ETV Bharat / sports

India vs Ireland: જસપ્રીત બુમરાહ 11 મહિના પછી મેચ રમશે, T-20 મેચમાં પહેલી વાર નેતૃત્વ કરશે

author img

By

Published : Aug 18, 2023, 4:44 PM IST

આયર્લેન્ડ સામે બુમરાહની કેપ્ટનશિપની કસોટી
આયર્લેન્ડ સામે બુમરાહની કેપ્ટનશિપની કસોટી

જસપ્રીત બુમરાહ 11 મહિના પછી રમતના મેદાનમાં મેચ રમશે. આજની મેચમાં તેમની કેપ્ટન્સી અને ફિટનેસ બંનેની કસોટી થશે. આ મેદાન પર જસપ્રીત બુમરાહ પહેલી વાર નેતૃત્વ કરવા જઈ રહ્યાં છે. એક કોન્ફરન્સમાં જસપ્રીત ખુબ જ ઉત્સાહમાં જોવા મળ્યા હતા.

ડબલિન: ભારતીય ક્રિકેટ ટીમ અને આયર્લેન્ડ વચ્ચે ત્રણ T-20 મેચની સિરીઝ આજથી શરુ થશે. આ મેચની ખાસ વાત એ છે કે, જસપ્રીત બુમરાહ આયર્લેન્ડના માલાહઈડ ક્રિકેટ ક્લબ મેદાન પર રમનારી મેચમાં પ્રથમ વખત ભારતીય ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરવા જઈ રહ્યા છે. બીજી તરફ પોલ સ્ટર્લિંગ આયર્લેન્ડની ટીમનું નેતૃત્વ કરશે. જસપ્રીત બુમરાહ માટે આ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કરાણ કે, 11 મહિના પછી રમતના મેદાનમાં આંતરરાષ્ટ્રીય મેચ રમવા જઈ રહી છે.

પ્રથમ વખત ભારતીય ક્રિકેટ ટીમનું નેતૃત્વ: T-20માં પ્રથમ વખત કેપ્ટનશિપ કરવા જઈ રહેલા જસપ્રીત બુમરાહ 11 મહિના બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરી રહ્યાં છે. આ કારણે તેમની ફિટનેસની સાથે કેપ્ટનશિપની પણ પરિક્ષા થશે. એટલું જ નહિં પરંતુ ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની કમાન સંભાળનાર બુમરાહ પહેલી વાર T-20 મેચમાં ભારતીય ક્રિકેટ ટીમની કમાન સંભાળવા જઈ રહ્યાં છે. પોતાની ફિટેનેસ સાબિત કરવાની સાથે તે પોતાની કેપ્ટનશિપની છાપ છોડવાનો પ્રયાસ કરશે.

આ ત્રણ ખેલાડીઓને એશિયા કપમાં તક મળી શકે છે: આ વખતે આયર્લેન્ડના પ્રવાસે ગયેલી ભારતીય ટીમ યુવા ખેલાડીઓથી ભરેલી છે. કેપ્ટન જસપ્રીત બુમરાહ સિવાય મોટા ભાગના ખેલાડીઓ નવા અને યુવાન છે. આ તમામ ખેલાડીઓની નજર ઓશિયાડ પહેલા સારી તૈયારી પર છે. આ મેચ દરમિાયન ત્રણ T-20 મેચમાં જે ખેલાડીઓને તક મળશે તેઓ સારું પ્રદર્શન કરીને પસંદગીકારોનું ધ્યાન આકર્ષિત કરવાનો પ્રયાસ કરશે. આ ઉપરાંત સંજુ સેમસન, તિલક વર્મા, જસપ્રીત બુમરાહ અને પ્રખ્યાત કૃષ્ણા એશિયા કપમાં રમી રહેલા ખેલાડીઓ સાથે જોડાવા પર નજર રીખી રહ્યા છે. જો આ ત્રણેય ખેલાડીઓ સારુ પ્રદર્શન કરશે તો તેમને એશિયા કપમાં તક મળી શેક છે.

ભારતીય ટીમનો દબદબો: જસપ્રીત બુમરાહ લાંબા સમય પછી મેદાનમાં પરત ફરવાથી ઘણા ખુશ છે. તેમણે પોતાની વાપસી માટે પોતાની મહેનતનું પણ વર્ણન કર્યું છે. તેમના પર સારુ પ્રદર્શન કરશે તેવી અપેક્ષા છે. મેચ પહેલા પ્રેસ કોન્ફરસન્સમાં બુમરાહ ખૂબ જ આત્મવિશ્વાસ સાથે જોવા મળ્યા હતા. ભારતીય ક્રકેટ ટીમે આયર્લેન્ડ સામે અત્યાર સુધીમાં કુલ 5 T-20 મેચ રમી છે, જેમાં ભારતીય ટીમે તમામા મેચ જીતી છે. પાંચેય મેચમાં ઈન્ડિયન ટીમનો જોરદાર દબદબો રહ્યો છે. ભારતી ટીમે છેલ્લી મેચમાં આયર્લેન્ડને 4 રનના નજીકના માર્જિનથી હરાવ્યું હંશે, પરંતુ અન્ય ચાર મેચ જીતી લીથી છે. રસપ્રદ વાત એ છે કે, આજની મેચમાં ભારતીય ઈલેવનમાં ઈનિંગની શરુઆત કરવા માટે યશસ્વી જયસ્વાલની સાથે ઋતુરાજ ગાયકવાડને પ્રથમ પસંદગી કહેવામાં આવી રહી છે.

  1. Narendra Modi :લાલ કિલ્લા પરથી Pm મોદીએ પેરાલિમ્પિક ગેમ્સને લઈને મોટું નિવેદન આપ્યું, જાણો શું કહ્યું
  2. Asia Cup 2023: જાણો એશિયા કપ માટે ભારતીય ટીમની ઘોષણા પાછળ આટલો વિલંબ કેમ?
  3. Kohli on Instagram: શું છે વિરાટ કોહલીના ફિટનેસનું રાજ, જુઓ આ વીડિયો
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.