ETV Bharat / sports

IPL 2023: મુંબઈ સામે ગુજરાત ટાઈટન્સની 27 રનથી હાર, સૂર્યાકુમાર યાદવના 103 રન

author img

By

Published : May 12, 2023, 3:59 PM IST

Updated : May 12, 2023, 11:57 PM IST

ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ સાથે ટક્કર થઈ છે. ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી. મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 218 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઈટન્સને જીત માટે 219 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જો કે ગુજરાત ટાઈટન્સ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 191 રન કર્યા હતા. આમ ગુજરાત 27 રને હારી ગયું હતું. આજની મેચના સુપર હીરો સૂર્યાકુમાર યાદવ 103 રન અને રાશિદ ખાન 79 રન બનાવ્યા હતા.

IPL 2023
IPL 2023

મુંબઈ: આજે 12 મે, 2023નો શુક્રવારે ઈન્ડિયન પ્રીમિયર લીગની 57મી મેચમાં પોઈન્ટ ટેબલમાં ટોપ પર ચાલી રહેલી ગુજરાત ટાઈટન્સની ટીમ ત્રીજા નંબરની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સાથે ટક્કર થઈ છે. મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 218 રનનો હાઈ સ્કોર બનાવ્યો હતો. તેના જવાબમાં ગુજરાત ટાઈટન્સ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 191 રન જ બનાવી શક્યું હતું. રાશિદ ખાન 32 બોલમાં 79 રન બનાવ્યા હતા, જેને કારણે જ ગુજરાત ટાઈટન્સની શરમજનક હારથી બચી ગયું હતું. અને થોડોક સન્માનજનક સ્કોર થયો હતો.

MIની બેટિંગઃ ઈશાન કિશાન(વિકેટ કિપર) 20 બોલમાં 31 રન બનાવ્યા હતા. રોહિત શર્મા(કેપ્ટન) 18 બોલમાં 29 રન કર્યા હતા. સૂર્યાકુમાર યાદવ 49 બોલમાં 11 ચોક્કા ને 6 સિક્સ ફટકારીને 103 રન(નોટ આઉટ) બનાવ્યા હતા. નેહલ 7 બોલમાં 15 રન, વિશ્નુ વિનોદ 20બોલમાં 30 રન, ટિમ ડેવિડ 3 બોલમાં 5 રન અને ગ્રીન 3 બોલમાં 3 રન(નોટ આઉટ) બનાવ્યા હતા. ટીમને 2 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ મુંબઈ ઈન્ડિયન્સનો 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને કુલ સ્કોર 218 રન થયો હતો.

GTની બોલીંગઃ શામી 4 ઓવરમાં 53 રન આપ્યા હતા. મોહિત શર્મા 4 ઓવરમાં 43 રન આપી 1 વિકેટ લીધી હતી.રાશિદ ખાન 4 ઓવરમાં 30 રન આપી 4 વિકેટ ઝડપી હતી. નૂર અહેમદ 4 ઓવરમાં 38 રન અને અલઝારી જોશેફ 4 ઓવરમાં 52 રન આપ્યા હતા.

ગુજરાત ટાઈટન્સની બેટિંગઃ વૃદ્ધિમાન સાહા(વિકેટ કિપર) 5 બોલમાં 2 રન, શુભમન ગિલ 9 બોલમાં 6 રન, હાર્દિક પંડ્યા(કેપ્ટન) 3 બોલમાં 4 રન, વિજય શંકર 14 બોલમાં 29 રન, ડેવિડ મિલર 26 બોલમાં 41 રન, અભિનવ મનોહ ર3 બોલમાં 2 રન, રાહુલ તેવટિયા 13 બોલમાં 14 રન, નૂર અહેમદ 3 બોલમાં 1 રન, રાશિદખાન 32 બોલમાં 3 ચોક્કા ને 10 સિક્સ ફટકારીને 79 રન અને અલઝારી જોશેફ 12 બોલમાં 7 રન બનાવ્યા હતા. ટીમને 6 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ રાશિદ ખાનના 79 રનને કારણે જ ગુજરાત ટાઈટન્સ 191 રન સુધી પહોંચી શક્યું હતું. તેમ છતાં ગુજરાતની 27 રનથી હાર થઈ હતી.

મુંબઈ ઈન્ડિયન્સની બોલીંગઃ જેશન બેહરેન્ડ્રોફ 4 ઓવરમાં 37 રન આપી 1 વિકેટ લીધી હતી. આકાશ મધવાલ 4 ઓવરમાં 31 રન આપી 3 વિકેટ ઝડપી હતી. ક્રિસ જોર્ડન 4 ઓવરમાં 34 રન આપ્યા હતા. પિયુષ ચાવલા 4 ઓવરમાં 36 રન આપી 2 વિકેટ લીધી હતી. કુમાર કાર્તિકેય 3 ઓવરમાં 37 રન આપી 2 વિકેટ લીધી હતી. કેમરોન ગ્રીન 1 ઓવરમાં 13 રન આપ્યા હતા.

