ETV Bharat / sports

IPL-12: મુંબઈ સામે ચેન્નઈની કારમી હાર, હોમટાઉનમાં પ્રથમવાર હારી ધોનીની 'સુપરકિંગ્સ'

author img

By

Published : Apr 27, 2019, 2:49 AM IST

ચેન્નઈ: રોહિત શર્માની આગેવાનીમાં મુંબઈએ શાનદાર પ્રદર્શન કરતા ચેન્નઈને ફરી એકવાર માત આપી છે. જેમાં ચેન્નઈએ 46 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મુંબઈની IPL સીઝનમાં 7મી જીત છે. આ જીતમાં મુંબઇ IPL-12ના પ્લેઓફની ઘણી નજીક પહોંચી ગઈ છે. જેમાં તેને 11 મેચમાંથી 7 જીત હાંસલ કરી છે.

IPL-12: મુંબઈ સામે ચેન્નઈની કારમી હાર

મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા 4 વિકેટ પર 155 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ચેન્નઈની ટીમે 17.4 ઓવરમાં 109 રન બનાવી ઑલઆઉટ થઈ ગઈ હતી. આ મેચ ચેન્નઈના પી.ચિદંમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાઈ રહી હતી. આ સીઝનમાં પહેલીવાર ચેન્નઈની ટીમ હોમટાઉનમાં હારી છે. ચેન્નઈ અને મુંબઈની વચ્ચે આ સીઝનનો બીજો મેચ હતો. જે બંન્ને મેચ મુંબઈના કબ્જામાં રહી છે.

આ મેચમાં સુરેશ રૈનાએ ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈ ઈન્ડિયન્સે પ્રથમ બેટિંગ કરતા 4 વિકેટ પર 155 રન બનાવ્યા હતા. જેમાં કેપ્ટન રોહિત શર્માએ 48 બોલ પર શાનદાર 67 રન બનાવ્યા હતા. ચેન્નઈ માટે સૈંટનરે 2 અને ઈમરાન તાહિર તેમજ દિપક ચાહરે 1-1 વિકેટ લીધી હતી.

જેના જવાબમાં ચેન્નઈની ટીમ 17.4 ઓવરમાં માત્ર 109 રન બનાવી ઑલઆઉટ થઈ ગઈ હતી. જેમાં મુંબઈના લસિથ મલિંગાએ 4, જસપ્રીત બૂમરાહ અને કૃણાલ પંડ્યાએ 2-2 વિકેટ લીધી હતી. ચેન્નઈ તરફથી મુરલી વિજયે 38 રન બનાવ્યા હતા. આ મેચમાં મુંબઈના કેપ્ટન રોહિત શર્મા મેન ઓફ ધ મેચ બન્યા હતા. આ મેચમાં તેમની પ્રથમ અર્ધસદી હતી.

Intro:Body:



IPL-12: મુંબઈ સામે ચેન્નઈની કારમી હાર, હોમટાઉનમાં પ્રથમવાર હારી ધોનીની સુપરકિંગ્સ   



Mumbai win over Chennai superkings



ચેન્નઈ: રોહિત શર્માની આગેવાનીમાં મુંબઈએ શાનદાર પ્રદર્શમ કરતા ચેન્નઈને ફરી એકવાર માત આપી છે. જેમાં ચેન્નઈએ 46 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મુંબઈની IPL સીઝનમાં 7મી જીત છે. આ જીતમાં તેઓ IPL-12ના પ્લેઓફની ઘણી નજીક પહોંચી ગઈ છે. જેમાં તે 11 મેચમાંથી 7 જીત હાંસલ કરી છે.



મુંબઈ ઈન્ડિયન્સે પહેલા બેટિંગ કરતા 4 વિકેટ પર 155 રન બનાવ્યા હતા. ત્યારબાદ તેના જવાબમાં ચેન્નઈની ટીમે 17.4 ઓવરમાં 109 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ. આ મેચ ચેન્નઈના એમએ. ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ સીઝનમાં પહેલીવાર ચેન્નઈની ટીમ હોમટાઉનમાં હારી છે. ચેન્નઈ અને મુંબઈની વચ્ચે આ સીઝનનો બીજો મેચ હતો. જે બંન્ને મેચ મુંબઈના કબ્જામાં રહી છે. 



આ મેચમાં સુરેશ રૈનાએ ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મુંબઈ ઈન્ડિયન્સે પહેલા બેટિંગ કરતા 4 વિકેટ પર 155 રન બનાવ્યા હતા. જેમાં કેપ્ટન રોહિત શર્માએ 48 બોલ પર શાનદાર 67 રન બનાવ્યા હતા. ચેન્નઈ માટે સૈંટનરે 2 અને ઈમરાન તાહિર તેમજ દિપક ચાહરે 1-1 વિકેટ લીધી હતી.



જેમાં ચેન્નઈની ટીમ 17.4 ઓવરમાં 109 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી. જેમાં મુંબઈના લસિથ મલિંગાએ 4, જસપ્રીત બૂમરાહ અને કૃણાલ પંડ્યાએ 2-2 વિકેટ લીધી હતી. ચેન્નઈ તરફથી મુરલી વિજયે 38 રન બનાવ્યા હતા. આ મેચમાં મુંબઈના કેપ્ટન રોહિત શર્મા મેન ઓફ ધ મેચ બન્યા હતા. આ મેચમાં તેમની પહેલી અર્ધસદી હતી.





 


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.