ETV Bharat / sports

BCCI સચિવ જય શાહે મોટેરા સ્ટેડિયમનો ફોટો શેર કર્યો, લખ્યું- 'ભવ્ય મોટેરા, સરદાર પટેલ સ્ટેડિયમ'

author img

By

Published : Jul 6, 2020, 7:17 AM IST

BCCI secretary Shah shares photograph of 'magnificent Motera'
BCCI secretary Shah shares photograph of 'magnificent Motera'

મોટેરા સ્ટેડિયમમાં 1,10,000 દર્શકો બેસી શકે છે. આ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે.

અમદાવાદઃ BCCIના સચિવ જય શાહે રવિવારે નવા મોટેરા સ્ટેડિયમમો ફોટો શેર કર્યો હતો. જેનું આધિકારિક નામ સરદાર વલ્લભભાઇ પટેલ મોટેરા સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમના પુનઃનિર્માણનું કામ ફેબ્રુઆરી-2020માં પુરું થયું હતું અને આ સ્ટેડિયમમાં 24 ફેબ્રુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ માટે 'નમસ્તે ટ્રમ્પ' કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જય શાહે સ્ટેડિયમના ફોટા સાથે ટ્વીટ કરતા લખ્યું કે, 'ભવ્ય મોટેરા, સરદાર પટેલ સ્ટેડિયમ.' આ સ્ટેડિયમમાં 1,10,000 દર્શકો બેસી શકે છે. આ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. આ નવનિર્મિત સ્ટેડિયમની કેટલીય ખાસ વિશેષતાઓ છે. 2015માં આ જૂના સ્ટેડિયમને પુરી રીતે ધ્વસ્ત કરવામાં આવ્યું હતું, જેથી ફરીથી વધુ સુવિધાઓની સાથે બનાવી શકાય.

જૂના મોટેરા સ્ટેડિયમમાં લગભગ 53 હજાર લોકોને બેસવાની જગ્યા હતી. જ્યારે આ નવા સ્ટેડિયમમાં લગભગ 1 લાખ 10 હજાર લોકો એકસાથે મેચનો આનંદ ઉઠાવી શકે છે.આ સ્ટેડિયમમાં 4 ડ્રેસિંગ રુમ ઉપરાંત ત્રણ પ્રેક્ટિસ ગ્રાઉન્ડ પણ છે. જેની સાથે જ આ સ્ટેડિયમ 63 એકર વિસ્તારમાં ફેલાયેલું છે. જેમાં 4 હજાર કાર અને 10 હજાર ટુ- વ્હીલરની પાર્કિંગની વ્યવસ્થા છે. મોટેરા ઉપરાંત ભારતમાં વધુ એક વિશાળ ક્રિકેટ સ્ટેડિયમ બનવા જઇ રહ્યું છે. આ સ્ટેડિયમ રાજસ્થાનના જયપુરમાં બનશે.

આ સમયે દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ ગ્રાઉન્ડ ઑસ્ટ્રેલિયાના મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી) છે, જેની ક્ષમતા લગભગ 1 લાખ 10 હજાર દર્શકોની છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.