ETV Bharat / sports

વડોદરાની યુવતી યાસ્તિકા ભાટીયા ભારતીય વુમન્સ વન- ડે ટીમમાં પસંદગી પામી

author img

By

Published : Feb 25, 2021, 10:51 PM IST

Vadodara
Vadodara

વડોદરા શહેરની યુવતી યાસ્તિકા ભાટિયાની દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ સામે વન- ડે રમનારી ભારતીય મહિલા ટીમમાં લેફ્ટી બેસ્ટ વુમન અને વિકેટ કીપર તરીકે પસંદગી થઈ છે. તેની પસંદગી થતાં શહેરના ક્રિકેટ પ્રેમીઓમાં ખુશી વ્યાપી હતી.

  • વડોદરાની યુવતી યાસ્તિકા ભાટીયાની ભારતીય વુમન્સ વન- ડે ટીમમાં પસંદગી કરાઈ
  • શહેરના ઘણા ક્રિકેટરો રમી રહ્યાં છે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં
  • યાસ્તિકા ભાટીયા કોલેજના બીજા વર્ષમાં કરે છે અભ્યાસ

વડોદરા: આ શહેર સંસ્કારી નગરી અને કલા નગરી તરીકે ઓળખાય છે. શહેરના ઘણા ક્રિકેટરો ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં રમી રહ્યાં છે. જેમાં જો વાત કરવામાં આવે તો ઇરફાન પઠાણ, યુસૂફ પઠાણ, કૃણાલ પંડ્યા, હાર્દિક પંડ્યા છે અને જો પૂર્વ ખેલાડીઓની વાત કરવામાં આવે તો નયન મોગિયા, કિરણ મોરે સહિત ભારતીય ક્રિકેટ ટીમમાં સારું પ્રદર્શન આપ્યું છે અને હવે વડોદરાની યુવતીની ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી થઇ છે.

યાસ્તિકા ભાટીયા
યાસ્તિકા ભાટીયા

11 વર્ષની હતી ત્યારથી જ યાસ્તિકાને ક્રિકેટનો શોખ હતો

દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ સામે વન- ડે રમનારી ભારતીય મહિલા ટીમમાં વડોદરાની લેફ્ટી બેસ્ટ વુમન અને વિકેટ કીપર યાસ્તિકાની ભારતીય ટીમમાં પસંદગી થતાં શહેરના ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીની લહેર વ્યાપી હતી. 11 વર્ષની હતી ત્યારથી જ યાસ્તિકાને ક્રિકેટનો ખૂબ શોખ હતો. મુંબઈ અને મદ્રાસી ટીમ સાથે રમવા પણ ગઈ છે. ત્યારબાદ તેનું પરફોર્મન્સ સારું થતા સિનિયર ટીમમાં પસંદગી થઇ હતી. યાસ્તિકા ભાટીયા કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. યાસ્તિકા ભાટિયા ઓપનર છે અને વિકેટ કીપર પણ છે. યાસ્તિકા ભાટિયાના પિતા PWDમાં છે અને માતા નિવૃત્ત બેંક મેનેજર છે.

યાસ્તિકા ભાટિયા પરિવારમાં ખુશી

દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ સામે વન- ડેમાં રમનારી ભારતીય મહિલા ટીમમાં વડોદરાની યુવતી યાસ્તિકા ભાટીયાની પસંદગી થતાં પરિવારમાં ખુશી વ્યાપી હતી. પરિવારમાં માતા- પિતાએ યાસ્તિકાનું મોં મીઠું કરાવ્યું હતું અને ઉજ્જવળ ભવિષ્યના આશીર્વાદ પણ આપ્યા હતા. વડોદરા માટે પણ ખુશીની વાત છે કે શહેરની યુવતીની ભારતીય ટીમમાં મહિલા ક્રિકેટ ટિમમાં પસંદગી થઇ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.