ETV Bharat / sports

IND VS ENG ત્રીજી ODI: ભારતે ઇંગ્લેન્ડમાં 8 વર્ષ પછી જીતી સિરીઝ...

author img

By

Published : Jul 18, 2022, 1:01 PM IST

IND VS ENG ત્રીજી ODI: ભારતે ઇંગ્લેન્ડમાં આઠ વર્ષ પછી જીતી સિરીઝ...
IND VS ENG ત્રીજી ODI: ભારતે ઇંગ્લેન્ડમાં આઠ વર્ષ પછી જીતી સિરીઝ...

હાર્દિક પંડ્યાના ઓલરાઉન્ડ પ્રદર્શન અને વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતની 125 નોટ આઉટ સાથેની પ્રથમ ODI સદીએ નિર્ણાયક વનડે માં ઈંગ્લેન્ડને પાંચ વિકેટથી હરાવીને શ્રેણી 2-1થી જીતવામાં મદદ કરી. આઠ વર્ષ બાદ ભારતે ઈંગ્લેન્ડને (India beat England) તેના ઘરઆંગણે વનડે શ્રેણીમાં હરાવ્યું હતું.

માન્ચેસ્ટરઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ત્રણ મેચની વનડે શ્રેણીની નિર્ણાયક મેચ રવિવારે માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાઈ હતી. આઠ વર્ષ બાદ ભારતે ઈંગ્લેન્ડને તેના ઘરઆંગણે વનડે શ્રેણીમાં હરાવ્યું હતું. હાર્દિક પંડ્યાના ઓલરાઉન્ડ પ્રદર્શન અને વિકેટકીપર-બેટ્સમેન ઋષભ પંતની 125 નોટ આઉટ સાથેની પ્રથમ ODI (One Day International) સદીને કારણે ભારતે નિર્ણાયક ODIમાં ઈંગ્લેન્ડને પાંચ વિકેટથી હરાવી (India won the series after eight years) શ્રેણી 2-1થી જીતી લીધી હતી. ભારતે પ્રથમ વન ડે 10 વિકેટે જીતી હતી, જ્યારે બીજી ODIમાં ઈંગ્લેન્ડે 100 રનથી જીત મેળવી હતી.

આ પણ વાંચો: 3ed ODI: ભારતે ટોસ જીતી બોલિંગ કરવા નિર્ણય કર્યો, બુમરાહ બહાર

પંડ્યાએ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું: પંડ્યાએ પ્રથમ 24 રનમાં ચાર વિકેટ લઈને તેની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું, તેણે પછી 71 રનની અડધી સદી રમી હતી, જેમાં 10 ચોગ્ગા ફટકાર્યા હતા. પંતે 113 બોલમાં 16 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. જેમાં તેણે 42મી ઓવરમાં ડેવિડ વિલી પર સતત પાંચ ચોગ્ગા પણ ફટકાર્યા હતા. ભારતને બેટિંગ માટે આમંત્રિત કર્યા બાદ 42.1 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કર્યો હતો અને પંડ્યાની ચાર વિકેટ અને શિસ્તબદ્ધ બોલિંગના કારણે ઈંગ્લેન્ડ 45.5 ઓવરમાં 259 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું.

પંતે મુશ્કેલીનિવારકની ભૂમિકા ભજવી: જોકે, ડાબોડી ફાસ્ટ બોલર રીસ ટોપલી 35 રનમાં 3 વિકેટના કારણે ભારતીય ટીમનો ટોપ ઓર્ડર હચમચી ગયો હતો. પરંતુ આ પછી પંડ્યા અને પંતે મુશ્કેલીનિવારકની ભૂમિકા ભજવીને પાંચમી વિકેટ માટે 133 રનની ભાગીદારી કરી અને ટીમને મુશ્કેલીથી બહાર કરી. ત્યારબાદ પંતે રવિન્દ્ર જાડેજા અણનમ 07 સાથે છઠ્ઠી વિકેટ માટે અણનમ 56 રનની ભાગીદારી કરી કારણ કે, ભારતે 47 બોલ બાકી રહેતા પાંચ વિકેટે 261 રનથી શ્રેણી જીતી લીધી હતી. ટોપલેએ કપ્તાન રોહિત શર્મા (17), શિખર ધવન (01) અને વિરાટ કોહલી (17)ની વિકેટ લીધી કારણ કે, ભારતે 38 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. પહેલી જ ઓવરમાં, રોહિતે મિડ-વિકેટ એરિયામાં ટોપલીની બોલ પર મિડ વિકેટ ક્ષેત્રમાં અને ડેવિડ વિલીની પછીની ઓવરમાં બે શાનદાર ચોગ્ગા ફટકાર્યા હતા. ટોપલે પહેલા ધવન અને પછી રોહિતને પેવેલિયન મોકલ્યો હતો. પાંચ ઓવરમાં ટીમે 21 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી.

