ETV Bharat / sports

IPL 2023: લખનઉ સામે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ 18 રનથી જીત્યું

author img

By

Published : May 1, 2023, 10:11 AM IST

Updated : May 2, 2023, 12:21 AM IST

TATA IPL 2023ની 16મી સીઝનની 43મી મેચ આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઇ હતી. જેમાં RCBએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 126 રન બનાવ્યા હતા. તેના જવાબમાં લખનઉ સુપર જાયન્ટ્સે 19.5 ઓવરમાં 108 રનમાં ઑલઆઉટ થયું હતું. આમ બેંગ્લુરુ 18 રનથી જીતી ગયું હતું. આજની મેચના અંત ભાગમાં વિરાટ કોહલી અને ગૌત્તમ ગંભીર વચ્ચે કોઈક મુદ્દા પર બોલાચાલી થઈ હતી. વિરાટ કોહલી ગુસ્સામાં પોતાનો પક્ષ રજૂ કરતાં મેદાનમાં જોવા મળ્યો હતો.

IPL 2023: LSG vs RCB વચ્ચેની આજની IPL મેચ કોણ જીતશે? જાણો મેચની આગાહી
IPL 2023: LSG vs RCB વચ્ચેની આજની IPL મેચ કોણ જીતશે? જાણો મેચની આગાહી

લખનઉ : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 43મી મેચ લખનઉમાં ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં RCB અને LSG વચ્ચે રમાઇ હતી. જેમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ પ્રથમ ટોસ જીતીને બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. RCBએ 20 ઓવરમાં 9 વિકેટે 126 રન બનાવ્યા હતા અને લખનઉ સુુપર જાયન્ટ્સને જીતવા માટે 127 રનનો લક્ષ્યાંક આપ્યો છે. જો કે લખનઉ આ ટાર્ગેટને એચિવ કરી શકી ન હતી. લખનઉ 19.5 ઓવરમાં 108 રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું. અને બેંગ્લુરુએ 18 રન જીત મેળવી હતી.

RCBની બેટીંગ : રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ 20 ઓવરમાં 126 રનમાં બનાવ્યા હતા. જેમાં વિરાટ કોહલીએ 31 રન, ફાફ ડુ પ્લેસિસએ 44 રન, અનુજ રાવતએ 9 રન, મેક્ષવલએ 4 રન, સુયાશએ 6 રન, મહિપાલએ 3 રન, હસરંગાએ 8 રન, સેમ કરણએ 2 રન, સિરાજએ 0 રન અને જોસ હેઝલવુડ 1 રન બનાવ્યા છે.

LSGની બોલિંગ : લખનઉ સુપર જાયન્ટ્સએ 20 ઓવરમાં 9 વિકેટ ઝડપી હતી. જેમાં કૃણાલ પંડ્યાએ 4 ઓવરમાં 0 વિકેટ, સ્ટોઇનિસએ 1 ઓવરમાં 0 વિકેટ, નવિનએ 4 ઓવરમાં 3 વિકેટ, રવિએ 4 ઓવરમાં 2 વિકેટ, અમિત મિક્ષાએ 3 ઓવરમાં 2 વિકેટ, યશ ઠાકુરએ 2 ઓવરમાં 0 વિકેટ અને ગોવથામએ 2 ઓવરમાં 1 વિકેટ ઝડપી હતી.

Yashasvi Jaiswal: ઐતિહાસિક મેચમાં રચ્યો ઈતિહાસ, IPLમાં બનાવ્યો સૌથી મોટો સ્કોર

લખનઉ સુપર જાયન્ટ્સની બેટિંગઃ ક્યલે મેયર્સ 2 બોલમાં શૂન્ય રન, આયુષ બડોની 11 બોલમાં 4 રન, કૃનાલ પંડ્યા 11 બોલમાં 14 રન, દીપક હૂડા 2 બોલમાં એક રન, માર્કસ સ્ટોઈનિંસ 19 બોલમાં 13 રન, નિકોલસ પુરન 7 બોલમાં 9 રન, ક્રિશન્પપા ગોવથામ 13 બોલમાં 23 રન, રવિ બિશ્નોઈ 10 બોલમાં 5 રન, અમિત મિશ્રા 30 બોલમાં 19 રન, નવીન ઉલ હક 13 બોલમાં 13 રન અને કે એલ રાહુલ 3 બોલમાં શૂન્ય રન(નોટ આઉટ) બનાવ્યા હતા. ટીમને 7 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ 19.5 ઓવરમાં ટીમ 108 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની બોલીંગઃ મોહમ્દ સિરાજ 3 ઓવરમાં 24 રન આપી 1 વિકેટ લીધી હતી. જોશ હેઝલવુડ 3 ઓવરમાં 15 રન આપી 2 વિકેટ લીધી હતી. ગ્લેન મેક્સવેલ 1 ઓવરમાં 3 રન આપી 1 વિકેટ ઝડપી હતી. વાનિન્દુ હસરંગા 4 ઓવરમાં 20 રન આપી 1 વિકેટ લીઘી હતી. કર્ણ શર્મા 4 ઓવરમાં 20 રન આપી 2 વિકેટ ઝડપી હતી. હર્ષલ પટેલ 3.5 ઓવરમાં 20 રન આપી 1 વિકેટ લીધી હતી. અને મહિપાલ લોમ્રોર 1 ઓવરમાં 4 રન આપ્યા હતા.

