ETV Bharat / sports

વરસાદના કારણે મેચ રદ્દ થવું ટુર્નામેન્ટ માટે શર્મની વાત : હિથર નાઇટ

author img

By

Published : Mar 4, 2020, 9:28 PM IST

ઇંગ્લેન્ડ ટીમની કેપ્ટન હિથર નાઇટ મુજબ મહિલા ટી 20 વિશ્વ કપના સેમીફાઇનલમાં જો વરસાદ પડ્યો તો મેચ રદ્દ થઇ શકે છે. જે ટુર્નામેન્ટ માટે શર્મજનક કહી શકાય. વિશ્વકપની સેમીફાઇનલ સિડની ક્રિકેટ ગ્રાઉન્ટ પર ગુરૂવારે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાશે.

વરસાદના કારણે મેચ રદ્દ થવું ટુર્નામેન્ટ માટે શર્મની વાત : નાઇટ
વરસાદના કારણે મેચ રદ્દ થવું ટુર્નામેન્ટ માટે શર્મની વાત : નાઇટ

સિડની : દક્ષિણ આફ્રિકા અને વેસ્ટઇન્ડીઝની વચ્ચે ICC મહિલા ટી 20 વિશ્વ કપમાં ગ્રુપ Bની મેચ મંગળવારે વરસાદના કારણે રદ્દ થઇ હતી. સેમીફાઇનલના રોજ વરસાદ થવાની સંભાવના છે.

ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ અફ્રિકા વચ્ચે પણ સેમીફાઇનલ રમવામાં આવશે. જો વરસાદના કારણે સેમીફાઇનલ રદ્દ થાય તો ભારત અને દક્ષિણ અફ્રિકા ફાઇનલમાં પહોંચશે. એક વેબસાઇટમાં કહ્યું હતું કે, જો બન્ને સેમીફાઇનલ ન થાય તો આ ટુર્નામેન્ટ માટે દુખ:દ સમાચાર હશે. આવી સ્થિતીમાં રિઝર્વ ડે તે એક ખુબ ઉપયોગી હોય છે. પણ જો વરસાદ આવે તો તે ટુર્નામેન્ટ માટે શર્મની વાત છે.

તેણે વધુમાં કહ્યું કે, પુરૂષ ટી 20 વિશ્વકપ માટે પણ આજ પરિસ્થિતી છે. જો આવું થયું તો ખુબ જ શર્મજનક વાત હશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.