ETV Bharat / sports

IND vs AUS Test Series : બયાનબાજી શરુ, ઇયાન હીલીએ ભારતીય પિચ અને બીસીસીઆઈ પર કહી દીધું આવું

author img

By

Published : Jan 31, 2023, 7:48 PM IST

ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ઇયાન હીલી(Former Australian Cricketer Ian Healy )એ ખુલાસો કર્યો છે કે તે શા માટે ભારતમાં પ્રેક્ટિસ મેચ રમવા માંગતો નથી. આ કારણે ઈયાન હીલીએ પણ BCCI પર પણ ટિપ્પણી (Ian Healy Criticise on BCCI )કરી છે. 9 ફેબ્રુઆરીથી ટેસ્ટ સીરીઝ (IND vs AUS Test Series ) 9 ફેબ્રુઆરીથી ખેલાવાની છે એ પહેલાં પિચને (Practice Match Pitch in India )લઇને આ ટિપ્પણી સામે આવી છે.

IND vs AUS Test Series : બયાનબાજી શરુ, ઇયાન હીલીએ ભારતીય પિચ અને બીસીસીઆઈ પર કહી દીધું આવું
IND vs AUS Test Series : બયાનબાજી શરુ, ઇયાન હીલીએ ભારતીય પિચ અને બીસીસીઆઈ પર કહી દીધું આવું

નવી દિલ્હી : નવી દિલ્હી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની ટેસ્ટ સીરિઝ 9 ફેબ્રુઆરીથી ખેલાવાની છે. આ સીરિઝ શરુ થવાની પહેલાં જ ભારતમાં પિચને લઇને બયાનબાજી શરુ થઇ ગઇ છે. બતાવીએ કે ઓસ્ટ્રેલિયાની ટીમ પાછલા 18 વર્ષથી એકપણ વાર ભારતમાં ટેસ્ટ સીરિઝ જીતી શકી નથી.

બીસીસીઆઈ પર ટિપ્પણી પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ઇયાન હિલીએ બીસીસીઆઈ પર ટિપ્પણી કરતાં જણાવ્યું છે કે તે ભારતમાં અભ્યાસ મેચ કેમ ખેલવા ઇચ્છતો નથી. ટેસ્ટ સીરિઝ શરુ થવાના પહેલાં ઓસ્ટ્રેલિયન ટીમ ભારત વિરુદ્ધ એકપણ પ્રેકટિસ મેચ રમવાની નથી. ઇયાન હિલીએ આને લઇને ભારતની પિચ પર સવાલિયું નિશાન લગાવી દીધું છે.

આ પણ વાંચો IND VS NZ 3RD T20 MATCH: 1 ફેબ્રુઆરીએ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે મહામુકાબલો, ભારતીય ટીમ પહોંચી અમદાવાદ

પિચને લઇને ડરી ઓસ્ટ્રેલિયન ટીમ : પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ઇયાન હિલીનું કહેવું છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ પ્રેકટિસ મેચ માટે અલગ પ્રકારની પિચ ઉપલબ્ધ કરાવે છે. પરંતું જ્યારે વાસ્તવિક ટેસ્ટ મેચ રમાય છે તો પિચનો વલણ પૂર્ણ રીતે અલગ જોવા મળે છે.એવામાં ઓસ્ટ્રેલિયાએ બારતમાં ટેસ્ટ મેચ રમવા પહેલાં પ્રેક્ટિસ માટે નોર્થ સિડનીમાં જ ભારતીય પિચો જેવી વિકેટ તૈયાર કરી છે. આ પિચ પર ઓસ્ટ્રેલિયાની ટીમે ઘણો અભ્યાસ કર્યો હતો.

આ પણ વાંચો WOMEN S U19 T20 World Cup: જીત પર ભારતીય ટીમ માટે 5 કરોડ રૂપિયાની જાહેરાત

તૈયારીઓ અંગે નિવેદન જારી કર્યું : પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ઇયાન હિલીએ આ તૈયારીઓ અંગે નિવેદન જારી કર્યું છે. તેમણે કહ્યું છે કે અમે અમારા સ્પીનર્સને રણનીતિક વાતચીત માટે સિડનીમાં બોલાવ્યાં હતાં. કારણ કે અમને બિલકુલ ભરોસો નથી કે જે પ્રકારની પિચ અમને અભ્યાસ માટે જોઇએ છે તેવી જ અમને ભારતમાં આપવામાં આવશે. મને લાગે છે કે અમે આખરે બોધપાઠ શીખી લીધો છે. જ્યારે મેં સાંભળ્યું કે અમે ભારત પ્રવાસ પર અભ્યાસ મેચ નથી રમવાના તો મેં હેડ કોચ એન્ડ્રયૂ મેકડોનાલ્ડ પાસે જઇને કહ્યું કે આ એક સાચો નિર્ણય છે.

ભારતીય ટીમ રેડ બોલ સિરીઝ રમશે જાન્યુઆરી માસમાં બે વનડે અને બે T20 સિરીઝ રમ્યા બાદ હવે ફેબ્રુઆરી મહિનામાં ભારતીય ટીમ રેડ બોલ સિરીઝ રમશે. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ આગામી મહિને ભારત પ્રવાસે આવી પહોંચશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવાસ્કર ટેસ્ટ સીરિઝ રમાવાની છે.. આ સીરિઝ પહેલાં પહેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમ ટેસ્ટ સિરીઝને લઈ તૈયારીઓ કરી રહી છે. આ તૈયારીઓમાં જાણેે કેબહાનાઓની યાદી પણ બનાવાઇ હોય તેવું લાગી રહ્યું છે. સિરીઝ પહેલા જ કેટલાક પ્રકારના ડર કાંગારુઓને સતાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.