ETV Bharat / sports

IPL : KKR ની મુંબઈ પર એકતરફી જીત : અય્યર-ત્રિપાઠીની તોફાની ઇનિંગ્સ

author img

By

Published : Sep 24, 2021, 8:28 AM IST

IPL : KKR ની મુંબઈ પર એકતરફી જીત : અય્યર-ત્રિપાઠીની તોફાની ઇનિંગ્સ
IPL : KKR ની મુંબઈ પર એકતરફી જીત : અય્યર-ત્રિપાઠીની તોફાની ઇનિંગ્સ

ગતરાત્રે શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે રમાયેલ KKR અને MI વચ્ચે મુકાબલો થયો હતો. જેમાં KKR નું પલડું ભારે જોવા મળ્યુ હતું. અય્યર-ત્રિપાઠીની તોફાની ઇનિંગ્સની મદદથી KKR એ જીત મેળવી હતી.

  • KKR ની મુંબઈ પર એકતરફી જીત
  • અય્યર-ત્રિપાઠીની તોફાની ઇનિંગ્સની મદદથી KKR એ જીત મેળવી હતી.
  • KKR એ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો.
  • મુંબઈની પ્રથમ વિકેટ માટે 78 રનની ભાગીદારી નોંધાઇ હતી

દુબઈ: આઈપીએલ 2021 ની 34 મી મેચમ શેખ ઝાયદ સ્ટેડિયમ ખાતે રમાયેલ હતી જેમાં કોલકાતા નાઈટ રાઈડર્સના (KKR) રાહુલ ત્રિપાઠી (અણનમ 74) અને વેંકટેશ અય્યર (53) ની શાનદાર બેંટિંગના આધારે મુંબઈ ઈન્ડિયન્સને સાત વિકેટે હરાવી હતી. KKR એ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો.

આ પણ વાંચો : કોચ રવિ શાસ્ત્રીએ એવું તો શું કહ્યું હતું કે વિરાટ કોહલીએ છોડી દીધી કેપ્ટનશિપ

મુંબઈએ 20 ઓવરમાં છ વિકેટે 155 રન બનાવ્યા હતા

પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ 20 ઓવરમાં છ વિકેટે 155 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરતા કેકેઆરની ટીમે 15.1 ઓવરમાં ત્રણ વિકેટે 159 રન બનાવીને મેચ જીતી લીધી હતી. મુંબઈ માટે, જસપ્રીત બુમરાહે ત્રણ વિકેટ લીધી, KKR એ શાનદાર શરૂઆત કરી, ઓપનર અય્યર અને શુભમન ગિલે પ્રથમ વિકેટ માટે 40 રનની ભાગીદારી કરી. KKR ને પહેલો ફટકો ગિલનો લાગ્યો બુમરાહે ગિલને આઉટ કર્યો હતો, ગિલે નવ બોલમાં એક ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 13 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો : ટી-20 વર્લ્ડ કપનું ધમાકેદાર એન્થમ લોન્ચ, વિરાટ અને રાશિદ જોવા મળ્યા નવા અવતારમાં

મુંબઈની પ્રથમ વિકેટ માટે 78 રનની ભાગીદારી નોંધાઇ હતી

મોર્ગન બાદ બેટિંગ કરવા આવેલા નીતિશ રાણાએ અણનમ પાંચ રન બનાવ્યા હતા. અગાઉ, રોહિત શર્મા અને ડી.કોકે મુંબઈને સારી શરૂઆત અપાવી હતી. કારણ કે બંને બેટ્સમેનોએ પ્રથમ વિકેટ માટે 78 રનની ભાગીદારી કરી હતી. નારાયણે રોહિતને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી, જેણે 30 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 33 રન બનાવ્યા હતા. ત્યારબાદ સુ્ર્યકુમાર યાદવ પણ (5) રણમાં આઉટ થયો હતો. ત્યારબાદ ડી.કોક, ઇશાન કિશન સાથે આગળ વધ્યો, પરંતુ તેની અર્ધીસદી પૂરી કર્યા બાદ કૃષ્ણાએ તેને લાંબો સમય ટકવા ન દીધો અને તે ત્રીજા બેટ્સમેન તરીકે આઉટ થયો. ડી.કોકે 42 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી (55) રન બનાવ્યા હતા. આ પછી, કિશને તેની વિકેટ પણ ગુમાવી દીધી અને 13 બોલમાં છગ્ગાની મદદથી 14 રન બનાવ્યા બાદ આઉટ થયો. કિરોન પોલાર્ડ છેલ્લી ઓવરમાં રન આઉટ થયો હતો. તેણે 15 બોલમાં બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 21 રન બનાવ્યા હતા. આ પછી ક્રુણાલ પંડ્યા (12) છઠ્ઠા બેટ્સમેન તરીકે આઉટ થયો હતો. સૌરભ તિવારી પાંચ રને અણનમ રહ્યો હતો અને એડમ મિલને ઇનિંગમાં એક રન બનાવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.