પોઈન્ટ્સ ટેબલ ( IPL 2023 Points Table ) આજની મેચ હાર્યા પછી પણ ગુજરાત ટાઈટન્સ 16 પોઈન્ટ અને નેટ રનરેટ પ્લસ 0.761 સાથે પ્રથમ ક્રમાકે રહ્યું હતું. બીજા નંબરે ચેન્નાઈ સુપર કિંગ્સના 15પોઈન્ટ હતા. આજની મેચ જીત્યા પછી મુંબઈ ઈન્ડિયન્સ 14 પોઈન્ટ અને માઈનસ 0.117 નેટ રનરેટ સાથે ત્રીજા નંબરે આવી ગયું હતું. ચોથા નંબરે રાજસ્થાન રોયલ્સ 12 પોઈન્ટ અને પાંચમાં નંબરે લખનઉ સુપર જાયન્ટ્સ 11 પોઈન્ટ હતા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ 10 પોઈન્ટ, કોલકત્તા નાઈટ રાઈડર્સ 10 પોઈન્ટ, પંજાબ કિંગ્સ 10 પોઈન્ટ, સનરાઈઝર્સ હૈદરાબાદ 8 પોઈન્ટ અને દિલ્હી કેપિટલ્સ 8 પોઈન્ટ હતા.

મેચ પહેલાાનું એનાલિસીસઃ જો આજે રમાયેલી આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ જીતશે તો તે રાજસ્થાન રોયલ્સને પાછળ છોડીને ફરીથી ત્રીજા સ્થાને આવી જશે. આ સાથે જ આ મેચ જીત્યા બાદ ગુજરાત ટાઇટન્સની ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગના પ્લે-ઓફમાં પહોંચનારી ટીમ બની જશે.

GT અને MIનું પ્રદર્શન: મુંબઈ ઈન્ડિયન્સની જીતથી લખનૌ સુપર જાયન્ટ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, કોલકાતા નાઈટ રાઈડર્સ, પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ જેવી ટીમોની મુશ્કેલીઓ વધી જશે પરંતુ રોહિતની ટીમ પ્લે-ઓફની યાદીમાં પોતાનો સમાવેશ કરશે. પરંતુ જો આજની મેચમાં ગુજરાત ટાઇટન્સ જીતશે તો તે પ્લે ઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની જશે. બંને ટીમોના આંકડાઓ પર નજર કરીએ તો ખબર પડે છે કે ગુજરાત ટાઇટન્સે અત્યાર સુધીમાં 11 મેચમાં 8 જીત મેળવી છે અને 16 પોઈન્ટ મેળવ્યા છે. બીજી તરફ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 11 મેચમાં કુલ 6 જીત સાથે માત્ર 12 પોઈન્ટ જ બનાવી શકી છે. જો તે આજની મેચ જીતી જશે તો તે 14 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને પહોંચી જશે અને રાજસ્થાન લાયન્સ ટીમને ચોથા સ્થાને ધકેલી દેશે.

ગુજરાત ટાઇટન્સ જીતે તો પ્લેઓફમાં ક્વોલિફાય: આજની મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ પોતાની બોલિંગ પર ફોકસ કરશે, જેથી જો તેને પહેલા બોલિંગ કરવાનો મોકો મળે તો તે ગુજરાત ટાઈટન્સને મોટો સ્કોર કરતા રોકી શકે. બીજી તરફ, જો મુંબઈ ઈન્ડિયન્સને પ્રથમ બેટિંગ કરવાની તક મળશે, તો તેઓ બોર્ડ પર 200 થી વધુ રન લગાવવાનો પ્રયાસ કરશે, જેથી બોલરોને બચાવ કરવા માટે પૂરતા રન આપી શકાય.બીજી તરફ, ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ પ્લેઓફમાં સીધા જ ક્વોલિફાય થવા અને પોતાની ટીમને છેલ્લી 4માં લઈ જવામાં સફળ થવા મુંબઈ ઈન્ડિયન્સ સામેની આજની મેચ જીતવાનો પ્રયાસ કરશે.

ગુજરાત ટાઇટન્સનું પલડું ભારે: આઈપીએલમાં અત્યાર સુધી બંને ટીમો વચ્ચે માત્ર 2 મેચ રમાઈ છે, જેમાં એક મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને એક મેચ ગુજરાત ટાઈટન્સે જીતી છે. બીજી તરફ જો વાનખેડે મેદાન પર રમાયેલા રેકોર્ડની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સની ટીમે અહીં રમાયેલી 76 મેચમાંથી 46માં જીત મેળવી છે, જ્યારે 29 મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચનું પરિણામ આવ્યું ન હતું. જ્યારે ગુજરાત ટાઇટન્સે અહીં રમાયેલી તેમની 4માંથી 3 મેચ જીતી છે.

વરસાદની કોઈ શક્યતા નથી: હવામાન વિભાગના અહેવાલ મુજબ, આજની મેચમાં મુંબઈનું હવામાન સાફ રહેશે. મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સની મેચમાં વરસાદની કોઈ શક્યતા નથી. આજનું તાપમાન 31-34 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની શક્યતા છે. આ સાથે જ ત્યાં ભેજ 60-78 ટકા રહેવાનો અંદાજ છે.

પીચ રિપોર્ટ: વાનખેડે સ્ટેડિયમની પિચને જોતા એવું કહેવામાં આવી રહ્યું છે કે, અન્ય ભારતીય પીચોની તુલનામાં વાનખેડે સ્ટેડિયમની પિચ વધુ ઉછાળવાળી હોઈ શકે છે, જેના કારણે ઝડપી બોલરોને ઈનિંગની શરૂઆતમાં સ્વિંગ અને પેસમાં ચોક્કસ મદદ મળી શકે છે. . પરંતુ ધીમે-ધીમે પિચ બેટિંગ ફ્રેન્ડલી બની જશે.

આ પણ વાંચો:

Shivam Dube Most IPL Runs : IPLમાં શિવમ દુબેએ હાંસલ કરી વિશેષ સિદ્ધિ, લાંબી સિક્સ મારી બોલને તારો બનાવી દીધો

IPL 2023: દિલ્હી કેપિટલ્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સની 27 રનથી જીત

Last Updated :May 12, 2023, 11:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.