ETV Bharat / sports

IPL 2023 : રાજસ્થાન સામે ભારે રસાકસી વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની 6 વિકેટથી જીત

author img

By

Published : Apr 30, 2023, 3:10 PM IST

Updated : May 1, 2023, 12:22 AM IST

MI vs RR IPL 2023 Playing 11: જોફ્રા આર્ચરની વાપસી થશે, આવી હોઈ શકે છે બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન
MI vs RR IPL 2023 Playing 11: જોફ્રા આર્ચરની વાપસી થશે, આવી હોઈ શકે છે બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન

રાજસ્થાન રોયલ્સ સામે મુંબઈ ઈન્ડિયન્સની 6 વિકેટથી જીત થઈ છે. આજની મેચ ભારે રસાકસીભરી હતી. મુંબઈ ઈન્ડિયનના કેપ્ટન રોહિત શર્માનો આજે બર્થ ડે હતો અને તેમની ટીમના સૂર્યકુમાર યાદવ અને ટીમ ડેવિડે રોહિત શર્માએ મેચ જીતાડીને રોહિત શર્માને બર્થ ડેની ગિફ્ટ આપી દીધી હતી. ત્યાર બાદ મુંબઈ ઈન્ડિયન્સની ટીમમાં ભારે ઉત્સાહ આવી ગયો હતો.

હૈદરાબાદ : ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 42મી મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ વચ્ચે રમાઇ હતી. જેમાં રાજસ્થાનએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં તે ટીમે 20 ઓવરમાં 7 વિકેટએ 212 રન બનાવ્યા હતા. MIએ જીતવા માટે 213 રન બનાવવાનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે 19.3 ઓવરમાં 4 વિકેટના નુકસાને 214 રન બનાવીને મેચ જીતી હતી. ટીમ ડેવિડે છેલ્લી ઓવરમાં પહેલા ત્રણ બોલમાં સળંગ સિક્સ ફટકારીને મેચની જીતી લીધી હતી.

RRની બેટીંગ : રાજસ્થાનની ટીમે 20 ઓવરમાં 212 રન બનાવ્યા હતા. જેમાં જયસ્વાલએ 124 રન, જોસ બટલરએ 18 રન, સંજૂ સેમસનએ 14 રન, દેવદત્ત પડિકલએ 2 રન, જેસનએ 11 રન, ધ્રુવએ 2 રન, અશ્વિનએ 8 રન(અણનમ) અને બોલ્ટએ 0 રન (અણનમ) બનાવ્યા હતા.

MI બોલિંગ : મુંબઇએ પ્રથમ બોલિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ઝડપી હતી. જેમાં કેમરોનએ 3 ઓવરમાં 0 વિકેટ, જોફ્રાએ 4 ઓવરમાં 1 વિકેટ, રિલેએ 4 ઓવરમાં 1 વિકેટ, પિયુશએ 4 ઓવરમાં 2 વિકેટ, કુમારએ 2 ઓવરમાં 0 વિકેટ અને અર્શદ ખાનએ 3 ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી.

મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગઃ રોહિત શર્મા(કેપ્ટન) 5 બોલમાં 3 રન કર્યા હતા. ઈશાન કિશાન 23 બોલમાં 4 ચોક્કા મારીને 28 રન કર્યા હતા. કેમરોન ગ્રીન 26 બોલમાં 4 ચોક્કા 2 સિક્સ ફટકારીને 44 રન બનાવ્યા હતા. સૂર્યા કુમાર યાદવ 28 બોલમાં 8 ચોક્કા અને 2 સિક્સ મારીને 55 રન બનાવ્યા હતા. તિલક વર્મા 21 બોલમાં 3 ચોક્કા અને 1 સિક્સની મદદથી 29 રન(નોટ આઉટ) અને ટિમ ડેવિડ 14 બોલમાં 2 ચોક્કા અને 5 સિક્સ ફટકારીને 45 રન બનાવ્યા હતા. ટીમને 10 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ કુલ સ્કોર 19.3 ઓવરમાં 4 વિકેટના નુકસાને 214 રન બનાવ્યા હતા.

રાજસ્થાન રોયલ્સની બોલીંગઃ ટ્રેન્ટ બોલ્ટ 4 ઓવરમાં 43 રન આપી એક વિકેટ લીધી હતી. સંદીપ શર્મા 4 ઓવરમાં 35 રન આપી 1 વિકેટ લીધી હતી. રવિચંદ્રન અશ્વિન 4 ઓવરમાં 27 રન આપી 2 વિકેટ ઝડપી હતી. ચહલ 3 ઓવરમાં 32 રન આપ્યા હતા. જેસન હોલ્ડર 3.3 ઓવરમાં 55 રન આપ્યા હતા. અને કુલદીપ સેન 1 ઓવરમાં 20 રન આપ્યા હતા.

