ETV Bharat / sports

ICC મિટિંગ: 10 જૂન સુધી મુલતવી રહ્યો ટી-20 વિશ્વ કપનો નિર્ણય

author img

By

Published : May 29, 2020, 11:33 AM IST

ICCએ ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી-20 વિશ્વ કપ સહિત તેના એજન્ડામાં શામિલ તમામ બાબતો પર નિર્ણય કરવાનું 10 જૂન સુધી મુલતવી રાખ્યું છે.

ICC defers decision on T20 World Cup 2020 till June 10
આઇસીસી મિટિંગઃ ટી-20 વિશ્વ કપનો નિર્ણય 10 જૂન સુધી મુલતવી

દુબઇઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડ (ICC) એ ગુરુવારે અધ્યક્ષ શશાંક મનોહરની આગેવાનીમાં ટેલિકોન્ફરન્સથી બેઠક યોજી હતી અને તમામ બાબતોને 10 જૂન સુધી મુલતવી રાખી હતી.

ICC defers decision on T20 World Cup 2020 till June 10
આઇસીસી મિટિંગઃ ટી-20 વિશ્વ કપનો નિર્ણય 10 જૂન સુધી મુલતવી

મહિનાઓની અનિશ્ચિતતા પછી ICC પાસેથી ઉમ્મીદ હતી કે તે ગુરૂવારે થનારી બેઠકમાં આ વર્ષે યોજાનાર ટી-20 વિશ્વ કપ અંગે અંતિમ નિર્ણય લેશે. આ વિશ્વકપ ઓસ્ટ્રેલિયામાં 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી રમાવાનો હતો. આ સિવાય તેવી પણ અટકળો હતી કે જો વિશ્વ કપ ના યોજાય તો BCCI ઓક્ટોબરમાં આઇપીએલ યોજી શકે.

ICC defers decision on T20 World Cup 2020 till June 10
આઇસીસી મિટિંગઃ ટી-20 વિશ્વ કપનો નિર્ણય 10 જૂન સુધી મુલતવી

ICCએ એક નિવેદનમાં કહ્યું કે તાજેતરમાં બોર્ડના ઘણા સભ્યોએ તેમની ચિંતાઓ વ્યકત કરી હતી અને એને એવું લાગ્યું હતું કે તેમને તાત્કાલિક ધ્યાન આપવાની જરૂર છે જેથી બોર્ડના મામલામાં પ્રશાસનના ઉચ્ચતમ ધોરણોને ધ્યાનમાં રીખીને પારદર્શિતા અને ગોપનીયતા બની રહે.

નવિદેન મુજબ આ વાત પર સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો છે કે ICCના એથિક્સ ઓફિસર અને વૈશ્વિક નિષ્ણાતોની આગેવાની હેઠળ સ્વતંત્ર તપાસની શરૂઆત કરવામાં આવશે. બોર્ડને 10 જૂન 2020ના રોજ યોજાનારી આગામી બેઠકમાં બોર્ડને ICCના સીઇઓ દ્વારા જાણ કરવામાં આવશે.

નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે બોર્ડ, ICC મેનેજમેન્ટને અપીલ કરે છે કે તે તમામ હિતધારકો સાથે ચર્ચા કરે અને કોરોના વાઇરસને કારણે સતત બદલાતી પરિસ્થિતિમાં નવા વિકલ્પોની શોધ કરે.

આ પહેલા મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે કોરોના વાઇરસના વ્યાપને લીધે આ વર્ષે યોજાનારા ટી-20 વિશ્વ કપ અંગે ફક્ત બોર્ડના સભ્યો જ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરો પણ સકારાત્મક નથી.

આ વિશ્વ કપ બાદ આગામી ટી-20 વિશ્વ કપ 2021 ભારતમાં યોજાવાનો છે. જો ટી-20 વિશ્વ કપ 2020માં ન યોજાય તો તે વિશ્વ કપ ને પણ 2022 સુધી સ્થગિત કરવામાં આવી શકે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.