ETV Bharat / sports

World Cup 2023: ઈંગ્લેન્ડે છઠ્ઠી વિકેટ ગુમાવી, 45 ઓવર પછી સ્કોર  - 329

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 10, 2023, 11:04 AM IST

Updated : Oct 10, 2023, 2:21 PM IST

ICC વર્લ્ડ કપ માટે આજે ધર્મશાલા ક્રિકેટ સ્ટેડિયમમાં ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ રહી છે. અગાઉ 7 ઓક્ટોબરે બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. જેમાં બાંગ્લાદેશનો વિજય થયો હતો. આવી સ્થિતિમાં આજની મેચમાં કોણ જીતે છે તે જોવાનું રસપ્રદ રહેશે.

World Cup 2023
World Cup 2023

ધર્મશાલાઃ ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023 અંતર્ગત આજે બીજી મેચ બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડની ટીમો વચ્ચે ધરમશાલામાં રમાઈ રહી છે. આ મેચમાં બાંગ્લાદેશની ટીમ પ્રથમ મેચ જીતીને આવી રહી છે જ્યારે ઈંગ્લેન્ડની ટીમ હાર સાથે મેદાનમાં ઉતરશે.

બાંગ્લાદેશે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી: બાંગ્લાદેશના કેપ્ટન શાકિબ અલ હસને ટોસ જીતીને ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું છે. આ સાથે બાંગ્લાદેશની ટીમ પહેલા બોલિંગ કરતી જોવા મળશે.

ઈંગ્લેન્ડનો પ્રભાવશાળી રેકોર્ડ: આ બંને ટીમો ODI ફોર્મેટમાં અત્યાર સુધીમાં 24 વખત ટકરાયા છે, જેમાં ઈંગ્લેન્ડ 19 વખત અને બાંગ્લાદેશ 5 વખત જીત્યું છે. હવે આ મેચમાં બંનેમાંથી કઈ ટીમ જીતે છે તે જોવું ખૂબ જ રસપ્રદ રહેશે. આ મેચમાં જોની બેયરસ્ટો, જો રૂટ અને કેપ્ટન જોસ બટલર બેટથી ઈંગ્લેન્ડ માટે મહત્વની ભૂમિકા ભજવવાના છે, જ્યારે બોલ સાથે, માર્ક વુડ, ક્રિસ વોક્સ અને આદિલ રાશિદ તબાહી મચાવતા જોવા મળશે. તો બાંગ્લાદેશની બેટિંગની જવાબદારી શાકિબ અલ હસન, લિટન કુમેરદાસ, મુશફિકુર રહીમ, મહમુદુલ્લાહ રિયાદ પર રહેશે. બોલિંગમાં બાંગ્લાદેશને મેહદી હસન મિરાજ, મુસ્તફિઝુર રહેમાન અને તસ્કીન અહેમદ પાસેથી શાનદાર પ્રદર્શનની અપેક્ષા રહેશે.

ઈંગ્લેન્ડની પ્લેઈંગ 11: જોની બેયરસ્ટો, ડેવિડ મલાન, જો રૂટ, હેરી બ્રુક, જોસ બટલર (વિકેટકીપર/કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, સેમ કુરન, ક્રિસ વોક્સ, આદિલ રશીદ, માર્ક વુડ, રીસ ટોપલી.

બાંગ્લાદેશની પ્લેઇંગ 11: તન્જીદ હસન, લિટન દાસ, નઝમુલ હુસૈન શાંતો, શાકિબ અલ હસન (કેપ્ટન), મેહદી હસન મિરાજ, મુશફિકુર રહીમ (વિકેટકીપર), તૌહીદ હ્રદોય, મહેદી હસન, તસ્કીન અહેમદ, શોરીફુલ ઇસ્લામ, મુસ્તાફિઝુર રહેમાન.

  1. ICC World Cup 2023: વિરાટ કોહલીઃ 50 ઓવર ફોર્મેટનો ધી અલ્ટિમેટ ચેઝ માસ્ટર
  2. ICC World Cup 2023: હાર્દિક પંડ્યાની સિક્સ લગાડવાની આદતે કે.એલ. રાહુલને સદીથી વંચિત રાખ્યો
Last Updated : Oct 10, 2023, 2:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.