આ પણ વાંચો: વિરાટે ફોર્મમાં આવવા માટે પોતાનો રસ્તો જાતે જ શોધવો પડશેઃ કપિલ દેવ

ખરાબ ફોર્મને લઈને ચર્ચાનું કેન્દ્ર બન્યો કોહલી: ખરાબ ફોર્મને લઈને ચર્ચાનું કેન્દ્ર બનેલા કોહલીને વિલી પર ત્રણ ચોગ્ગા ફટકારીને મોટી ઈનિંગ રમવાની આશા હતી, પરંતુ ટોપલીના બોલને ડ્રાઈવ કરવાનો પ્રયાસ કરતા તે વિકેટ પાછળ કેચ થઈ ગયો હતો. પંત અને સૂર્યકુમાર યાદવે (28 બોલમાં 16 રન) સાવધાનીપૂર્વક રમીને ટીમનો સ્કોર 15 ઓવરમાં ત્રણ વિકેટે 68 રન સુધી પહોંચાડ્યો હતો. પરંતુ સૂર્યકુમારે ઓફ-સ્ટમ્પની બહાર જતો બાઉન્સી બોલ લીધો અને વિકેટકીપરને આસાન કેચ આપ્યો, જેના કારણે ભારતને 72 રનમાં ચોથો ઝટકો લાગ્યો. પ્રથમ, પંડ્યાએ 43 બોલમાં સાત ચોગ્ગા સાથે તેની કારકિર્દીની સાતમી અડધી સદી પૂરી કરી. ભારતીય ટીમે 30 ઓવરમાં ચાર વિકેટે 152 રન બનાવ્યા હતા. ત્યારબાદ પંતે 71 બોલમાં પાંચમી ચોગ્ગા સાથે પોતાના 50 રન પૂરા કર્યા. પંતે 35મી ઓવરના છેલ્લા બોલ પર ક્રેગ ઓવરટનની બોલ પર લોન્ગ ઓન પર ઇનિંગ્સનો પ્રથમ છગ્ગો ફટકાર્યો, જ્યાંથી તેણે પ્રથમ બોલને બાઉન્ડ્રી માટે મોકલ્યો હતો.આ સાથે ભારતને જીતવા માટે 15 ઓવરમાં 63 રનની જરૂર હતી. પંડ્યાએ મેચને વહેલો સમાપ્ત કરવાના પ્રયાસમાં બ્રાઈડન કાર્સ પર સતત બે ચોગ્ગા ફટકાર્યા હતા, પરંતુ તેની ઈનિંગ બીજા જ બોલ પર સમાપ્ત થઈ ગઈ હતી. પંડ્યા (55 બોલ) એ કાર્સના શોર્ટ બોલને શરૂઆતમાં રમ્યો અને સ્ટોક્સે મિડવિકેટ પર એક શાનદાર કેચ લીધો, જેના કારણે ભારતનો સ્કોર પાંચ વિકેટે 205 રન થયો.

પંડ્યાએ શાનદાર બોલિંગથી વર્ચસ્વ જમાવ્યું: પંતે ટીમને આસાનીથી જીત અપાવી અને રિવર્સ સ્વાઇપ સાથે ફોર ફટકારી સ્ટાઇલથી જીત અપાવી. આ પહેલા ઈંગ્લેન્ડ તરફથી કેપ્ટન જોસ બટલરે 80 બોલમાં 60 રન બનાવ્યા હતા. પરંતુ ઇનિંગ્સના પ્રથમ હાફમાં ગુજરાતના ઓલરાઉન્ડર પંડ્યાએ પોતાની શાનદાર બોલિંગથી વર્ચસ્વ જમાવ્યું હતું અને T20 વર્લ્ડ કપ (T20 World Cup) માટે હરીફ ટીમને કડક ચેતવણી પણ આપી હતી. ઈજાગ્રસ્ત જસપ્રિત બુમરાહની જગ્યાએ રમી રહેલા મોહમ્મદ સિરાજે દિવસની રમતના ત્રીજા બોલમાં જોની બેરસ્ટોની વિકેટ લીધી, જેનાથી તેનો આત્મવિશ્વાસ ઘણો વધ્યો હશે. ઇંગ્લેન્ડના ઓપનરે બોલ લેગ સાઇડ તરફ રમ્યો પરંતુ બોલ બેટને અડીને મિડ-ઓફમાં ઉભેલા શ્રેયસ અય્યરના હાથમાં ગયો. ત્યારબાદ સિરાજે જો રૂટની વિકેટ લીધી હતી. ઇંગ્લેન્ડના ખેલાડીએ તેના આઉટગોઇંગ બોલ પર બેટને સ્પર્શ કર્યો અને બીજી સ્લિપ પર ઉભેલા કેપ્ટન રોહિત શર્માએ તેનો કેચ પકડ્યો.

