ETV Bharat / sports

ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારત ટોપ પર યથાવત, કોહલી બીજા સ્થાન પર

author img

By

Published : Mar 3, 2020, 10:07 PM IST

ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારત ટોપ પર યથાવત, કોહલી બીજા સ્થાન પર
ICC ટેસ્ટ રેન્કિંગમાં ભારત ટોપ પર યથાવત, કોહલી બીજા સ્થાન પર

ન્યૂઝીલેન્ડમાં ટેસ્ટ સિરીઝમાં ક્લીનસ્વીપ છતાં ટીમ ઈન્ડિયા ICC ટેસ્ટ રેન્કિંગમાં પ્રથમ સ્થાન પર યથાવત છે. ભારતના 116 પોઈન્ટ છે, જે બીજા સ્થાને રહેલી ન્યૂઝીલેન્ડથી 6 પોઈન્ટ વધુ છે.

સ્પોર્ટ્સ ડેસ્ક: ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણીમાં 2-0થી ભારતનો વ્હાઇટ વોશ થયો હોવા છતાં ભારતે ટેસ્ટ ક્રિકેટમાં નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું છે. ટીમ ઈન્ડિયા 116 પોઇન્ટ સાથે નંબર વનના સ્થાન પર છે. 110 પોઇન્ટ સાથે ન્યૂઝીલેન્ડ બીજા અને 108 પોઇન્ટ સાથે ઓસ્ટ્રેલિયા ત્રીજા ક્રમે છે.

બોલર્સના લિસ્ટમાં ભારત સામેની ટેસ્ટ શ્રેણીમાં મેન ઓફ ધ મેચ જાહેર થયેલા ટીમ સાઉથી ટોપ-5માં પહોંચી ગયો છે. તેના રેન્કિંગમાં બે પોઇન્ટનો સુધારો થતાં તે 812 પોઇન્ટ સાથે ચોથા સ્થાને પહોંચી ગયો છે. ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ 904 પોઇન્ટ સાથે પ્રથમ નંબર પર છે. 843 પોઇન્ટ સાથે ન્યૂઝીલેન્ડનો નીલ વેગનર બીજા, 830 પોઇન્ટ સાથે વેસ્ટ ઈન્ડિઝનો જેસન હોલ્ડર ત્રીજા ક્રમે છે.

ICC તરફથી જાહેર કરાયેલી અખબારી યાદી પ્રમાણે સિરીઝની ચાર ઈનિંગમાં માત્ર 38 રન બનાવનાર કોહલી બેટ્સમેનોના રેન્કિંગમાં બીજા સ્થાને યથાવત છે. તે સિરીઝ પહેલા પ્રથમ સ્થાને હતો પરંતુ પ્રથમ ટેસ્ટ મેચ બાદ બીજા સ્થાને આવી ગયો, જ્યારે ઓસ્ટ્રેલિયાનો પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથ પ્રથમ સ્થાને આવી ગયો હતો. તે કોહલી કરતા 25 પોઈન્ટ આગળ છે. રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડના ઓપનિંગ બેટ્સમેન ટોમ બ્લંડેલ, તેના ભારતીય સમકક્ષ પૃથ્વી શો અને ફાસ્ટ બોલર કાઇલ જેમિસનને સૌથી વધુ ફાયદો થયો છે.

ઈંગ્લેન્ડનો ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ ટોપ-10માં જગ્યા બનાવવામાં સફળ રહ્યો, જ્યારે મયંક અગ્રવાલ 1 સ્થાનના નુકસાનથી 11માં સ્થાને પહોંચી ગયો છે. ચેતેશ્વર પૂજારા સાતમાં અને રહાણે નવમાં સ્થાન પર છે. બોલરોમાં મેન ઓફ ધ સિરીઝ સાઉદી ટોપ-5માં પહોંચી ગયો છે. તેણે રેન્કિંગમાં બે સ્થાનનો સુધાર કર્યો અને ચોથા સ્થાને પહોંચી ગયો છે.

જસપ્રીત બુમરાહ અને ટ્રેન્ટ બોલ્ટ 4-4 સ્થાનોના સુધારની સાથે ક્રમશઃ 7માં અને 9માં સ્થાન પર આવી ગયા છે. બોલરોની યાદીમાં સૌથી વધુ ફાયદો જેમીસનને થયો છે જે 43 સ્થાનના સુધારની સાથે 80માં સ્થાને પહોંચી ગયો છે. તે ઓલરાઉન્ડર ખેલાડીઓની યાદીમાં 35 સ્થાન ઉપર 22માં સ્થાને પહોંચી ગયો છે. આ યાદીમાં રવિન્દ્ર જાડેજા ત્રીજા અને અશ્વિન પાંચમાં સ્થાને છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.