IPL 2023: LSGની મુશ્કેલી વધી, બેટ અને બોલથી બળવો કરનાર સ્ટાર ઓલરાઉન્ડર ઘાયલ થયો

પોઈન્ટ્સ ટેબલ (IPL 2023Points Table) આજનીમેચના પરિણામ પછી પ્રથમ નંબરે ગુજરાત ટાઈટન્સ 12 પોઈન્ટ સાથે હતું. બીજા નંબરેરાજસ્થાન રોયલ્સ 10 પોઈન્ટ, ત્રીજા નંબરે લખનઉ સુપર જાયન્ટ્સ 10 પોઈન્ટ, ચોથાનંબરે ચેન્નાઈ સુપર કિંગ્સ 10 પોઈન્ટ્સ અને પાંચમાં નંબરે રોયલ ચેલેન્જર્સબેંગ્લુરુ 10 પોઈન્ટ હતા. પંજાબ કિંગ્સ 10 પોઈન્ટ, મુંબઈ ઈન્ડિયન્સ 8 પોઈન્ટ,કોલકત્તા નાઈટ રાઈડર્સ 6 પોઈન્ટ, સનરાઈઝર્સ હૈદરાબાદ 6 પોઈન્ટ અને દિલ્હી કેપિટલ્સ4 પોઈન્ટ હતા.

LSG vs RCB પિચ રિપોર્ટ: એકાના સ્ટેડિયમની સપાટી પ્રમાણમાં ધીમી બાજુએ છે. ટોસ જીતનારી ટીમ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કરી શકે છે. સ્પિનર્સ અહીં ખૂબ જ અસરકારક રહેશે અને 170થી ઉપરની કોઈપણ બાબત બોર્ડ પર સ્પર્ધાત્મક કુલ હશે. આજની મેચની આગાહી: મેચ જીતવા માટે પ્રથમ બેટિંગ કરનાર ટીમ

LSG vs RCB સંભવિત પ્લેઇંગ XI--લખનૌ સુપર જાયન્ટ્સ (LSG): કેએલ રાહુલ (સી), કાયલ મેયર્સ, આયુષ બદોની, દીપક હુડા, માર્કસ સ્ટોઈનીસ, કૃણાલ પંડ્યા, નિકોલસ પૂરન (ડબ્લ્યુકે), નવીન-ઉલ-હક, અવેશ ખાન, યશ ઠાકુર, રવિ બિશ્નોઈ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB): વિરાટ કોહલી (સી), ફાફ ડુ પ્લેસિસ, શાહબાઝ અહેમદ, ગ્લેન મેક્સવેલ, મહિપાલ લોમરોર, દિનેશ કાર્તિક (વિકેટમાં), સુયશ પ્રભુદેસાઈ, વાનિન્દુ હસરાંગા, જોશ હેઝલવુડ, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ

LSG vs RCB સંભવિત શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા: સંભવિત શ્રેષ્ઠ બેટરઃ વિરાટ કોહલી, દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલી આ સમયે શાનદાર ફોર્મમાં છે. તેણે આઠ મેચમાં 333 રન બનાવ્યા છે અને તેની સાથે તે IPL 2023 ઓરેન્જ કેપની યાદીમાં બીજા સ્થાને છે. છેલ્લી મેચમાં પણ, સ્ટેન્ડ-ઇન સુકાની અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો, અને લખનૌમાં, જ્યાં બોલ પ્રમાણમાં ઓછો રહેશે, વિરાટ ફરી એકવાર શાનદાર ઇનિંગ્સ રમી શકે છે. સંભવિત શ્રેષ્ઠ બોલરઃ મોહમ્મદ સિરાજ આ ઝડપી બોલર વર્તમાન સિઝનમાં શ્રેષ્ઠ બોલરોમાંનો એક છે. અત્યાર સુધીની આઠ મેચોમાં સિરાજે 14 વિકેટ ઝડપી છે અને આ સાથે તે IPL પર્પલ કેપની રેસમાં ટોચ પર છે. તે નવા બોલ સાથે નિર્દયી રહ્યો છે, અને તેથી, તે જોવાનું રસપ્રદ રહેશે કે તે LSG બેટર્સ સામે કેવું પ્રદર્શન કરે છે, જેઓ આ ક્ષણે ગીત પર છે.

Last Updated : May 2, 2023, 12:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.