ETV Bharat / sports

RCBની ટીમમાં મારો રોલ ઑસ્ટ્રિલિયાની ટીમ જેવો છે : મેક્સવેલ

author img

By

Published : Apr 15, 2021, 1:11 PM IST

'મારા માટે આ સારી નવી શરૂઆત છે જેમાં મને એક ખાલ રોલ આપવામાં આવ્યો છે. તમારી પાછળ પણ સારું રમવાવાળા હોય તે સ્થિતિ સારી છે. ઑસ્ટ્રેલિયાની ટીમની જેમ જ મારે રમવાનું છે. મને મારી રીતે રમવાની પૂરતી આઝાદી છે.' મેક્સવેલને ગત મેચમાં મેન ઑફ ધ મેચ આપવામાં આવ્યો હતો જ્યાં તેમે 41 બોલમાં 59 રન બનાવ્યા હતાં.

RCBની ટીમમાં મારો રોલ ઑસ્ટ્રિલિયાની ટીમ જેવો
RCBની ટીમમાં મારો રોલ ઑસ્ટ્રિલિયાની ટીમ જેવો

  • 2021ની IPLમાં મેક્સવેલનું સુધર્યું પ્રદર્શન
  • ઑસ્ટ્રેલિયાની જેમ રમવાની છૂટ
  • કોહલીની કેપ્ટન્સીના મેક્સવેલએ કર્યા વખાણ

ચેન્નઇ: ગેલન મેક્સવેલે ત્રણ ખરાબ સીઝન પછી બુધવારે IPLમાં પોતાની પહેલી હાફ સેન્ચ્યુરી ફટકારી છે. આ હાફ સેન્ચ્યુરી બાદ આ ક્રિકેટરમાં વધુ આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો. ગત ઇન્ડિયન પ્રિમિયર લીગમાં 13 મેચમાં તેણે માત્ર 108 રન બનાવ્યા હતાં. જેના કારણે તેને પંજાબ ફ્રેન્ચાઇઝીમાંથી પડતો મુકવામાં આવ્યો હતો. જો કે RCBએ તેને નંબર 4 પર બેટિંગ કરવાની તક આપી છે.

નવી ફ્રેન્ચાઇઝી સાથે સારી શરૂઆત

RCB ટીમ સાથે 41 બોલમાં 59 રન કરીને મેન ઑફ ધ મેચ મેળવતી વખતે મેક્સવેલએ કહ્યું હતું કે, "નવી ફ્રેન્ચાઇઝી સાથે નવી શરૂઆત મારા માટે ખૂબ જ સારી છે. અહીં મને એક ખાસ રોલ આપવામાં આવ્યો છે. તમારી પછી પણ સારા બેટ્સમેન હોય તે સ્થિતિ ખૂબ જ સારી છે. તમને તમારી રીતે રમવાની છૂટ હોય તે સ્થિતિ ખૂબ જ સારી છે"

વધુ વાંચો: IPL 2021: દિપક હૂડાની જેમ ભયમુક્ત થઈ બેસ્ટ્મેનો બેટિંગ કરેઃ કે. એલ. રાહુલ

2020ની IPLમાં તેણે એક પણ સિક્સ મારી ન હતી

"કોહલી મને ટાક્સ આપવામાં ખૂબ જ સારો છે. મારી પછી પણ રમનારા ખેલાડી છે. જે મારા માટે એક લક્ઝરી છે. આ મારી ચોથી IPL સીઝન છે અને મારા માટે પણ એક કસોટી છે કે હું મારી એક છાપ છોડું.", ખેલાડીએ વધુમાં ઉમેર્યું હતું. RCB સાથેની પહેલી મેચમાં તેણે 39 રન ફટકાર્યા હતાં જ્યારે બીજી મેચમાં તેણે 41 બોલમાંથી 59 રન ફટકાર્યા હતાં. બુધવારે રમાયેલી આ બીજી મેચમાં તેમે 3 સિક્સ મારી હતી. અગાઉની મેચમાં પણ તેણે 2 સિક્સ મારી હતી. 2020ની IPL સિઝનમાં તે એક પણ સિક્સ મારી શક્યો ન હતો.

વધુ વાંચો: યુપીના ફર્રૂખાબાદ જિલ્લામાં કેદીઓએ IPL જોવા ભૂખ હડતાળ કરી

IPLમાં અડધી સદી ફટકારી હતી 2016માં

મેક્સવેલએ IPLમાં છેલ્લી અડધી સદી 2016માં ફટાકારી હતી. 2017 અને 2018માં તેણે સૌથી વધારે 47 રન બનાવ્યા હતાં. 2019ની IPL તે રમી શક્યો ન હતો જ્યારે 2020માં તેનો હાઇએસ્ટ સ્કોર 32 રન હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.