ETV Bharat / sports

Ind Vs Sa Test Series: ભારતીય ટીમ સિરીઝ જીતવા માટે ઉતરશે મેદાને, ત્રીજી ટેસ્ટ પહેલા પ્રેક્ટિસ કરી શરૂ

author img

By

Published : Jan 9, 2022, 10:34 PM IST

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (Board of Control for Cricket in India) એ ભારતીય ટીમની તસવીર સાથે ટ્વિટ કર્યું, "અમે અહીં સુંદર કેપટાઉનમાં છીએ. ભારતીય ટીમે ત્રીજી ટેસ્ટની તૈયારીઓ શરૂ કરી દીધી છે."

Ind Vs Sa Test Series
Ind Vs Sa Test Series

કેપટાઉનઃ ભારતીય ટીમને જોહાનિસબર્ગમાં મળેલી હારને ભૂલીને દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત સિરીઝ જીતવાના(win the series for the first time) ઉદ્દેશ્ય સાથે ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટ મેચની તાલીમ શરૂ કરી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (Board of Control for Cricket in India) એ ભારતીય ટીમની તસવીર સાથે ટ્વિટ કર્યું, "અમે અહીં સુંદર કેપટાઉનમાં છીએ, ભારતીય ટીમે ત્રીજી ટેસ્ટ માટેની તૈયારીઓ પણ શરૂ કરી(INDIAN TEAM STARTS PRACTICE AHEAD OF 3RD TEST) દીધી છે."

સિરીઝ જીતવા ટીમ ઇન્ડીયા ઉતરશે મેદાને

ત્રણ મેચની સિરીઝ હાલમાં બન્ને ટીમો 1-1 થી બરાબર છે, બન્ને દેશો વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ 11થી 15 જાન્યુઆરી દરમિયાન રમાશે. દક્ષિણ આફ્રિકામાં પ્રથમ ટેસ્ટ સિરીઝ જીતવાનો પ્રયાસ કરી રહેલી ટીમ ભારત સેન્ચુરિયન ખાતેની પ્રથમ મેચમાં 113 રને જીત મેળવીને શાનદાર શરૂઆત કરી હતી, પરંતુ જોહાનિસબર્ગ ખાતેની બીજી ટેસ્ટમાં તેને સાત વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો.

ભારતીય ટીમ શનિવારે કેપટાઉન પહોંચી

ભારત બીજી મેચમાં સુકાની વિરાટ કોહલી વગર મેદાને ઉતરી હતી, મુખ્ય કોચ રાહુલ દ્રવિડે આશા વ્યક્ત કરી હતી કે તે નિર્ણાયક મેચ માટે ફિટ થઇ થશે. કોહલીની પીઠના ઉપરના ભાગમાં જકડનના કારણે તે બીજી ટેસ્ટમાં રમી શક્યો નહોતો અને તેની ગેરહાજરીમાં કે.એલ. રાહુલે ટીમની કમાન સંભાળી હતી. ત્રીજી મેચમાં ઝડપી બોલર મોહમ્મદ સિરાજનું રમવું પણ શંકાસ્પદ છે, તે બીજી ટેસ્ટ મેચ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો, તેના સ્થાને ઈશાંત શર્મા અથવા ઉમેશ યાદવને પ્લેઈંગ ઈલેવનમાં લેવામાં આવી શકે છે.

આ પણ વાંચો : Ind Vs Sa Test Series: કે.એલ રાહુલને નહી પણ આ ખેલાડીને કેપ્ટન બનાવવાની હતી જરૂર...

આ પણ વાંચો : 2021 ICC Player of the Month Award: મયંક, પટેલ અને સ્ટાર્ક ICC પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ માટે નોમિનેટ થયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.