ETV Bharat / sports

IPL 2023: રાજસ્થાન-દિલ્લી વચ્ચે થઈ દમદાર ટક્કર, રાજસ્થાનનો 57 રનથી થયો વિજય

author img

By

Published : Apr 8, 2023, 7:40 AM IST

Updated : Apr 9, 2023, 12:05 PM IST

IPL 2023: આજે રાજસ્થાન-દિલ્લી વચ્ચે ટક્કર, હારનો બદલો લેવા જૂની રણનીતિ કામ કરે એવા એંધાણ
IPL 2023: આજે રાજસ્થાન-દિલ્લી વચ્ચે ટક્કર, હારનો બદલો લેવા જૂની રણનીતિ કામ કરે એવા એંધાણ

રાજસ્થાન રોયલ્સે દિલ્હી કેપિટલ સામે 57 રનથી આસાન વિજય પ્રાપ્ત થઈ હતી. દિલ્હી કેપિટલ્સની આ સતત ત્રીજી હાર છે. બટલરના 51 બોલમાં મોટો સ્કોર નોંધાયો હતો. જેમાં 1 સિક્સ અને 79 રનના સ્કોરનો સમાવેશ થાય છે. જ્યારે પ્લેયર ઓફ ધ મેચનો યશ યશસ્વી જયસ્વાલના નામે લખાયો છે.

ગુવાહાટીઃ રાજસ્થાનના ઓપનર જયસ્વાલે ઈનિંગની સારી એવી રમી હતી. ખાલિલની ઓવરમાં પાંચ ફોર અને ધમાકેદાર બેટિંગ કરી હતી. રાજસ્થાને બોલ્ટની ઓવરમાં ત્રીજા બોલે પૃથ્વી શૉ અને વન ડાઉન મનિષ પાંડેને ચોથા બોલે આઉટ કરી દીધા હતા. જેના કારણે દિલ્હીની ટીમ પર એ પ્રેશર ઊભું થયું હતું. 2023ની 11મી મેચ સુકાની સંજુ સેમસનની રાજસ્થાન રોયલ્સના નામ પર રાખવામાં આવી છે.

57 રનથી હારઃ આ મેચમાં રાજસ્થાને દિલ્હી કેપિટલ્સને 57 રનથી હરાવ્યું છે. આ જીત બાદ રાજસ્થાનની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. રાજસ્થાનની જીતના હીરો રહેલા જોસ બટલરે 51 બોલમાં 79 રન અને યશસ્વી જયસ્વાલે 31 બોલમાં 60 રન ફટકાર્યા હતા. જોકે, આ એક મોટી મજબુત શરૂઆત ગણવામાં આવે છે.

આ પણ વાંચોઃ IPL 2023 Digital Viewership: IPLની ટીવી વ્યૂઅરશિપ ઘટી, ડિજિટલે જમાવટ કરી દીધી

અણનમ ખેલાડીઃ આ પછી શિમરોન હેટમાયર 21 બોલમાં 39 રન બનાવીને અણનમ રહ્યો હતો. તે જ સમયે, ટ્રેન્ટ બોલ્ટ અને યુઝવેન્દ્ર ચહલે શાનદાર બોલિંગ પ્રદર્શન રજૂ કરતા 3-3 વિકેટ લીધી હતી. આ સિવાય રવિચંદ્રન અશ્વિને 2 અને સંદીપ શર્માએ એક વિકેટ ઝડપી છે. આ લીગમાં દિલ્હીને તેની ત્રીજી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ટોસ જીત્યા બાદ દિલ્હીએ પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી.

રાજસ્થાનનો સ્કોરઃ પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 4 વિકેટના નુકસાને 199 રન બનાવ્યા હતા. તે જ સમયે, તેના લક્ષ્યને પૂર્ણ કરવા માટે ઉતરેલી દિલ્હીની ટીમ 9 વિકેટ ગુમાવીને 142 રન પર સમેટાઈ ગઈ હતી. રાજસ્થાન અને દિલ્હી વચ્ચેની અત્યાર સુધીની મેચમાં રાજસ્થાન રોયલ્સનો દબદબો જોવા મળી રહ્યો છે. જો કે ટીમને છેલ્લી મેચમાં પંજાબ કિંગ્સ સામે 5 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.

મેચ સરળ નથીઃ કપરી સ્થિતિમાં તેની રાજસ્થાન સામેની મેચ આસાન બનવાની નથી. જોકે, દિલ્હીની ટીમ આ પહેલાની ટુર્નામેન્ટમાં જે જીત સાથે આગળ વધી રહી હતી એ જૂની રણનીતિ અપનાવે તો આ મેચમાં થોડો ફાયદો થઈ શકે. પણ મેચનું પાસુ ક્યારે પલટે એ કહી શકાય એમ નથી. ગુવાહાટીના બાસપારા સ્ટેડિયમની પીચ પર બેટ્સમેનો માટે સારી હોવાનું મનાય રહ્યું છે. જોકે અહીં મોટા સ્કોર માટેના ચાન્સ બન્ને ટીમ પાસે રહેલા છે.

ટોસ કોણ જીતશેઃ ટોસ જીતીને કોણ શું નિર્ણય લે છે એના પર સમગ્ર સ્કોરનો આધાર રહેશે. અહીંની પીચ બેટિંગ માટે છે એમ કહી શકાય છે. છેલ્લી મેચમાં અહીં ઝડપી બોલરોને મદદ મળતી જોવા મળી હતી. આવી સ્થિતિમાં, ઝડપી બોલરો પણ શરૂઆતની ઓવરમાં બેટ્સમેનની મુશ્કેલી વધારી શકે છે. આ માટે ટીમ પહેલા સ્પીનર્સથી શરૂઆત કરે છે કે, ફાસ્ટ બોલરને ચાન્સ આપે છે એ જોવાનું છે. ઝાકળની સમસ્યાને જોતા ટોસ જીત્યા બાદ પહેલા બોલિંગ કરવી એ સારો નિર્ણય માનવામાં આવશે.

આ પણ વાંચોઃ MI vs CSK : ચેન્નાઈ સુપર કિંગ્સના બોલિંગ કોચ ડ્વેન બ્રાવોએ ડેથ ઓવર્સમાં બોલિંગની આપી ટિપ્સ

રાજસ્થાન રોયલ્સઃ શિમરોન હેટમાયર, યશસ્વી જયસ્વાલ, દેવદત્ત પડિકલ, આર પરાગ, કેઆર સેન, રવિચંદ્રન અશ્વિન, જેસન હોલ્ડર, એસવી સેમસન (સી), જોસ બટલર, ટ્રેન્ટ બોલ્ટ, યુઝવેન્દ્ર ચહલ

દિલ્હીઃ પૃથ્વી શો, ડેવિડ વોર્નર (સી), મિશેલ માર્શ, રિલે રોસો, સરફરાઝ ખાન/મનીષ પાંડે, અક્ષર પટેલ, અભિષેક પોરેલ (ડબ્લ્યુકે), કુલદીપ યાદવ. અમન ખા, એનરિક નોર્ટજે, મુકેશ કુમાર

Last Updated :Apr 9, 2023, 12:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.