ETV Bharat / sports

India vs South Africa 2nd Test: જોહાનિસબર્ગ ટેસ્ટમાં જીત્યું સાઉથ આફ્રિકા, 7 વિકેટથી ભારતને હરાવ્યું

author img

By

Published : Jan 7, 2022, 11:12 AM IST

સાઉથ આફ્રિકાએ બીજી ટેસ્ટ મેચમાં (India vs South Africa 2nd Test) ભારતને 7 વિકેટથી હરાવી દીધું છે. જોહાનિસબર્ગમાં (India South Africa match in Johannesburg) રમાયેલી મેચના ચોથા દિવસે કેપ્ટન ડીન એલ્ગરની શાનદાર (Captain Dean Elgar of South Africa) બેટિંગના કારણે સાઉથ આફ્રિકાએ 3 વિકેટ ગુમાવીને જીતનો લક્ષ્યાંક મેળ્યો હતો. છેલ્લા 29 વર્ષમાં ભારતની જોહાનિસબર્ગમાં આ પહેલી હાર (India's first defeat in Johannesburg) છે. ભારત તરફથી આ મેચની કેપ્ટનશિપ કે. એલ. રાહુલ કરી રહ્યા છે.

India vs South Africa 2nd Test: જોહાનિસબર્ગ ટેસ્ટમાં જીત્યું સાઉથ આફ્રિકા, 7 વિકેટથી ભારતને હરાવ્યું
India vs South Africa 2nd Test: જોહાનિસબર્ગ ટેસ્ટમાં જીત્યું સાઉથ આફ્રિકા, 7 વિકેટથી ભારતને હરાવ્યું

જોહાનિસબર્ગઃ સાઉથ આફ્રિકામાં ચાલી રહેલી ટેસ્ટ મેચ સિરીઝની બીજી મેચમાં (India vs South Africa 2nd Test) જીત ભારતના હાથથી ચોથા દિવસે સરકી ગઈ હતી. જોહાનિસબર્ગમાં સાઉથ આફ્રિકાએ 67.4 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 243 રન બનાવ્યા હતા અને ભારતને 7 વિકેટથી હરાવ્યું હતું. આ જીતની સાથે ત્રણ ટેસ્ટ મેચની સિરીઝમાં સાઉથ આફ્રિકાએ 1-1ની બરાબરી (India vs South Africa 2nd Test) કરી લીધી છે. આપને જણાવી દઈએે કે, ભારતીય ટીમે પહેલી ટેસ્ટ જીતી હતી. આ મેચના હીરો કેપ્ટન ડીન એલ્ગર (Captain Dean Elgar of South Africa) રહ્યા હતા. તેમણે બીજી ઈનિંગમાં 188 બોલમાં 10 ચોગ્ગાની સાથે 96 રન બનાવ્યા હતા. ટેમ્બા બાવુમાએ 45 બોલમાં 3 ચોગ્ગાની સાથે 23 રન બનાવ્યા હતા.

આ પણ વાંચો- Domestic tournament postponed 2022: ડોમેસ્ટિક ટૂર્નામેન્ટ મુલતવી રાખ્યા બાદ ગાંગુલીએ કહ્યું, બોર્ડ સંશોધિત યોજના બનાવશે

જોહાનિસબર્ગમાં વાંડરર્સના મેદાન પર પહેલી વખત સાઉથ આફ્રિકાએ ભારતને હરાવ્યું

સાઉથ આફ્રિકાએ જોહાનિસબર્ગમાં વાંડરર્સના મેદાન પર પહેલી વખત ભારતીય ટીમને ટેસ્ટ મેચમાં (India's first defeat in Johannesburg) હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાને 29 વર્ષ પછી જોહાનિસબર્ગમાં હારનો સામનો કરવો પડ્યો છે. આપને જણાવી દઈએ કે, બીજી ટેસ્ટમાં ચોથા દિવસે શરૂઆતી 2 સેશન વરસાદના કારણે ધોવાઈ ગયા હતા. સાઉથ આફ્રિકાને જીતવા માટે 240 રનનો લક્ષ્યાંક હતો, જેને તેમણે ડીન એલ્ગરની બેટિંગના કારણે ટાર્ગેટ 3 વિકેટ ગુમાવીને મેળવી લીધો હતો. ડીન એલ્ગરે પહેલી વિકેટ માટે એડન માર્કરમની સાથે 47 રન બનાવ્યા હતા. શાર્દુલ ઠાકુરે માર્કરમ (31 રન)ને આઉટ કરીને ભારતને પહેલી સફળતા અપાવી હતી.

આ પણ વાંચો- Athlete of the Year Award 2020: ભારતના આ હોકી ખેલાડીઓ વર્ષના સર્વશ્રેષ્ઠ રમતવીરની રેસમાં સામેલ, જાણો નામ

અશ્વિને કીગર પિટરસનની વિકેટ લીધી

સાઉથ આફ્રિકાની બીજી વિકેટ 93 રન પર પડી હતી. કીગન પિટરસને ડીન એલ્ગરની સાથે 46 રનની (Captain Dean Elgar of South Africa) ભાગીદારી કરી હતી અને 28 રન બનાવીને અશ્વિનના બોલ પર આઉટ થયો હતો. ત્યારબાદ એલ્ગરે ડેર ડૂસેનની સાથે મળીને 82 રન બનાવ્યા હતા. ડૂસેનના આઉટ થતા પહેલા સાઉથ આફ્રિકા જીતની નજીક પહોંચી ચૂકી હતી. ડેર હુસેનની વિકેટ મોહમ્મદ શામીએ લીધી હતી.

કે. એલ. રાહુલે પહેલી વખત કેપ્ટનશિપ કરી

આપને જણાવી દઈએ કે, જોહાનિસબર્ગ ટેસ્ટ મેચમાં (India vs South Africa 2nd Test) કેપ્ટન કે. એલ. રાહુલ (Captain of India KL Rahul) હતા. વિરાટ કોહલી અનફિટ થયા પછી કે. એલ. રાહુલે પહેલી વખત કેપ્ટનશિપની જવાબદારી સંભાળી હતી. પહેલી ઈનિંગમાં ભારતે 202 રન બનાવ્યા હતા. દક્ષિણ આફ્રિકાની ટીમે પહેલી ઈનિંગમાં 229 રન બનાવ્યા અને 27 રનની લીડ લઈ લીધી હતી. પહેલી ઈનિંગમાં શાર્દુલ ઠાકુરે 7 વિકેટ ઝડપી હતી. તો બીજી ઈનિંગમાં ભારતીય બેટ્સમેનોએ 266 રન બનાવ્યા હતા. આ રીતે જીત માટે સાઉથ આફ્રિકાને 243 રન બનાવવાના હતા, જેને ટીમે 3 વિકેટ ગુમાવીને બનાવી લીધા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.