ETV Bharat / sports

ASIA CUP 2023: ભારત અને શ્રીલંકા વચ્ચે આવતીકાલે ફાઇનલ, જાણો અત્યાર સુધી ફાઇનલમાં કોણ કોના પર ભારી રહ્યું છે

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 16, 2023, 5:38 PM IST

ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ 2023ની ફાઈનલ મેચ રવિવારે રમાઈ રહી છે. આ બંને ટીમો એશિયન ચેમ્પિયન બનવા માટે કોલંબોમાં એકબીજા સામે ટકરાશે. આ પહેલા અમે તમને ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધી રમાયેલી એશિયા કપની ફાઈનલ મેચોની વિગતો જણાવી રહ્યા છીએ.

Etv BharatASIA CUP 2023
Etv BharatASIA CUP 2023

નવી દિલ્હી: એશિયા કપ 2023ની ફાઇનલ મેચ, ભારત અને શ્રીલંકા વચ્ચે આવતીકાલે કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે. આ પહેલીવાર નથી જ્યારે ભારત અને શ્રીલંકા એશિયા કપની ફાઇનલમાં આમને-સામને હશે. આ બંને ટીમ એશિયા કપની ફાઇનલમાં અત્યાર સુધીમાં 8 વખત સામસામે આવી ચુકી છે. આ સમયગાળા દરમિયાન ભારતે શ્રીલંકાને 5 વખત હરાવ્યું છે જ્યારે શ્રીલંકા માત્ર 3 વખત જ ભારત પાસેથી એશિયા કપ ફાઇનલમાં જીતવામાં સફળ રહ્યું છે. તો, ભારત અને શ્રીલંકા વચ્ચેની આ ફાઈનલ મેચ પહેલા, ચાલો જાણીએ આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીની એશિયા કપની ફાઈનલ મેચોના ઈતિહાસ વિશે.

ફાઇનલમાં ભારત-શ્રીલંકા વચ્ચે ટક્કરઃ એશિયા કપની શરૂઆત વર્ષ 1984માં થઈ હતી. ત્યાર બાદ ભારત અને શ્રીલંકા પહેલીવાર એશિયા કપની ફાઈનલ રમ્યા હતા. આ પછી, તેઓ 1988, 1991, 1995, 1997, 2004, 2008 અને 2010માં એકબીજા સાથે એશિયા કપની ફાઈનલ રમ્યા હતા. હવે આ બંને ટીમો 9મી વખત એશિયા કપ 2023ની ફાઈનલ મેચમાં એકબીજા સામે રમવા જઈ રહી છે. એશિયા કપની ફાઈનલ મેચોની વાત કરીએ તો શ્રીલંકા પર ભારતનો હંમેશા દબદબો રહ્યો છે.

કઇ ટીમ ફાઇનલ ક્યારે જીતીઃ ભારતે 1984માં ફાઇનલ મેચમાં પ્રથમ વખત શ્રીલંકાને હરાવ્યું હતું. આ પછી ભારતે 1988, 1991 અને 1995માં પણ ફાઇનલમાં શ્રીલંકાને હરાવીને ટાઇટલ જીત્યું હતું. બીજી તરફ શ્રીલંકાએ વર્ષ 1997, 2004 અને 2008માં ભારતને ફાઇનલમાં હરાવ્યું હતું. આ પછી ભારત અને શ્રીલંકા વચ્ચે છેલ્લી એશિયા કપની ફાઈનલ 2010માં થઈ હતી જેમાં ભારતે શ્રીલંકાને હરાવીને ટ્રોફી જીતી હતી. હવે એ જોવાનું ખૂબ જ રસપ્રદ રહેશે કે, રવિવારે ભારત અને શ્રીલંકા વચ્ચે એશિયા કપ 2023ની ટ્રોફી કોણ જીતે છે.

આ પણ વાંચોઃ

  1. IND vs BAN: ફાઈનલ પહેલા ભારતની બાંગ્લાદેશ સામે હાર, આવતીકાલે ટીમ ઈન્ડિયા શ્રીલંકા સામે ફાઈનલ રમશે
  2. India vs Australia: રાજકોટમાં 27મીએ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાશે, ટિકિટના ભાવ પણ જાણી લો..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.