પોઈન્ટ્સટેબલ ( IPL 2023 Points Table ) આજની મેચના પરિણામ પછી રાજસ્થાન રોયલ્સ પહેલા નંબર પરથી 10 પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર આવી ગયું હતું. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે 8 પોઈન્ટ મેળવ્યા હતા અને પોઈન્ટ્સટેબલમાં સાતમાં નંબરે આવ્યું હતું. પ્રથમ નંબરે ગુજરાત ટાઈટન્સ 12 પોઈન્ટ, બીજા નંબરે લખનઉ સુપર જાયન્ટ્સ 10 પોઈન્ટ અને ત્રીજા નંબરે રાજસ્થાન રોયલ્સ 10 પોઈન્ટ અને ચોથા નંબરે ચેન્નાઈ સુપર કિંગ્સ 10 પોઈન્ટ હતા.

પોઈન્ટ્સ ટેબલઃ પંજાબ કિંગ્સ 10 પોઈન્ટ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ 8 પોઈન્ટ, મુંબઈ ઈન્ડિયન્સ 8 પોઈન્ટ, કોલકત્તા નાઈટ રાઈડર્સ 6 પોઈન્ટ, સનરાઈઝર્સ હૈદરાબાદ 6 પોઈન્ટ અને દિલ્હી કેપિટલ 4 પોઈન્ટ હતા.

જોફ્રા આર્ચર પરત ફરશે: મુંબઈ ઈન્ડિયન્સ માટે સારી વાત એ છે કે ઝડપી બોલર જોફ્રા આર્ચર વાપસી કરવાનો છે. આર્ચર ઈજાના કારણે છેલ્લી કેટલીક મેચો રમી શક્યો ન હતો. રિલે મેરેડિથને તેમની ટીમમાં રહેવા માટે બહાર જવું પડશે. જ્યારે નેહલ વાઢેરા અને અર્જુન તેંડુલકર ટીમમાં રહેશે. સૂર્યકુમાર યાદવ અને રોહિત શર્મા પાસેથી મોટી ઇનિંગ્સની અપેક્ષા રાખવામાં આવશે.

Chennai Vs Punjab Prediction: CSK vs PBKSની આજની મેચમાં આ ખેલાડી કરી શકે કરામત

ટ્રેન્ટ બોલ્ટ રાજસ્થાન રોયલ્સમાં પરત ફરશે: રાજસ્થાન રોયલ્સની ટીમે સતત બે પરાજય બાદ છેલ્લી મેચ જીતી હતી. તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચ 32 રને જીતી હતી. મુંબઈ સામેની મેચમાં ટીમમાં એક ફેરફાર કરવામાં આવશે. વાનખેડેમાં રમાનાર આ મેચમાં ઝડપી બોલરોની મદદ મળશે. આ કારણોસર એડમ ઝમ્પાની જગ્યાએ કિવી ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટને તક આપવામાં આવશે.

મુંબઈ ઈન્ડિયન્સની સંભવિત પ્લેઈંગ ઈલેવન - રોહિત શર્મા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કેમેરોન ગ્રીન, ટિમ ડેવિડ, તિલક વર્મા, નેહલ વાઢેરા, અર્જુન તેંડુલકર, પીયૂષ ચાવલા, જેસન બેહરનડોર્ફ, જોફ્રા આર્ચર

IPL 2023માં અજિંક્ય રહાણે, પીયૂષ ચાવલા અને મોહિત શર્માએ સાબિત કર્યું કે 'ઓલ્ડ ઇઝ ગોલ્ડ'

રાજસ્થાન રોયલ્સ પોસિબલ પ્લેઈંગ ઈલેવન - યશસ્વી જયસ્વાલ, જોસ બટલર, દેવદત્ત પડિકલ, સંજુ સેમસન, શિમરોન હેટમાયર, જેસન હોલ્ડર, ધ્રુવ જુરેલ, આર અશ્વિન, યુઝવેન્દ્ર ચહલ, સંદીપ શર્મા, ટ્રેન્ટ બોલ્ટ

  • કીપર- સંજુ સેમસન (વાઈસ-કેપ્ટન)
  • બેટ્સમેન - રોહિત શર્મા (કેપ્ટન), સૂર્યકુમાર યાદવ, શિમરોન હેટમાયર, જોસ બટલર, ઈશાન કિશન
  • ઓલરાઉન્ડર - કેમેરોન ગ્રીન, ટિમ ડેવિડ્સ, જેસન હોલ્ડર
  • બોલરો- ટ્રેન્ટ બોલ્ટ, સંદીપ શર્મા, આર.કે. અશ્વિન
Last Updated :May 1, 2023, 12:22 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.