ETV Bharat / sports

વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર પોલાર્ડ 1 ઓવરમાં 6 છગ્ગા મારનારો ત્રીજો ખેલાડી બન્યો

author img

By

Published : Mar 4, 2021, 12:56 PM IST

વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર પોલાર્ડ 1 ઓવરમાં 6 છગ્ગા મારનારો ત્રીજો ખેલાડી બન્યો
વેસ્ટ ઈન્ડિઝના ક્રિકેટર પોલાર્ડ 1 ઓવરમાં 6 છગ્ગા મારનારો ત્રીજો ખેલાડી બન્યો

વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર કાયરન પોલાર્ડે શ્રીલંકાના અકિલા ધનંજયની એક જ ઓવરમાં 6 છગ્ગા માર્યા હતા. ધનંજયની ત્રીજી ઓવરમાં પોલાર્ડે 6 બોલમાં 6 છગ્ગા ફટકાર્યા હતા. ધનંજયે બીજી ઓવરમાં હેટ્રિક વિકેટ લીધી અને ત્રીજી ઓવરમાં પોલાર્ડને 36 રન આપી દીધા.

  • ભારતીય ક્રિકેટર યુવરાજ સિંઘે વર્ષ 2007માં 1 ઓવરમાં 6 છગ્ગા માર્યા હતા
  • એન્ટિગુઆમાં કુલિજ ક્રિકેટ ગ્રાઉન્ડમાં શ્રીલંકા સામેની ત્રણ મેચની સિરીઝ છે
  • સિરીઝની પહેલી જ મેચમાં પોલાર્ડે 6 છગ્ગા ફટકારી નવી સિદ્ધિ હાંસલ કરી

સેન્ટ જોન (એન્ટિગુઆ): વેસ્ટ ઇન્ડિઝની મર્યાદિત ઓવરોના કેપ્ટન કાયરન પોલાર્ડ ગુરુવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં એક ઓવરમાં 6 છગ્ગા મારનારા ત્રીજા બોલર બની ગયા છે. તેમણે એન્ટિગુઆમાં કુલિજ ક્રિકેટ ગ્રાઉન્ડમાં શ્રીલંકા સામેની ત્રણ મેચની સિરીઝની પહેલી જ ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં આ ઉપલબ્ધિ હાંસલ કરી લીધી હતી. આ સાથે જ પોલાર્ડ હર્ષલ ગિબ્સ અને યુવરાજ સિંઘની સૂચિમાં સામેલ થઈ ગયો છે.

સૌથી પહેલા સાઉથ આફ્રિકાના હર્ષલ ગિબ્સે વર્ષ 2007માં એક ઓવરમાં 6 છગ્ગા માર્યા હતા

યુવરાજ સિંઘ અને ગિબ્સ બંનેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક ઓવરમાં છ છગ્ગા લગાવવાનું કામ કર્યું છે. જોકે, યુવરાજે ટી-20 અને ગિબ્સે વનડેમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. પોલાર્ડે શ્રીલંકાના અકિલા ધનંજયની ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા. આ ધનંજયની ત્રીજી ઓવર હતી. જોકે, વર્ષ 2007માં યુવરાજ સિંઘે આઈસીસી વર્લ્ડ ટી-20માં ઈંગ્લેન્ડના બોલર સ્ટૂઅર્ટ બ્રોડની એક ઓવરમાં 6 છગ્ગા ફટાકાર્યા હતા. યુવરાજ પહેલા સાઉથ આફ્રિકાના બેટ્સમેન હર્ષલ ગિબ્સે વર્ષ 2007માં વન ડે વર્લ્ડ કપમાં એક ઓવરમાં 6 છગ્ગા માર્યા હતા. ગિબ્સે નેધરલેન્ડના બોલર ડાન વેન બુંગેની એક ઓવરમાં 6 છગ્ગા માર્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.