ એસોસિએશન પાસેથી એનઓસી લીધી છે. આ પહેલા પૂર્વ ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહ પણ વિદેશી લીગમાં રમી ચૂક્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, સુરેશ રૈના આ વર્ષે યોજાનારી રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં પણ રમતા જોવા મળી શકે છે.

પ્રેક્ટિસ સુરેશ રૈના છેલ્લા એક સપ્તાહથી ગાઝિયાબાદના આરપીએલ ક્રિકેટ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ કરી રહ્યો છે. તે રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની તૈયારીમાં વ્યસ્ત છે. આ સિરીઝ આ વર્ષે 10 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહી છે. જોકે રૈના પ્રેક્ટિસ દરમિયાન ઘણી વખત IPL ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સની જર્સીમાં પણ જોવા મળ્યો છે.

રોહિત Asia Cup 2022 IND vs PAK: તોફાની શરૂઆત બાદ ભારતને આંચકો, કેપ્ટન રોહિત આઉટ

ઈન્ટરનેશનલ મેચમાં ભાગ રૈનાએ 18 ટેસ્ટ મેચમાં સદીની મદદથી 768 રન બનાવ્યા હતા. આ મિડલ ઓર્ડર બેટ્સમેને ટીમ ઈન્ડિયા માટે 226 વન ડે ઈન્ટરનેશનલ મેચોમાં ભાગ લીધો હતો. આ દરમિયાન રૈનાએ 5615 રન બનાવ્યા જેમાં પાંચ સદી સામેલ છે. આ ઉપરાંત 78 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં, રૈનાના નામે 1605 રન છે. તે 2011માં વર્લ્ડ કપ જીતનારી ટીમનો સભ્ય હતો.

નિવૃત્તિ લેવી જરૂરી ભારતમાં અથવા સ્થાનિક રીતે સક્રિય ખેલાડીઓ વિદેશી લીગમાં ભાગ લઈ શકતા નથી અને તેથી રૈનાએ વિશ્વભરની T20 લીગમાં રમવા માટે નિવૃત્તિ લેવી જરૂરી હતી. તે આવતા વર્ષે દક્ષિણ આફ્રિકાની નવી T20 લીગમાં રમતા જોવા મળી શકે છે. આ લીગની તમામ છ ટીમ આઈપીએલના માલિકોની છે. રૈનાએ ચેન્નાઈ માટે તેની છેલ્લી સ્પર્ધાત્મક મેચ ઓક્ટોબર 2021માં રાજસ્થાન રોયલ્સ સામે અબુધાબીમાં રમી હતી.

Last Updated :Sep 6, 2022, 5:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.