ETV Bharat / sports

KKR vs LSG : રીંકુની શાનદાર બેટિંગ, લખનઉનો એક રને વિજય, પ્લેઓફમાં પહોંચનારી ત્રીજી ટીમ બની

author img

By

Published : May 20, 2023, 10:42 AM IST

Updated : May 20, 2023, 11:44 PM IST

કોલકાતા નાઈટ રાઈડર્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે શનિવારે મેચ રમાઈ હતી. લખનઉ સુપર જાયન્ટ્સ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 176 રન બનાવ્યા હતા. તેના જવાબમાં કોલકાતા નાઈટ રાઈડર્સે 175 રને અટકીને માત્ર 2 રને પરાજય થઈ છે.

KKR vs LSG : રીંકુની શાનદાર બેટિંગ, લખનઉનો એક રને વિજય, પ્લેઓફમાં પહોંચનારી ત્રીજી ટીમ બની
KKR vs LSG : રીંકુની શાનદાર બેટિંગ, લખનઉનો એક રને વિજય, પ્લેઓફમાં પહોંચનારી ત્રીજી ટીમ બની

કોલકાતા: આ સિઝનની 68મી લીગ મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાઈ હતી. પ્લેઓફના દૃષ્ટિકોણથી આ મેચ બંને ટીમો માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતી. લખનઉની ટીમ જીત સાથે અંતિમ ચારમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેશે. તો બીજી તરફ કોલકાતા નાઈટ રાઈડર્સ આ વર્ષે થોડું ખરાબ પ્રદર્શનના કારણે પ્લેઓફમાંથી બહાર થઈ છે.

લખનઉ સુપર જાયન્ટ્સની બેટીંગ : પ્રથમ બેટીંગ કરતા KKR એ 20 ઓવરમાં 176 રન બનાવ્યા હતા. જેમાં કરન શર્મા 5 બોલમાં 3 રન,ક્વિંટન ડી કોક્ક 27 બોલમાં 28 રન, પ્રેરક માંકડ 20 બોલમાં 26 રન,માર્કસ સ્ટોઇનિસ 2 બોલમાં 0 રન, કૃણાલ પંડ્યા 8 બોલમાં 9 રન,આયુષ બદોની 21 બોલમાં 25 રન, નિકોલસ પૂરન 30 બોલમાં 58 રન,કૃષ્ણપ્પા ગૌતમ 4 બોલમાં 11 રન, રવિ બિશ્નોઈ 2 બોલમાં 2 રન અને નવીન-ઉલ-હક 3 બોલમાં 2 રન બનાવ્યા હતા.

કોલકાતા નાઈટ રાઈડર્સની બોલીંગ : શાર્દુલ ઠાકુર 2 ઓવરમાં 27 રન આપી 2 વિકેટ લીધી હતી. વૈભવ અરોરા 4 ઓવરમાં 30 રન આપી 2 વિકેટ લીધી હતી.સુનિલ નારાયણ 4 ઓવરમાં 28 રન આપી 2 વિકેટ લીધી હતી. હર્ષિત રાણા 3 ઓવરમાં 21 રન આપી 1 વિકેટ લીધી હતી અને વરુણ ચક્રવર્તી 4 ઓવરમાં 38 રન આપી 1 વિકેટ લીધી હતી.

પિચ રિપોર્ટ: બંને ટીમો વચ્ચેની આ મેચ કોલકાતાની ટીમના હોમ ગ્રાઉન્ડ ઈડન ગાર્ડન્સ મેદાન પર હતી. અત્યાર સુધી અહીં રમાયેલી 84 IPL મેચોમાં ટાર્ગેટનો પીછો કરતી ટીમ 50 વખત જીતી છે. આ સિઝનમાં અત્યાર સુધી અહીં રમાયેલી 4 મેચોમાં ટીમ 3 વખત પ્રથમ બેટિંગ કરી છે. જ્યારે 3 વખત ટાર્ગેટનો પીછો કરનાર ટીમે જીત મેળવી હતી.

કોલકાતા નાઈટ રાઈડર્સની બેટીંગ : જેસન રોય 28 બોલમાં 45 રન, વેંકટેશ અય્યર 15 બોલમાં 24 રન, નિતિશ રાણા 10 બોલમાં 8 રન, રહેમાનુલ્લા ગુરબાઝ 17 બોલમાં 21 રન, રિંકુ સિંહ 33 બોલમાં 67 રન, આન્દ્રે રસેલ 9 બોલમાં 7 રન, શાર્દુલ ઠાકુર 7 બોલમાં 3 રન, સુનીલ નારાયણ 2 બોલમાં 1 રન અને વૈભવ અરોરા 1 બોલમાં 1 રન એમ ટોટલ રને

લખનઉ સુપર જાયન્ટ્સની બોલીંગ : રવિ બિશ્નોઇ 4 ઓવરમાં 23 રન આપી 2 વિકેટ લીધી હતી. કૃષ્ણપ્પા ગૌતમ 4 ઓવરમાં 26 રન આપી 1 વિકેટ લીધી હતી. કૃણાલ પંડ્યા 4 ઓવરમાં 30 રન આપી 1 વિકેટ લીધી હતી. યશ ઠાકુર 3 ઓવરમાં 31 રન આપી 2 વિકેટ લીધી હતી.

પોઈન્ટ્સ ટેબલ (IPL 2023 Points Table) : આજની મેચના પરિણામ પછી પ્રથમ નંબરે ગુજરાત ટાઈટન્સના 18 પોઈન્ટ હતા. બીજા નંબરે ચેન્નાઈ સુપર કિંગ્સના 17 પોઈન્ટ, ત્રીજા નંબરે લખનઉ સુપર જાયન્ટ્સ 17 પોઈન્ટ, ચોથા નંબરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના 14 પોઈન્ટ, પાંચમાં નંબરે રાજસ્થાન રોયલ્સના 14પોઈન્ટ, છઠ્ઠા નંબરે મુંબઈ ઈન્ડિયન્સના 14 પોઈન્ટ, સાત નંબરે કોલકત્તા નાઈટ રાઈડર્સના 12 પોઈન્ટ, આઠ નંબરે પંજાબ કિંગ્સના 12 પોઈન્ટ, નવમાં દિલ્હી કેપિટલ્સના 10 પોઈન્ટ(E) અને દસમાં સનરાઈઝર્સ હૈદરાબાદના 8 પોઈન્ટ (E) રહ્યું છે.

  1. IPL 2023ની LSG ટીમમાં ઇજાગ્રસ્ત જયદેવ ઉનડકટની જગ્યાએ સૂર્યાંશ શેડગે
  2. 7 ટીમો હજુ પણ પ્લેઓફની રેસમાં: જાણો IPL 2023 પ્લેઓફ માટે દરેક ટીમની લાયકાતનો માહોલ
  3. Virendra Sehwag: આ યુપી સ્ટાર કોહલી પાસેથી શીખી રહ્યો છે 50ને 100માં કન્વર્ટ કરવાની કળા
Last Updated :May 20, 2023, 11:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.