આ પણ વાંચો: પીવી સિંધુએ રચ્યો ઇતિહાસ, સિંગાપોર ઓપનનો ખિતાબ જીત્યો

ઈંગ્લેન્ડે 66 રનમાં ત્રીજી વિકેટ ગુમાવી હતી: આ રીતે ઈંગ્લેન્ડના ફોર્મમાં ચાલી રહેલા બે બેટ્સમેન શૂન્ય પર પેવેલિયન પરત ફર્યા હતા અને બીજી ઓવરમાં 12 રનમાં બે વિકેટ ગુમાવી દેતાં ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. અગાઉ, જેસન રોય (41) એ મોહમ્મદ શમી પર ત્રણ બાઉન્ડ્રી ફટકારી હતી, જેમાંથી મેચના પહેલા જ બોલ પર મિડ-ઓફ પર ચોગ્ગો ફટકાર્યો હતો. રોહિતે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી હતી, જોકે પ્રથમ બેટિંગ કરતી ટીમે ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે છેલ્લી નવમાંથી આઠ મેચ જીતી છે. બટલર પ્રથમ બેટિંગ કરીને ખુશ હતો અને બુમરાહની ગેરહાજરી યજમાન ટીમ માટે સારા સમાચાર હતા, પરંતુ તેને ક્યાં ખબર હતી કે વિશ્વના શ્રેષ્ઠ બોલરોમાંના એક બુમરાહની ગેરહાજરીમાં પણ વિપક્ષી ટીમ તેની ઇનિંગ્સમાં આટલી વહેલી વિકેટો લેશે અને તે પણ બેટ્સમેનોને અનુકૂળ પીચ પર. બેન સ્ટોક્સે બતાવ્યું કે, આ પીચ બેટિંગ માટે કેટલી સારી છે. રોય અને સ્ટોક્સે સાવધાનીપૂર્વક રમતા દાવને આગળ ધપાવ્યો હતો પરંતુ બંને વચ્ચે 54 રનની ભાગીદારી બનતા પંડ્યાએ તેનો અંત લાવ્યો હતો. પંડ્યાએ લાઇન અને લેન્થ સાથે બોલિંગ કરતાં રોયને વિકેટ પાછળ કેચ કરાવ્યો હતો. આ રીતે ઈંગ્લેન્ડે 66 રનમાં ત્રીજી વિકેટ ગુમાવી (England lost third wicket for 66 runs) દીધી હતી.

પંડ્યાએ બટલરને પોતાનો ચોથો શિકાર બનાવ્યો: પંડ્યાએ પોતાના છેડેથી દબાણ જાળવી રાખ્યું અને ટૂંક સમયમાં જ તેણે પોતાના જ બોલ પર ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટનને કેચ આપી દીધો, તેણે મેડન ઓવરમાં તેની બીજી વિકેટ લીધી. ભારત ચુસ્તપણે બોલિંગ કરી રહ્યું હતું, જેથી રોયના આઉટ થયા બાદ ઈંગ્લેન્ડ સાત ઓવરમાં માત્ર 16 રન જ બનાવી શક્યું. સિરાજે પુનરાગમન કર્યું અને ત્રણ બોલમાં બે વાર બટલરના હેલ્મેટને ફટકાર્યો. બંને પ્રસંગોએ, ફિઝિયોએ 'કન્સશન પ્રોટોકોલ' (Concussion Protocol) મુજબ બેટ્સમેનની તપાસ કરવી પડી. ઇંગ્લેન્ડના કેપ્ટને તે દરમિયાન લોંગ-ઓન પર યુઝવેન્દ્ર ચહલ (60 રનમાં 3 વિકેટ) પર સિક્સ ફટકારી હતી જ્યારે મોઈન અલીએ (34) સિરાજની બોલ પર સિક્સ ફટકારી હતી. આ પછી બંનેએ ફરી એ જ ક્રમમાં છ છગ્ગા ફટકાર્યા. રવિન્દ્ર જાડેજાએ મોઈનને પોતાનો શિકાર બનાવ્યો હતો. ભારતીય ઓલરાઉન્ડરે ડીપ સ્ક્વેર લેગમાંથી દોડતી વખતે પંડ્યાની બોલ પર લિયામ લિવિંગસ્ટોન (27 રન)નો શાનદાર કેચ પણ લીધો કારણ કે ટીમે 198 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. પંડ્યાએ બે બોલ બાદ ફરી બટલરને પોતાનો ચોથો શિકાર બનાવ્યો હતો. ચહલે ડેવિડ વિલી (18 રન), ક્રેગ ઓવરટોન (32 રન) અને રીસ ટોપલી (શૂન્ય)ને આઉટ કરીને ઇંગ્લેન્ડની ઇનિંગ્સ પૂરી કરી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.