ETV Bharat / sports

ગુજરાતનો આ ખેલાડી કરશે ન્યુઝીલેન્ડ સામે ભારતનું નેતૃત્વ

author img

By

Published : Aug 25, 2022, 3:57 PM IST

ગુજરાતના ઓપનર પ્રિયાંક પાંચાલ (Priyank Panchal) ને ન્યૂઝીલેન્ડ (New Zealand) એ સામે કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. મધ્યપ્રદેશને રણજી ચેમ્પિયન બનાવનાર રજત પાટીદાર અને મુંબઈના રનર અપ સરફરાઝ ખાનનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. Priyank Panchal, India A against New Zealand A, Priyank Panchal will lead India A, Gujarat player.

ગુજરાતનો આ ખેલાડી કરશે ન્યુઝીલેન્ડ સામે ભારતનું નેતૃત્વ
ગુજરાતનો આ ખેલાડી કરશે ન્યુઝીલેન્ડ સામે ભારતનું નેતૃત્વ

નવી દિલ્હી ગુજરાતના ઓપનર પ્રિયાંક પાંચાલ (Priyank Panchal) ને ન્યૂઝીલેન્ડ (New Zealand) એ સામે કેપ્ટન તરીકે નિયુક્ત (India A against New Zealand A) કરવામાં આવ્યો છે. આ મહિનાના અંતમાં શરૂ થનારી ત્રણ ચાર દિવસીય મેચો (Priyank Panchal will lead India A) માટે બુધવારે 16 સભ્યોની ભારત (India) એ ટીમની જાહેરાત કરવામાં આવી હતી. પંચાલ ઉપરાંત આ ટીમમાં રૂતુરાજ ગાયકવાડ, કુલદીપ યાદવ અને પ્રસિદ્ધ કૃષ્ણા પણ સામેલ છે. ફાસ્ટ બોલર ઉમરાન મલિકનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો દેશને ખ્યાતિ અપાવવામાં આંતરરાષ્ટ્રીય દિવ્યાંગ ક્રિકેટરોનો ફાળો હોવા છતા કરવો પડી રહ્યો છે આવો સંઘર્ષ

રજત પાટીદાર અને મુંબઈના સરફરાઝ ખાનનો સમાવેશ પસંદગીકારોએ એવા ખેલાડીઓ પર પણ નજર રાખી છે, જેમણે ઘરેલું સિઝનમાં સારું પ્રદર્શન કર્યું છે. તેમાં બંગાળના બેટ્સમેન અભિમન્યુ ઇશ્વરન, મધ્ય પ્રદેશની રણજી ટ્રોફી જીતવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર રજત પાટીદાર અને મુંબઈના સરફરાઝ ખાનનો સમાવેશ કર્યો છે.

એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ત્રણેય વનડેની યજમાની કરશે આ ટીમમાં યુવા બેટ્સમેન તિલક વર્મા, મધ્યમ ગતિના બોલર મુકેશ કુમાર અને યશ દયાલ જેવા ખેલાડીઓ પણ સામેલ છે, જેમણે હજુ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમ્યું નથી. બેંગલુરુમાં એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પ્રથમ અને ત્રીજી ચાર દિવસીય મેચનું આયોજન કરશે જ્યારે બીજી મેચ હુબલીના રાજાનગર સ્ટેડિયમમાં રમાશે. ચેન્નાઈનું એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ત્રણેય વનડેની યજમાની કરશે. વનડે માટેની ટીમની જાહેરાત હવે પછી કરવામાં આવશે.

આ પણ વાંચો ગિલ વિદેશમાં ODI સદી ફટકારનાર ત્રીજો સૌથી યુવા ભારતીય બન્યો

ઈન્ડિયા એ ટીમ પ્રિયાંક પાંચાલ (કેપ્ટન), અભિમન્યુ ઈસ્વરન, રુતુરાજ ગાયકવાડ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, તિલક વર્મા, કેએસ ભરત (વિકેટ કીપર), ઉપેન્દ્ર યાદવ (વીકેટ કીપર), કુલદીપ યાદવ, સૌરભ કુમાર, રાહુલ ચહર, પ્રનંદ કૃષ્ણ , ઉમરાન મલિક, મુકેશ કુમાર, યશ દયાલ, અર્જન નાગવાસવાલા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.