ETV Bharat / sports

MS Dhoni Video : MS ધોનીનો અલગ અંદાજ, ટ્રેક્ટર ચલાવતો વીડિયો થયો વાયરલ

author img

By

Published : Feb 9, 2023, 1:05 PM IST

MS ધોની સોશિયલ મીડિયા પર હંમેશા છવાયેલા રહે છે. ત્યારે ધોનીએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર ટ્રેક્ટર ચલાવતો વીડિયો શેર કર્યો હતો. સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યો છે.

અલગ અંદાજમાં દેખાયા MS ધોની
અલગ અંદાજમાં દેખાયા MS ધોની

નવી દિલ્હી: પૂર્વ ભારતીય કેપ્ટન અને બેટ્સમેન MS ધોની પોતાની અલગ સ્ટાઇલના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. એમએસ ધોનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ધોની બેટિંગ નહીં પરંતુ ખેતી કરતો જોવા મળી રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ધોની મેદાનમાં ટ્રેક્ટર ચલાવી રહ્યો છે. MS ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કર્યા પછી મોટાભાગે તેના ફાર્મ હાઉસમાં જોવા મળે છે. પરંતુ આ વખતે ધોનીનું અલગ જ રૂપ સામે આવ્યું છે.

આ પણ વાંચો: IND VS AUS FIRST TEST: મહેમાન ટીમની નબળી શરુઆત 24 રનમાં 2 વિકેટ પડી

સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ વીડિયો: એમએસ ધોનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પરથી એક વીડિયો પોસ્ટ કર્યો છે. જે સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યો છે. જેમાં ધોની પોતે ટ્રેક્ટર ચલાવીને આખા ખેતરમાં ખેતી કરતો જોવા મળે છે. આ સાથે ધોનીએ આ વીડિયોને ક્યૂટ કેપ્શન આપ્યું છે. ધોનીએ લખ્યું છે કે 'કંઈક નવું શીખવું સારું લાગ્યું પરંતુ કામ પૂરું કરવામાં ઘણો સમય લાગ્યો'. ધોનીના ચાહકોને આ વીડિયો ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ વીડિયો પર ફેન્સ સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. ધોનીના આ વીડિયોને 14 લાખથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ સિવાય લગભગ 45 હજાર લોકોએ આ વીડિયો પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા દર્શાવી રહ્યા છે.

આ પણ વાંચો: ICC Rankings: હાર્દિક પંડ્યાની ICC રેન્કિંગમાં મોટો ઉછાળો, શુભમન ગિલને પણ ફાયદો

IPL 2023ની તૈયારી: એમએસ ધોની સોશિયલ મીડિયા પર હંમેશા એક્ટિવ રહે છે. આ પહેલા પણ તેણે એક વીડિયો શેર કર્યો હતો. જે તેમના ફાર્મહાઉસનો હતો. ધોનીએ 15 ઓગસ્ટ 2020ના રોજ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. તેમણે તેમની દરમિયાન આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં કુલ 538 મેચ રમી છે. જેમાં તેણે 44.96ની સરેરાશથી કુલ 21,834 રન બનાવ્યા છે. જેમાં તેની 16 સદી અને 108 અડધી સદી સામેલ છે. નિવૃત્તિ લીધા બાદ ધોની આઈપીએલ રમતા જોવા મળે છે. ધોની IPL 2023ની તૈયારી કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.